બોલિવૂડથી આવ્યા ખરાબ સમાચાર, અમિતાભ બચ્ચનની ઓનસ્ક્રીન માતાનું નિધન
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી મનોરંજન ઉદ્યોગમાંથી એક પછી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જેણે બધાને હચમચાવી દીધા છે. મળી રહેલી માહિતી અનુસાર, અભિનેત્રી સુલોચના લાટકર (Sulochana Latkar) નું નિધન થયું છે. 94 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. તે લાંબા સમયથી બીમાર હતા અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેમના અવસાનથી ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
અભિનેત્રી સુલોચના લાટકરનું નિધન થયું
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમિતાભની ઓનસ્ક્રીન માતા તરીકે જાણીતી અભિનેત્રી સુલોચના લાટકરનું નિધન થયું છે. 94 વર્ષીય સુલોચના લાટકરે પોતાનું મોટાભાગનું જીવન સિનેમાને સમર્પિત કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને છેલ્લા ઘણા સમયથી અસ્થમાની સમસ્યા વધી હતી. સુલોચનાએ હિન્દી અને મરાઠી સહિત 250 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. સુલોચના લાટકરે મુંબઈના દાદરની સુશ્રુષા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આવતીકાલે 6 મેના રોજ સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવશે. જે બાદ શિવાજી સ્ટેડિયમમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
અભિનયની દુનિયામાં ઘણું નામ કમાવ્યું
સુલોચના લટકરે અભિનયની દુનિયામાં ઘણું નામ કમાવ્યું હતું. તેમના નિધનના સમાચાર બહાર આવતા જ બોલિવૂડ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. લોકો અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જણાવી દઇએ કે, અભિનેત્રી સુલોચના લાટકરે હિન્દી ફિલ્મોની સાથે સાથે ઘણી મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું અને આ માટે તેમને પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, સુલોચના લાટકરે બોલિવૂડના તમામ દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું હતું, તેમણે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની ઘણી ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવી હતી, જે ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. આ સાથે તેણે રાજેશ ખન્ના અને દિલીપ કુમાર જેવા મોટા સ્ટાર્સ સાથે પણ સ્ક્રીન શેર કરી હતી.
દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું
સુલોચના લટકરે વર્ષ 1957માં ફિલ્મ 'અબ દિલ્લી દૂર નહીં'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે ઘણા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે. તેમણે દિલીપ કુમાર, ધર્મેન્દ્ર, જેકી શ્રોફ, વિનોદ ખન્ના, રાજેશ ખન્ના અને દેવાનંદ જેવા કલાકારો સાથે સ્ક્રીન શેર કરી છે. તેમણે 'મજબૂર', 'મુકદ્દર કા સિકંદર' અને 'રેશ્મા ઔર શેરા' જેવી ફિલ્મોમાં અમિતાભ બચ્ચનની માતાની ભૂમિકા ભજવી છે. તેઓ છેલ્લે 1995માં આવેલી ફિલ્મ 'દિલ દેકે દેખો'માં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો - મહાભારત સીરિયલમાં શકુની મામાનો રોલ કરનાર અભિનેતા Gufi Paintal હોસ્પિટલમાં દાખલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ