બ્રિટનના Nuclear Submarines શિપયાર્ડમાં ભીષણ આગ, પરમાણુ જોખમના ભયથી ગભરાટ
- બ્રિટિશ ન્યુક્લિયર સબમરીનના શિપયાર્ડમાં ભીષણ આગ
- શિપયાર્ડમાં ભીષણ આગ કારણે Nuclear ખતરાની શક્યતા
- આવી સ્થિતિમાં દરિયામાં ઉથલપાથલ જોવા મળી
બ્રિટિશ ન્યુક્લિયર સબમરીનના શિપયાર્ડમાં ભીષણ આગ લાગી હોવાની માહિતી સામે આવી રહી છે. આના કારણે પરમાણુ (Nuclear) ખતરાની શક્યતા છે. આવી સ્થિતિમાં દરિયામાં ઉથલપાથલ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, બ્રિટનમાં એક શિપયાર્ડ મેન્યુફેક્ચરિંગ સબમરીનમાં આગ લાગવાથી બે લોકો ખરાબ રીતે દાઝી ગયા છે અને ઘાયલ થયા છે. આ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્રિટિશ પરમાણુ (Nuclear) અધિકારીઓએ જ્યારે પરમાણુ (Nuclear) જોખમની શક્યતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે આવા કોઈપણ જોખમનો ઇનકાર કર્યો હતો. તેમનું કહેવું છે કે પરમાણુ સબમરીન (Nuclear Submarines )માં આગને કારણે 'કોઈ પરમાણુ (Nuclear) ખતરો નથી'. પોલીસે બુધવારે આ જાણકારી આપી.
કુમ્બરિયા કોન્સ્ટેબલરીએ જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ ઇંગ્લેન્ડના બેરો-ઇન-ફર્નેસમાં BAE સિસ્ટમ્સ શિપયાર્ડમાં મધ્યરાત્રિ પછી તરત જ "મોટી" આગ ફાટી નીકળી હતી. જેના કારણે ક્રૂમાં ગભરાટ ફેલાયો હતો. સોશિયલ મીડિયા પર રાતોરાત શેર કરવામાં આવેલા વીડિયોમાં 'ડેવોનશાયર ડોક હોલ' બિલ્ડીંગમાંથી જ્વાળાઓ નીકળી રહી છે અને એલાર્મ વાગી રહ્યા છે. આ જોવું ખૂબ જ ડરામણું છે. શિપયાર્ડની નજીક રહેતી ડોના બટલરે કહ્યું, "જ્યારે મેં દરવાજો ખોલ્યો, ત્યારે મેં જોયું કે ઘણો કાળો ધુમાડો નીકળતો હતો."
❗️🔥🇬🇧 - An investigation has been launched to determine whether faulty equipment caused a major fire at BAE Systems' nuclear submarine yard in Barrow-in-Furness, Cumbria.
The fire, which occurred around 00:30 on Wednesday, caused dense black smoke and led to the… pic.twitter.com/64gHokYv70
— 🔥🗞The Informant (@theinformant_x) October 30, 2024
આ પણ વાંચો : Spain માં પૂરે મચાવી તબાહી, કારો પાણીમાં તણાઈ, દિવાલો થઇ ધરાશાયી, 51 લોકોના મોત
બે લોકોનો શ્વાસ રૂંધાયો...
આગ અને ધુમાડામાં ફસાયેલા બે લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. પરંતુ સમયસર તેનો આબાદ બચાવ થયો હતો. પોલીસે જણાવ્યું કે ધુમાડાને કારણે ગૂંગળામણની આશંકાથી બે લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમણે આ પ્લાન્ટની નજીક રહેતા લોકોને ઘરની અંદર રહેવા અને દરવાજા અને બારીઓ બંધ રાખવાની સલાહ આપી છે. આ શિપયાર્ડ 150 વર્ષ જૂનું છે અને લંડનથી ઉત્તર-પશ્ચિમમાં લગભગ 350 કિલોમીટર દૂર છે. તે રોયલ નેવી માટે પરમાણુ સબમરીન (Nuclear Submarines ) બનાવે છે.
આ પણ વાંચો : 'અસ્થાયી નિયુક્તિ લાંબા સમય સુધી નહીં', હિઝબુલ્લાહના નવા નેતાને ઈઝરાયલની ધમકી