ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બાબા બાગેશ્વર આજે સોમનાથ દાદાના દર્શન કરશે, જાણો તેમના આજના કાર્યક્રમ વિશે...

બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સવારે સોમનાથ જવાના છે. બાબા સવારે સોમનાથ દાદાના દર્શન કરશે અને પૂજા-અર્ચના કરીને રાજકોટ પરત ફરશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ગુજરાતમાં બાબાનો દિવ્ય દરબારનો કાર્યક્રમ સતત ચાલી રહ્યો છે. બાગેશ્વર સરકાર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી...
10:27 AM May 31, 2023 IST | Dhruv Parmar

બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સવારે સોમનાથ જવાના છે. બાબા સવારે સોમનાથ દાદાના દર્શન કરશે અને પૂજા-અર્ચના કરીને રાજકોટ પરત ફરશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ગુજરાતમાં બાબાનો દિવ્ય દરબારનો કાર્યક્રમ સતત ચાલી રહ્યો છે.

બાગેશ્વર સરકાર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સવારે સોમનાથ પહોંચશે અને ત્યાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરશે, આ પછી અહીં સોમનાથ દાદાની પૂજા-અર્ચના પણ કરાશે. મહત્વનું છે કે, બપોર બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવા રવાના થશે.

તમને જણાવી દઈએ કે, આવતીકાલથી રાજકોટમાં બાબાનો બે દિવસીય દિવ્ય દરબારનો કાર્યક્રમ છે, બાબા અહીં રેસકોર્સ ખાતે બે દિવસીય દિવ્ય દરબાર ભરાશે જેમાં મોટી સંખ્યામાં લોકો આવે તેવું શક્યતા છે. આ પહેલા ગઇકાલે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ અમદાવાદના વટવામાં પોતાનો દિવ્ય દરબાર યોજ્યો હતો. અહીં મોટી સંખ્યામાં બાબાના આશીર્વાદ લેવા માટે ભક્તો પહોંચ્યા હતા.

આ પણ વાંચો : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ, વિદ્યાર્થિનીઓએ મારી બાજી

Tags :
Baba Bageshwar SarkarPandit Dhirendra ShastriRAJKOTSomanath Tample
Next Article