Ayodhya Rape Case : CM યોગી એક્શનમાં, મોઇદ ખાનની બેકરી પર ચાલ્યું બુલડોઝર VIDEO
- અયોધ્યા રેપ કેસમાં યુપી સરકાર એક્શનમાં
- આરોપી મોઈદ ખાનની બેકરી પર ચાલ્યું બુલડોઝર
- CM યોગીએ પીડિત બાળકીની માતા સાથે કરી મુલાકાત
અયોધ્યા (Ayodhya) રેપ કેસ (Rape Case)માં CM યોગીએ મોટી કાર્યવાહી કરી છે. સૌથી પહેલા તો પોલીસ ચોકીના ઈન્ચાર્જ અને પોલીસ સ્ટેશન હેડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે આ બળાત્કાર કેસના મુખ્ય આરોપી મોઈદ ખાનના ઘરે બુલડોઝરની કાર્યવાહી થવા જઈ રહી છે. આ મામલામાં મોઇદ ખાનની મિલકતો પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફૂડ સેફ્ટીના ડેપ્યુટી કમિશનરે અયોધ્યા (Ayodhya) ગેંગ રેપ (Rape Case)ના મુખ્ય આરોપી સપા નેતા મોઈદ ખાનની બેકરી પર દરોડા પાડ્યા છે. બેકરીમાં બનેલી વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે. ભદરસામાં એવન બેકરીના નામે મોઈદ ખાનની બેકરી છે.
CM યોગી આદિત્યનાથ પીડિતાની માતાને મળ્યા હતા, જેને લઈને અયોધ્યા (Ayodhya)માં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. CM યોગીએ પુરાકલંદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રતન શર્મા અને ભદરસા ચોકીના ઈન્ચાર્જ અખિલેશ ગુપ્તા બંનેને સસ્પેન્ડ કરી દીધા છે. તેમના પર ઘટના બાદ તુરંત પગલાં ન લેવાનો અને કલાકો સુધી કેસ દાખલ કરવામાં વિલંબ કરવાનો આરોપ છે. પીડિત બાળકીની માતાએ આ ઘટના અંગે CM ને જાણ કરી હતી. પોલીસ કર્મચારીઓની કાર્યવાહી બાદ રેપ કેસ (Ayodhya Rape Case)ના મુખ્ય આરોપી મોઈદ ખાનની સંપત્તિની પણ તપાસ શરૂ થઈ ગઈ છે. મોઇદ ખાન પર તળાવ અને સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરવાનો આરોપ છે.
આ પણ વાંચો : 32 મી ICAE કોન્ફરન્સમાં PM મોદીનું સંબોધન, કૃષિ ક્ષેત્રની ઉપલબ્ધિઓ જણાવી...
CM યોગીની મોટી કાર્યવાહી...
તમને જણાવી દઈએ કે CM યોગી આદિત્યનાથ અયોધ્યા (Ayodhya)ના ભદરસા વિસ્તારમાં ગેંગરેપનો ભોગ બનેલી કિશોરીની માતાને મળ્યા હતા, ત્યારબાદ કેસ દાખલ કરવામાં વિલંબને કારણે પોલીસ અને વહીવટી તંત્ર અચાનક હરકતમાં આવ્યું હતું ત્વરિત પગલાં ન લેવાને કારણે જ્યાં ચોકીના ઈન્ચાર્જ અને પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો બીજી તરફ મુખ્ય આરોપી મોઈદની સંપત્તિની તપાસ શરૂ થઈ છે. CM એ કહ્યું કે ગુનેગાર ગમે તે પક્ષનો હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : Ayodhya : પહેલા ગેંગરેપ પછી જાનથી મારી નાખવાની ધમકી, SP નેતાઓ સામે કેસ નોંધાયો...