ફેમસ ફૂટબોલરની Girl Friend અને બાળકના અપહરણનો કરવામાં આવ્યો પ્રયાસ, ઘરમાં લૂંટ ચલાવી માતા-પિતાને બનાવ્યા બંધક
બ્રાઝિલના સૌથી મોટા શહેર સાઓ પાઉલોમાં પ્રખ્યાત ફૂટબોલરની ગર્લફ્રેન્ડ અને બાળકનું 7 નવેમ્બરે કેટલાક લૂંટારાઓ દ્વારા અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે ગુનેગારોની એક ટોળકીએ બ્રાઝિલના પ્રખ્યાત ફૂટબોલર નેમારની ગર્લફ્રેન્ડ બ્રુના બિયાનકાર્ડીના ઘર પર હુમલો કર્યો હતો અને ત્યાં લૂંટ ચલાવી હતી. આ ગુનેગારોએ નેમારની ગર્લફ્રેન્ડ અને બાળકનું અપહરણ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ ઘરે હાજર ન હતા.
બ્રુનાના માતા-પિતાને બનાવ્યા બંધક
અહેવાલો અનુસાર, બંને લૂંટારુઓ હથિયારોથી સજ્જ હતા અને બ્રુના બિયાનકાર્ડી અને દંપતીની પુત્રી માવિસને શોધતા આવ્યા હતા. જો કે, ઘરે પહોંચ્યા પછી, તેઓને ખબર પડી કે તેમની માતા ત્યાં નથી. તે સમયે બ્રુનાના માતા-પિતા ઘરે હતા. જણાવી દઇએ કે, જ્યારે ગુનેગારોએ હુમલો કર્યો ત્યારે બિયાનકાર્ડીના માતા-પિતા ઘરે હતા અને અહેવાલો કહે છે કે દંપતીને ઘરની અંદર બાંધી દેવામાં આવ્યા હતા પરંતુ હુમલામાં કોઈ નુકસાન થયા વિના બચી ગયા હતા. બિયાનકાર્ડીએ પાછળથી આ ઘટના પર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે તેમના માતા-પિતા સુરક્ષિત છે. તેણે પુષ્ટિ કરી કે ઘટના સમયે તે અને તેની પુત્રી ઘરે ન હતા.
સોશિયલ મીડિયા સાઈટ પર આપી જાણકારી
બ્રુનાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે હું મારા મિત્રો, પરિવાર અને મને ફોલો કરનારા દરેકને કહેવા માંગુ છું કે આજે સવારે તેઓએ મારા ઘરમાં લૂંટ ચલાવી અને મારા માતા-પિતાને બંધક બનાવ્યા. હું, માવિસ અને મારી બહેન હવે ત્યાં રહેતા નથી અને આ ક્ષણે ત્યાં નથી. ભગવાનનો આભાર કે હવે ત્યાં બધું બરાબર છે. ભૌતિક વસ્તુઓ પાછી લાવી શકાય છે. મહત્વની વાત એ છે કે બધુ હવે બરાબર છે. આ ગુનામાં કોણ કોણ સંડોવાયેલ છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પડોશીએ કરી આ રીતે મદદ
મ્યુનિસિપલ સિવિલ ગાર્ડ (જીસીએમ)ના જણાવ્યા અનુસાર, ઓપરેશનમાં શંકાસ્પદ પૈકી એક, જેની પહેલેથી જ ધરપકડ કરવામાં આવી છે, તે કોન્ડોમિનિયમનો રહેવાસી છે જ્યાં બિયાનકાર્ડી પરિવારનું ઘર છે અને તેણે અન્ય ગુનેગારોને ત્યાં પ્રવેશવાની મંજૂરી આપી હશે. બે શંકાસ્પદ હથિયારધારી માણસો સ્થળ પર નેમારની પુત્રી માવી અને બ્રુનાને શોધી રહ્યા હતા. હુમલા સમયે બંને ઘરે ન હતા. પાડોશીઓને લાગ્યું કે ઘરમાં કંઈક અજુગતું થઈ રહ્યું છે, ત્યારબાદ તેઓએ સુરક્ષાકર્મીઓને જાણ કરી. ત્યારબાદ એજન્ટોએ મિલકતને ઘેરી લીધી અને એક શકમંદની ધરપકડ કરવામાં સફળ રહ્યા. અન્ય લક્ઝરી હેન્ડબેગ, ઘડિયાળો અને ઘરેણાં લઈને ભાગી ગયા હતા.
આ પણ વાંચો - AUS vs AFG : મેક્સવેલના તોફાન સામે અફઘાનિસ્તાનની હવા ઉડી, ઓસ્ટ્રેલિયાએ મેળવી 3 વિકેટે જીત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે