AUS vs PAK Semifinal : ભારત પાસે ઓસ્ટ્રેલિયાને હરાવવાની વધુ એક તક, સેમીફાઈનલમાં પાકિસ્તાનની હાર
AUS vs PAK Semifinal : ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે વધુ એક વર્લ્ડ કપ ફાઈનલ (World Cup Final) જોવા મળશે. ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા અંડર-19 વર્લ્ડ કપ (Under-19 World Cup) ની સેમીફાઈનલમાં પાકિસ્તાનને 4 વિકેટે હરાવીને જીત મેળવી લીધી છે. જણાવી દઇએ કે, અંડર-19 વર્લ્ડ કપ 2024 (Under-19 World Cup 2024) ની બીજી સેમિફાઇનલ આજે એટલે કે 8 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વિલોમૂર પાર્ક, બેનોની ખાતે રમાઈ હતી.
ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટથી જીત મેળવી
આજની આ મેચ એક રોમાંચક મેચ હતી કારણ કે તે છેલ્લી ઓવર સુધી ચાલી હતી. ઓસ્ટ્રેલિયાને છેલ્લી ઓવરમાં જીતવા માટે 3 રનની જરૂર હતી અને પાકિસ્તાનને 1 વિકેટની જરૂર હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન રાલ્ફ મેકમિલને ચોગ્ગો ફટકારીને ઓસ્ટ્રેલિયાને ફાઈનલની ટિકિટ અપાવી હતી. ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટથી જીત મેળવી હતી અને હવે ફાઇનલમાં કાંગારૂ ટીમનો સામનો ભારત સામે કરવાનો છે. આ મેચ રવિવારે 11 ફેબ્રુઆરીએ રમાશે. જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયન કેપ્ટન હ્યુગ વિબજેને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સુકાનીનો આ નિર્ણય સાચો સાબિત થયો, કારણ કે પાકિસ્તાનની ટીમ 179 રનમાં સમેટાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં ભારતનો સામનો કરવા માટે 180 રન બનાવવાની જરૂર હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ સમજદારીભરી શરૂઆત કરી હતી. જોકે ત્યારબાદ 4 વિકેટ ઝડપથી પડી ગઈ હતી. આ પછી ટીમે વાપસી કરી, પરંતુ પાકિસ્તાને પણ હાર સ્વીકારી નહીં.
102ના સ્કોર પર ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ પેવેલિયન
ઓસ્ટ્રેલિયાની ટીમે 33ના સ્કોર પર પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ ટીમે 59ના સ્કોર સુધી પોતાની 4 વિકેટ ગુમાવી. જોકે, એક છેડેથી હેરી ડિક્સન સ્કોરને આગળ લઈ જતો રહ્યો. જોકે, તે 50 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. ઓસ્ટ્રેલિયાની અંડર 19 ટીમે 102ના સ્કોર પર તેની અડધી ટીમ ગુમાવી દીધી હતી. અહીંથી, ઓલિવર પાઈકે ટીમને જીત તરફ લઈ જવાનું કામ કર્યું જેમાં તેને રાફ મેકમિલનનો ટેકો મળ્યો. જ્યારે પાઈક 49 રનની ઈનિંગ રમીને આઉટ થયો હતો, ત્યારે મેકમિલન 19 રન બનાવીને અંત સુધી અણનમ રહ્યો હતો અને તેની ટીમને ફાઇનલની ટિકિટ અપાવી હતી. પાકિસ્તાની બોલરોએ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ ટીમને જીત તરફ લઈ જવામાં સફળ થઈ શક્યા ન હતા. પાકિસ્તાન તરફથી અલી રઝાએ 4 બોલ સાથે જ્યારે અરાફાત મિન્હાસે 1-1 વિકેટ ઝડપી હતી.
ફાઇનલમાં ભારત સાથે ટક્કર થશે
અંડર 19 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ હવે 11 ફેબ્રુઆરીએ બેનોઈના વિલેમોર પાર્કમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ટાઈટલ મેચમાં બંને ટીમો બે વખત સામસામે આવી ચુકી છે, જેમાં ભારતીય ટીમે બંને વખત જીત મેળવી છે. આ એડિશનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેને એક પણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો નથી.
આ પણ વાંચો - Operation Asur : કઈ રીતે માખણ બને છે જુઓ તેની અસલિયત, Video
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ