Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૂર્વ IPS હસમુખ પટેલના નામે લોકોને ઠગવાનો પ્રયાસ

પૂર્વ IPS હસમુખ પટેલના ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરીને લોકોને ઠગવાનો પ્રયાસ હસમુખ પટેલના નામ અને ફોટાનો દુરપયોગ કરી લોભામણી લાલચ આપી ટેલિગ્રામ પર હસમુખ પટેલના નામનું ફેક એકાઉન્ટ બનાવાયું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટ કરી લોકોને સતર્ક...
પૂર્વ ips હસમુખ પટેલના નામે લોકોને ઠગવાનો પ્રયાસ
Advertisement
  • પૂર્વ IPS હસમુખ પટેલના ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરીને લોકોને ઠગવાનો પ્રયાસ
  • હસમુખ પટેલના નામ અને ફોટાનો દુરપયોગ કરી લોભામણી લાલચ આપી
  • ટેલિગ્રામ પર હસમુખ પટેલના નામનું ફેક એકાઉન્ટ બનાવાયું
  • વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટ કરી લોકોને સતર્ક રહેવા અપીલ કરી

IPS Hasmukh Patel : પૂર્વ ગુજરાત પોલીસ રિકૃટમેન્ટના ચેરમેન અને વર્તમાન GPSC અધ્યક્ષ પૂર્વ IPS હસમુખ પટેલ (IPS Hasmukh Patel)નું ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરીને કોઇ ગઠીયો એક કા ચારની લોભામણી લાલચો આપતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ બાબતે ટ્વિટ કરીને લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.

Advertisement

પૂર્વ IPS હસમુખ પટેલના નામે લોકોને ઠગવાનો પ્રયાસ

પૂર્વ ગુજરાત પોલીસ રિકૃટમેન્ટના ચેરમેન અને વર્તમાન GPSC અધ્યક્ષ પૂર્વ IPS હસમુખ પટેલ સ્વચ્છ છબી ધરાવે છે અને તેમની કાર્યનિષ્ઠા અને કાર્યપદ્ધતિથી ગુજરાતના લોકો અજાણ નથી ત્યારે તેમના નામ અને ફોટાનો દુરપયોગ કરીને ગઠીયાઓ લોકોને ઠગવાનો પ્રયાસ કરતા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો---IPS હસમુખ પટેલની GPSC નાં ચેરમેન તરીકે નિમણૂંક કરાઈ

Advertisement

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટ કર્યું

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ બાબતે લોકો સતર્ક રહે તે માટે પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટમાં કહ્યું છે કે ઠગબાજોથીસાવધાન , પૂર્વ ગુજરાત પોલીસ રિકૃટમેન્ટ ના ચેરમેન અને વર્તમાન GPSC અધ્યક્ષ આદરણીય ex. IPS હસમુખ પટેલ સાહેબના નામ અને ફોટાનો ગેર ઉપયોગ કરી કોઈ ગઠિયો સોશિયલ મીડિયા ટેલીગ્રામ ઉપર એક કા ચાર ની લોભામણી જાહેરાત કરે છે. તેથી લોકો સતર્ક રહે, સેફ રહે. તેમણે પોતાના ટ્વિટમાં હસમુખ પટેલ, ગુજરાત પોલીસ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજીપીને ટેગ કર્યા છે.

હસમુખ પટેલના નામ અને ફોટાનો દુરપયોગ

યુવરાજસિંહે જે ટ્વિટ કર્યું છે તેમાં ટેલિગ્રામના સ્ક્રીનશોટ પણ મુક્યા છે જેમાં જોવા મળે છે કે હસમુખ પટેલના નામ અને ફોટાનો દુરપયોગ કરીને લોકોને રોકાણ કરવાની લાલચ અપાઇ છે અને ક્રિપ્ટોકરન્સીથી ચૂકવણી કરવા જણાવાયું છે. સ્ક્રિનશોટ જોતાં લોકોને રોકાણ કરીને એક કા ચારની લાલચ અપાઇ હોય તેવું જોવા મળે છે.

આ પણ વાંચો---IPS Hasmukh Patel એ GPSC નાં ચેરમેન તરીકે શપથ લઈ ચાર્જ સંભાળ્યો, કહી આ વાત!

Tags :
Advertisement

.

×