ભારતમાં બાબરે તોડ્યું અને હવે પાકિસ્તાનમાં બાબર જ બનાવી રહ્યો છે Ram Mandir
Ram Mandir In Pakistan: હમણાં જ ભારત અને યુએઈમાં રામ મંદિર બનાવવામાં આવ્યું છે, જેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે,ભારતમાં બનેલા રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાને થોડા દિવસો પછી જ અબુ ધાબીમાં પણ એક વિશાળ હિંદુ મંદિરનું નિર્માંણ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, પાકિસ્તાનમાં રામ બની રહ્યું છે. તે મંદિર અયોધ્યા અને અબુ ધાબુ જેટલું ભવ્ય તો નથી પરંતુ પાકિસ્તાનના લઘુમતી હિંદુઓ માટે તેનું ખૂબ મહત્વ છે.
ઈસ્લામકોટમાં લગભગ 200 વર્ષ જૂનું રામ મંદિર
પાકિસ્તાનમાં આવેલા ડેરા રહીમ યાર ખાનના નિવાસી માખન રામ જયપાલે યૂટ્યૂબ વીડિયો શેર કરીને મંદિરને બતાવ્યું છે.આ સાથે તેની માહિતી પણ શેર કરી છે. માખન રામના જણાવ્યા અનુસાર સિંધ પ્રાંતના ઈસ્લામકોટમાં લગભગ 200 વર્ષ જૂનું રામ મંદિર છે. નજીકના વિસ્તારોમાંથી હિન્દુઓ અહીં પ્રાર્થના કરવા આવે છે. ઉલ્લેખનીય છે કે, આ મંદિરની ઈમારત જૂની અને જર્જરીત થઈ ગઈ હતી. હવે તેનું પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ નવી ઈમારત બનાવનાર તમામ કારીગરો અને મજૂરો મુસ્લિમ છે.
નવા મંદિરમાં સ્થાપિત કરવામાં આવે મૂર્તિયો
લોકો અત્યારે એવું કહી રહ્યા છે કે, છ મહિનામાં આ મંદિરની ઇમારત બનીને તૈયાર થઈ જશે. ત્યાર બાદ તે જૂના મંદિરમાં રાખવામાં આવેલી મૂર્તિઓને સંપૂર્ણ વિધિ સાથે નવા મંદિરમાં સ્થાપિત કરવાવમાં આવશે. વીડિયોમાં જોઈ શકાય છે કે મંદિરમાં ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ સિવાય ભગવાન શિવ અને હનુમાનની મૂર્તિઓ પણ છે.
મુસ્લિમો કરી રહ્યા છે રામ મંદિરનું બાંધકામ
એક વીડિયો વાયરલ થયો છે જેમાં બાબર નામનો વ્યક્તિ જણાવી રહ્યો છે કે, આ મંદિર પહેલા તેણે ઇસ્લામકોટમાં સંત નેનુરામ આશ્રણ પણ બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ આશ્રમ કરીબ 10 એકડ જમીનમાં બનેલો છે. પરંતુ અહીં ખાસ વાત એ છે કે, પાકિસ્તાનમાં રામ મંદિર બની રહ્યું છે. સૌ જાણે છે કે, હિંદુઓ માટે રામ ખુબ જ મહત્વના દેવ માનવામાં આવે છે.
આ પણ વાંચો: UN માં ભારતે ફરી પાકિસ્તાનની બોલતી બંધ કરી, કહ્યુ – તમને કોઈ અધિકાર નથી…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ