Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ayodhya Events: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને કારણે ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ખુશીનો માહોલ

Ayodhya Events: અયોધ્યામાં ૨૨મી જાન્યુઆરીએ ભગવાન રામ બિરાજવાના છે. ત્યારે તેનો ખુશીનો માહોલ સમગ્ર દેશમાં છે. ત્યારે અમદાવાદમાં પણ ગલીએ-ગલીએ, સોસાયટી-સોસાયટીએ તેની ઉજવણી થવા જઈ રહી છે. આરસી ઇવેન્ટના એમડી રાજીવભાઈ છાજેર જણાવે છે કે અયોધ્યામાં (Ayodhya Events) ભગવાન રામની...
ayodhya events  અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને કારણે ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ખુશીનો માહોલ

Ayodhya Events: અયોધ્યામાં ૨૨મી જાન્યુઆરીએ ભગવાન રામ બિરાજવાના છે. ત્યારે તેનો ખુશીનો માહોલ સમગ્ર દેશમાં છે. ત્યારે અમદાવાદમાં પણ ગલીએ-ગલીએ, સોસાયટી-સોસાયટીએ તેની ઉજવણી થવા જઈ રહી છે. આરસી ઇવેન્ટના એમડી રાજીવભાઈ છાજેર જણાવે છે કે અયોધ્યામાં (Ayodhya Events) ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને ખૂબ ઉત્સાહ અને આનંદનો માહોલ છે.

Advertisement

Rajivbhai Chhaver

Rajivbhai Chhaver

  • 500 વર્ષ બાદ અયોધ્યામાં મહાપર્વ યાજાશે
  • અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને કારણે ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ખુશીનો માહોલ
  • આ મહાપર્વને કારણે આર્ટિસ્ટોની અછત સર્જાઈ છે

500 વર્ષ બાદ અયોધ્યામાં મોટો પર્વ યાજાશે

ત્યારે માત્ર અમદાવાદ નહીં પરંતુ રાજ્યભરમાં સિંગર હોય કે ઢોલી હોય, નગારા હોય કે વિવિધ વાજિંત્ર વગાડનારા હોય, ફેન્સી ડ્રેસ વાળા હોય કે વિવિધ વેશભૂષા વાળા હોય બધા જ બુક થઈ ગયા છે. પરિણામે 22 મી તારીખે આર્ટિસ્ટ મળી રહ્યા નથી તો ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મોટી તેજી જોવા મળી છે.

Advertisement

આ મહાપર્વને કારણે આર્ટિસ્ટોની અછત સર્જાઈ છે

Hintendrabhai Rajput

Hintendrabhai Rajput

વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રભાઈ રાજપુત જણાવે છે કે 500 વર્ષ બાદ આ મોટો પર્વ આવી રહ્યો છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. લોકો દ્વારા પોતપોતાની યથાશક્તિ પ્રમાણે વિવિધ અનુષ્ઠાનો કરવામાં આવી રહ્યા છે. પરિણામે વિવિધ આર્ટિસ્ટો હાલ ખૂટી પડ્યા છે. કારણ કે... તેમના એડવાન્સ બુકિંગ થઈ ગયા છે.

Advertisement

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: AYODHYA DHAM : 15,000 લિટરની વિશાળ કડાઇમાં બનશે 7,000 કિલોનો ‘રામ હલવો’

Tags :
Advertisement

.