Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આદિપુરુષના મેકર્સ માટે આવ્યા Bad News, ફિલ્મ ઓનલાઈન લીક થઇ

બાહુબલી ફિલ્મથી બોલિવૂડ દર્શકોના દિલોમાં રાજ કરતા પ્રભાસ સ્ટારર ફિલ્મ આદિપુરુષ, જે રામાયણ પર આધારિત છે, તે હવે વિવાદોમાં ફસાયેલી છે. દર્શકો ફિલ્મના ખરાબ સંવાદો અને સિનેમેટોગ્રાફીથી નારાજ દેખાઇ રહ્યા છે. હિંદુ સેનાએ આ અંગે ફિલ્મ વિરુદ્ધ જાહેર હિતની અરજી...
આદિપુરુષના મેકર્સ માટે આવ્યા bad news  ફિલ્મ ઓનલાઈન લીક થઇ
Advertisement

બાહુબલી ફિલ્મથી બોલિવૂડ દર્શકોના દિલોમાં રાજ કરતા પ્રભાસ સ્ટારર ફિલ્મ આદિપુરુષ, જે રામાયણ પર આધારિત છે, તે હવે વિવાદોમાં ફસાયેલી છે. દર્શકો ફિલ્મના ખરાબ સંવાદો અને સિનેમેટોગ્રાફીથી નારાજ દેખાઇ રહ્યા છે. હિંદુ સેનાએ આ અંગે ફિલ્મ વિરુદ્ધ જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી છે. આ અરજીમાં ભગવાન રામ, માતા સીતા, ભગવાન હનુમાન વગેરેની તસવીર સાથે છેડછાડનો આરોપ લગાવવામાં આવ્યો છે. વળી આ ઓછું હતું કે, ફિલ્મના મેકર્સ માટે વધુ એક Bad News સામે આવ્યા છે.

Advertisement

ફિલ્મ આદિપુરુષ પાયરસીનો શિકાર બની

Advertisement

છેલ્લા ઘણા સમયથી આદિપુરુષને લઇને લોકોના અલગ-અલગ વિચારો હતા, પરંતુ ફિલ્મના રિલીઝ બાદ એક મોટો વર્ગ વિરોધ અને પોતાની નારાજગી દર્શાવી રહ્યો છે, જેણે ફિલ્મના મેકર્સની નાકમાં દમ કરી દીધું છે. જણાવી દઇએ કે, ફિલ્મ નિર્માતા ઓમ રાઉતની આદિપુરુષ લાંબા સમયની રાહ બાદ રિલીઝ થઈ. મહાકાવ્ય રામાયણ પર આધારિત પૌરાણિક નાટકમાં પ્રભાસ ભગવાન રામની ભૂમિકામાં છે. પ્રભાસના ફેન્સ ટ્વિટર પર તેની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. પરંતુ તેના ડાયલોગ્સ અને સિનેમેટોગ્રાફીથી દર્શકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. જોકે, ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ઓનલાઈન લીક થઈ ગઈ હતી. આ ફિલ્મ પાયરસીનો શિકાર બની છે. આ જાણીને મેકર્સને મોટો ઝટકો લાગ્યો છે. બાહુબલી સ્ટાર પ્રભાસની ફિલ્મ આદિપુરુષ પાયરસીનો શિકાર બની છે. હા તમે સાચું વાંચ્યું. 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે મેકર્સે તેને પાઈરેસીથી બચાવવાના તમામ પ્રયાસ કર્યા હતા પરંતુ તેમ છતાં તેઓ તેને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. મીડિયામાં ચાલી રહેલા સમાચારો અનુસાર, આ ફિલ્મ પાયરસીનો શિકાર બની છે.

Advertisement

ઘણી ફિલ્મો થઇ ચુકી છે ઓનલાઈન લીક

ફિલ્મો ઘણીવાર રિલીઝ થતાની સાથે જ ઓનલાઈન લીક થઈ જાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેને પાઈરેસી એક્સપર્ટ્સ દ્વારા ઓનલાઈન લીક કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ ઘણી ટોરેન્ટ વેબસાઈટ જેવી કે Filmyzilla અને Movierules પર ઓનલાઈન ઉપલબ્ધ થઈ ગઈ છે. અગાઉ પઠાણ, ભોલા, દૃષ્ટિમ 2, ભેડિયા અને અમિતાભ બચ્ચનની ઊંચાઈ જેવી મોટી ફિલ્મો પણ પાઈરેટ સાઈટ તમિલરોકર્સ પર ઓનલાઈન લીક થઈ ચૂકી છે. આદિપુરુષ રિલીઝ થયાના થોડા કલાકોમાં જ પાયરેસીનો શિકાર બની ગઇ છે. એક અહેવાલ મુજબ, પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ Filmyzilla, 123movies, Filmywap, Onlinemoviewatches, 123movierulz, Telegram, Tamilrockers પર HD પ્રિન્ટમાં ઉપલબ્ધ છે. આ ફિલ્મ 123movies, 123movierulz, Filmyzilla, Onlinemoviewatches, Filmywap અને Tamilrockers જેવા કેટલાક પોર્ટલ પર 1080p, 720p, 480p, 360p, 240p અને HDમાં મફતમાં ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. આ ચોક્કસપણે નિર્માતાઓને મોટો ઝટકો આપશે.

દર્શકોનો મળ્યો મિશ્ર પ્રતિસાદ

ઉલ્લેખનીય છે કે, રામાયણની વાર્તા આદિપુરુષમાં બતાવવામાં આવી છે. આ ફિલ્મ કુલ 179 મિનિટ લાંબી છે. રિલીઝની સાથે જ તેને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ફિલ્મમાં પ્રભાસ રામના રોલમાં જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેણે આ ફિલ્મ માટે 150 કરોડ રૂપિયાની ફી લીધી છે. કૃતિ સેનન સીતાના રોલમાં છે. જ્યારે સની સિંહને લક્ષ્મણની ભૂમિકામાં લેવામાં આવ્યો છે. રાવણનો રોલ સૈફ અલી ખાને કર્યો છે. આ ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉત છે. આ તેની બીજી ફિલ્મ છે. અગાઉ, તેણે અજય દેવગન અભિનીત તાનાજીમાં પણ ડિરેક્ટરની ખુરશી સંભાળી હતી. જણાવી દઈએ કે, આ પહેલા પ્રભાસની બે ફિલ્મો સાહો અને રાધેશ્યામ બોક્સ ઓફિસ પર કંઈ કમાલ બતાવી શકી ન હોતી.

આ પણ વાંચો - ટ્રોલ થયા બાદ આદિપુરુષે બધાને ચોંકાવ્યા, પહેલા દિવસે કરી અધધધ… કરોડની કમાણી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Trending News

.

×