ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vodafone કર્મચારીઓના આવ્યા ખરાબ દિવસ, આટલા કર્મચારીઓને નોકરીમાંથી કરશે છૂટા

કોરોનાવાયરસને ભલે WHO એ વૈશ્વિક કટોકટી ન હોવાનું જાહેર કર્યું હોય પરંતુ જે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, આવનારો સમય હજુ પણ એટલો સારો નહીં રહે. મળી રહેલી માહિતી અનુસાર, બ્રિટિશ ટેલિકોમ...
08:53 PM May 16, 2023 IST | Hardik Shah

કોરોનાવાયરસને ભલે WHO એ વૈશ્વિક કટોકટી ન હોવાનું જાહેર કર્યું હોય પરંતુ જે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, આવનારો સમય હજુ પણ એટલો સારો નહીં રહે. મળી રહેલી માહિતી અનુસાર, બ્રિટિશ ટેલિકોમ કંપની વોડાફોન આગામી 3 વર્ષમાં 11 હજાર કર્મચારીઓને નોકરીઓમાંથી છૂટા કરવાની યોજના ધરાવે છે. ટેલિકોમ ઉદ્યોગમાં આ અત્યાર સુધીની સૌથી મોટી છટણી હોવાનું કહેવાઇ રહ્યું છે.

Vodafone 11 હજાર કર્મચારીઓને કરશે છૂટા

છેલ્લા ત્રણ વર્ષથી જે વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો તેને લઇને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને દુનિયાને મોટી રાહત આપતા વાયરસને વૈશ્વિક કટોકટી ન હોવાનું જાહેર કર્યું છે. પરંતુ બીજી તરફ વિશ્વમાં છટણીનો દૌર જે આજે પણ ચાલી રહ્યો છે. ટેલિકોમ કંપની Vodafone આગામી 3 વર્ષમાં 11,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. આ મોટા નિર્ણયની માહિતી Vodafone કંપનીના નવા બોસ માર્ગેરિટા ડેલા વાલેએ આપી છે. તેમણે કહ્યું કે, આગામી ત્રણ વર્ષમાં 11 હજાર લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. વધુમાં, તેમણે કહ્યું કે આટલો મોટો ઘટાડો એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે કંપની ખોટમાં જવાની ધારણા છે. તેમણે કહ્યું કે Vodafone ના રોકડ પ્રવાહમાં ભારે ઘટાડો થવાની સંભાવના છે. જણાવી દઇએ કે, નાણાકીય વર્ષ 2023 દરમિયાન બ્રિટિશ કંપનીનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી. કંપનીના સીઈઓ માર્ગારેટા ડેલા વાલેએ સ્વીકાર્યું કે આ સમયગાળા દરમિયાન અમે ખૂબ સારું કામ કરી શક્યા નથી. તેમણે કહ્યું કે Vodafone ના પરિણામોને સુધારવા માટે મોટા પાયે ફેરફારોની જરૂર છે. અમે અમારી સંસ્થાને સરળ બનાવીશું, અમારી સ્પર્ધાત્મકતા પુનઃપ્રાપ્ત કરવા માટે મુશ્કેલીઓ ઓછી કરીશું. અમે અમારા ગ્રાહકોને ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડવા માટે કંપનીના સંસાધનોનો યોગ્ય ઉપયોગ અને ફાળવણી કરીશું.

એમેઝોન પણ 500 કર્મચારીઓને નોકરીઓમાંથી કરશે છૂટા

એક મીડિયા રિપોર્ટ અનુસાર, એમેઝોને ભારતમાં વિવિધ સેક્ટરમાંથી લગભગ 500 કર્મચારીઓની છટણી કરી છે. અહીં નોંધવું યોગ્ય છે કે ડાઉનસાઈઝિંગનો આ નવો રાઉન્ડ માર્ચમાં CEO એન્ડી જેસી દ્વારા જાહેર કરાયેલી વ્યાપક છટણીનો એક ભાગ છે, જે આશરે 9,000 કર્મચારીઓને અસર કરે છે. કેટલાક અસરગ્રસ્ત કર્મચારીઓ ભારતમાંથી કાર્યરત એમેઝોનની વૈશ્વિક ટીમોનો ભાગ છે. થોડા દિવસો પહેલા એમેઝોન દ્વારા ઓનલાઈન પોસ્ટ કરાયેલા કર્મચારીઓને એક નોંધમાં, JC એ 9,000 નોકરીઓમાં કાપની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ નિર્ણય અર્થતંત્ર વિશેની પ્રાથમિકતાઓ અને અનિશ્ચિતતાના સતત વિશ્લેષણને કારણે આવ્યો છે.

1 લાખ કર્મચારીઓ કામ કરે છે

જણાવી દઈએ કે વોડાફોન ગ્રુપ ભારત સહિત ઘણા દેશોમાં ફેલાયેલું છે. આ કંપનીમાં 1 લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે. છૂટા કર્યાના સમાચાર આવ્યા બાદ કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે. વોડાફોનમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો કટ હશે, આ પહેલા વોડાફોનમાં આટલો મોટો કાપ નથી આવ્યો. વળી, માહિતી અનુસાર, જણાવી દઈએ કે આ પહેલી ટેલિકોમ કંપની હશે, જે છટણી કરવા જઈ રહી છે. અત્યાર સુધી કોઈ ટેલિકોમ કંપનીએ આટલા મોટા સ્ટાફને છૂટા કર્યા નથી. આપણા દેશમાં, આ કંપની આઈડિયા સાથે મળીને કામ કરે છે. અહીં આઈડિયાની સાથે લોકોને નેટવર્કની સુવિધા પણ આપે છે.

આ પણ વાંચો - કોવિડ મુદ્દે WHO નું સૌથી મોટું નિવેદન, હવે કોરોના વૈશ્વિક કટોકટી નથી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
financial pressurelayoffsnext three yearsvodafoneVodafone Idea
Next Article