Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AUS vs ENG: ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી મોટો રન ચેઝ કર્યો, 47.3 ઓવરમાં 352 ચેઝ કર્યા

ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ રન ચેઝ કર્યો છે. શનિવારે ટીમે 47.3 ઓવરમાં 5 વિકેટે 352 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે. જોશ ઇંગ્લિસે માર્ક વુડના બોલ પર સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી.
aus vs eng  ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી મોટો રન ચેઝ કર્યો  47 3 ઓવરમાં 352 ચેઝ કર્યા
Advertisement
  • ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સૌથી વધુ રન ચેઝ કર્યો
  • ટીમે 47.3 ઓવરમાં 5 વિકેટે 352 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે
  • જોશ ઇંગ્લિસે માર્ક વુડના બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી

ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ રન ચેઝ કર્યો છે. શનિવારે ટીમે 47.3 ઓવરમાં 5 વિકેટે 352 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે. જોશ ઇંગ્લિસે માર્ક વુડના બોલ પર સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી.

Advertisement

Advertisement

શનિવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 351 રન બનાવ્યા. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર હતો, પરંતુ ઓસ્ટ્રેલિયાએ આગામી ઇનિંગ્સમાં જ આ રેકોર્ડને તોડી નાખ્યો.

Advertisement

ઓસ્ટ્રેલિયા તરફથી જોશ ઇંગ્લિસે 86 બોલમાં અણનમ 120 રન બનાવ્યા. એલેક્સ કેરીએ 63 બોલમાં 69 રન, મેથ્યુ શોર્ટે 66 બોલમાં 63 રન અને માર્નસ લાબુશેને 45 બોલમાં 47 રન બનાવ્યા.

ઇંગ્લેન્ડ તરફથી બેન ડકેટે સદી ફટકારી. તેણે 143 બોલમાં 165 રન બનાવ્યા. ડકેટની ઇનિંગમાં 17 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થતો હતો. તેના સિવાય જો રૂટ (68 રન)એ અડધી સદી ફટકારી. જોસ બટલરે 23 રનનું યોગદાન આપ્યું. એડમ ઝામ્પા અને બેન દ્વારશુઈસે 2-2 વિકેટ લીધી.

બન્ને ટીમની પ્લેઇંગ-11 ઇંગ્લેન્ડ (ENG): જોસ બટલર (કેપ્ટન), ફિલ સોલ્ટ, બેન ડકેટ, જેમી સ્મિથ (વિકેટકીપર), જો રૂટ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને માર્ક વુડ.

ઓસ્ટ્રેલિયા (AUS): સ્ટીવ સ્મિથ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, એડમ ઝામ્પા અને સ્પેન્સર જોહ્ન્સન.

આ પણ વાંચો: Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચ પહેલાં ટીમ ઈન્ડિયા પર સંકટના વાદળ, આ ખેલાડીની તબિયત લથડી

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Ahmedabad : સિવિલમાં યુવકને નગ્ન કરી લોકોએ ફટકાર્યો, આંબાવાડીમાં યુવકને લુખ્ખા તત્વોએ માર માર્યો

featured-img
રાષ્ટ્રીય

IAS Pawan Yadav :  IAS અધિકારી પવન યાદવને મળી મોટી જવાબદારી

featured-img
ગુજરાત

Patan : HNGU માં સરકારે ફાળવેલી 20 કરોડની ગ્રાન્ટ પાંછી ખેંચી, જાણો શું કારણ

featured-img
Top News

Bhavnagar ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટિવ બેંકમાં ભરતી મામલો, સગાવાદ કરી નોકરી આપી હોવાનો આક્ષેપ

featured-img
સ્પોર્ટ્સ

RR vs KKR: રાજસ્થાન સતત બીજી હાર,KKR એ ખોલ્યું જીતનું ખાતું

featured-img
રાષ્ટ્રીય

Cancer - Diabetes Drugs : કેન્સર અને ડાયાબિટીસની દવા થશે મોંઘી?

Trending News

.

×