Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Badlapur : સ્કૂલમાં છોકરીઓના યૌન શોષણ પર લોકો ગુસ્સે, ટ્રેન રોકી, સરકાર એક્શનમાં...

મહારાષ્ટ્રના બદલાપુરમાં વિરોધ પ્રદર્શન ઉગ્ર 2 બાળકીઓના યૌન શોષણ મુદ્દે લોકોમાં રોષ શાળામાં ટોળાએ કરી તોડફોડ અને પથ્થરમારો મુંબઈ નજીક બદલાપુર (Badlapur)થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક જાણીતી શાળામાં નર્સરીમાં અભ્યાસ કરતી ચાર વર્ષની બે વિદ્યાર્થિનીઓ...
badlapur   સ્કૂલમાં છોકરીઓના યૌન શોષણ પર લોકો ગુસ્સે  ટ્રેન રોકી  સરકાર એક્શનમાં
  1. મહારાષ્ટ્રના બદલાપુરમાં વિરોધ પ્રદર્શન ઉગ્ર
  2. 2 બાળકીઓના યૌન શોષણ મુદ્દે લોકોમાં રોષ
  3. શાળામાં ટોળાએ કરી તોડફોડ અને પથ્થરમારો

મુંબઈ નજીક બદલાપુર (Badlapur)થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક જાણીતી શાળામાં નર્સરીમાં અભ્યાસ કરતી ચાર વર્ષની બે વિદ્યાર્થિનીઓ પર સ્વચ્છતા કર્મચારી દ્વારા જાતીય સતામણીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આરોપ છે કે સ્કૂલ મેનેજમેન્ટ અને પોલીસે મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પીડિત છોકરીઓના માતા-પિતા બદલાપુર (Badlapur) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસે અનિચ્છા દર્શાવી અને 12 કલાકમાં FIR દાખલ કરી. જેના કારણે વાલીઓ અને સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. મંગળવારે સવારે હજારો લોકો શાળાની બહાર એકઠા થયા હતા અને વિરોધ કર્યો હતો. આ ઘટનાના વિરોધમાં પ્રદર્શનકારીઓએ રેલવે ટ્રેક બ્લોક કરી દીધા છે, જેના કારણે મધ્ય રેલવેની લોકલ ટ્રેનો રોકી દેવામાં આવી છે. આ દરમિયાન પથ્થરમારાના અહેવાલો પણ છે.

Advertisement

કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે- મુખ્યમંત્રી

બદલાપુર (Badlapur)માં નાગરિકોએ રેલ્વે ટ્રેક પર ઉતરીને સેન્ટ્રલ રેલ્વેનો ટ્રાફિક બ્લોક કરી દીધો છે. ભારે વિરોધને જોતા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ મામલામાં દોષિતો સામે કડક કાર્યવાહીનું વચન આપ્યું છે. આ દરમિયાન મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજન ઘટનાનો વિરોધ કરી રહેલા લોકો સાથે વાત કરવા બદલાપુર (Badlapur) સ્ટેશન પહોંચ્યા છે. શાળા પરિસરમાં પથ્થરમારો, ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આ ઘૃણાસ્પદ કૃત્ય કરનારને કડકમાં કડક સજા થવી જોઈએ. જલદી સજા મળે તે માટે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. ઉપરાંત, આવી ઘટનાઓ ફરીથી ન બને તેની ખાતરી કરવા માટે, સંચાલકો, શાળાઓ વગેરે જેવી તમામ સંસ્થાઓ માટે એક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે.

Advertisement

SIT તપાસ કરશે - ડેપ્યુટી CM

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બદલાપુર (Badlapur)ની ઘટનાની તપાસ માટે પોલીસ મહાનિરીક્ષકના રેન્કના વરિષ્ઠ IPS અધિકારી આરતી સિંહની અધ્યક્ષતામાં SIT ની રચના કરવાનો આદેશ આપ્યો છે. થાણે પોલીસ કમિશનરને પણ આ કેસને ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં લઈ જવા માટે આજે દરખાસ્ત રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેથી ગુનેગારો સામે કડક કાર્યવાહી થઈ શકે.

આ પણ વાંચો : Kolkata Rape Case : આરોપી સંજય રોયના નજીકના પોલીસ અધિકારી CBI ઓફિસ પહોંચ્યા, જુઓ Video

Advertisement

શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું...

દરમિયાન, આ ઘટના પર મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે કહ્યું, “આ ખૂબ જ દુઃખદ ઘટના છે. રાજ્યના શિક્ષણ વિભાગનું સમગ્ર તંત્ર સક્રિય બન્યું છે. અમે પુણે અને મુંબઈના 4 IAS અધિકારીઓને સૂચના આપી છે. અમે શોધી રહ્યા છીએ કે શાળામાં CCTV કેમ કામ કરી રહ્યા ન હતા… ફરિયાદ નોંધાયા બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી તેથી વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. અમે આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં લઈ જઈશું અને ખાતરી કરીશું કે આરોપીઓને મહત્તમ સજા મળે. અમારો આખો વિભાગ અહીં હાજર છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે...”

આ પણ વાંચો : UP માં પોલીસ પણ સલામત નથી!, સબ-ઇન્સ્પેક્ટરના ઘરમાંથી લાખોની ચોરી, CCTV માં કેદ થયા ચોર

શાળા પ્રશાસને માફી માંગી, પ્રિન્સિપાલ સસ્પેન્ડ

બદલાપુર (Badlapur)ની એક જૂની અંગ્રેજી માધ્યમની શાળામાં કોન્ટ્રાક્ટ પરના સફાઈ કર્મચારીએ શૌચાલયમાં સાડા ત્રણ વર્ષની બે બાળકીઓનું યૌન શોષણ કર્યું. 24 વર્ષીય આરોપીની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. ચાર દિવસ બાદ આખરે શાળા પ્રશાસને આ મામલે પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું છે અને તમામ વાલીઓની જાહેરમાં માફી માંગી છે. આ સાથે સ્કૂલ મેનેજમેન્ટે પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરી દીધા છે, જ્યારે ક્લાસ ટીચર અને આયાને બરતરફ કરવામાં આવ્યા છે. જે કોન્ટ્રાક્ટરે આરોપીઓને મોકલ્યા હતા તેની સાથેનો કોન્ટ્રાક્ટ પણ સ્કૂલે રદ કર્યો છે. આ મામલો ગુરુવારે ત્યારે સામે આવ્યો જ્યારે એક છોકરીએ તેના દાદાને આરોપી દ્વારા યૌન શોષણ વિશે જણાવ્યું. નર્સરીમાં ભણતી પીડિતાએ જણાવ્યું કે આરોપી તેને અને તેના મિત્રને ટોયલેટમાં લઈ જતો હતો અને ગંદું કામ કરતો હતો.

આ પણ વાંચો : UPSC Lateral Entry : 'તમારા પિતાએ આરક્ષણ કેમ ન આપ્યું?' BJP એ રાહુલ ગાંધીને આપ્યો સણસણતો જવાબ...

Tags :
Advertisement

.