Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kanpur: રેલવે ટ્રેક પર ગેસ સિલીન્ડર મુકી ટ્રેનને ઉડાવી દેવાનું ષડયંત્ર

શિવરાજપુરના રેલવે ટ્રેક LPG ગેસ સિલિન્ડર મુકી કાલિંદી એક્સપ્રેસ ટ્રેનને ઉડાવી દેવાનો પ્રયાસ ટ્રેનના ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક લગાવી આતંકવાદી ષડયંત્રની આશંકાના કારણે તપાસ શરૂ Kanpur: કાનપુર (Kanpur) માં લગાતાર ત્રીજી ટ્રેન ઘટના બહાર આવી છે જેમાં ષડયંત્રના ભાગરૂપે ચાલતી...
kanpur  રેલવે ટ્રેક પર ગેસ સિલીન્ડર મુકી ટ્રેનને ઉડાવી દેવાનું ષડયંત્ર
  • શિવરાજપુરના રેલવે ટ્રેક LPG ગેસ સિલિન્ડર મુકી કાલિંદી એક્સપ્રેસ ટ્રેનને ઉડાવી દેવાનો પ્રયાસ
  • ટ્રેનના ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક લગાવી
  • આતંકવાદી ષડયંત્રની આશંકાના કારણે તપાસ શરૂ

Kanpur: કાનપુર (Kanpur) માં લગાતાર ત્રીજી ટ્રેન ઘટના બહાર આવી છે જેમાં ષડયંત્રના ભાગરૂપે ચાલતી ટ્રેનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રયાગરાજથી ભિવાની જતી કાલિંદી એક્સપ્રેસ ટ્રેન જ્યારે કાનપુરના શિવરાજપુરના રેલવે ટ્રેક પાસે પહોંચી ત્યારે એક LPG ગેસ સિલિન્ડર રેલવે ટ્રેકની બરાબર વચ્ચે પાટા પર રાખવામાં આવ્યો હતો. જે ટ્રેનને ઉડાવી દેવાનો પ્રયાસ હોવાનું જણાઇ રહ્યું છે.

Advertisement

એલપીજી ગેસ સિલિન્ડર સાથે કાચની બોટલ જેમાં જ્વલનશીલ પદાર્થ અને સફેદ રંગનું કેમિકલ રેલ્વે ટ્રેકની વચ્ચે રાખવામાં આવ્યું

આ ઘટના કાનપુર સેન્ટ્રલથી માત્ર 30 કિલોમીટર દૂર શિવરાજપુર વિસ્તારના રેલવે ટ્રેક પર બની હતી. જો કે આ લાઇન બરેલી ડિવિઝન હેઠળ છે પણ રાત્રે 8.30 વાગ્યે અહીંથી પસાર થતી કાલિંદી એક્સપ્રેસને ઉડાવી દેવાનું નાપાક ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જેમાં એક એલપીજી ગેસ સિલિન્ડર સાથે કાચની બોટલ જેમાં જ્વલનશીલ પદાર્થ અને સફેદ રંગનું કેમિકલ રેલ્વે ટ્રેકની વચ્ચે રાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચો---Patna માં BJP નેતાની હત્યા, સ્નેચિંગ દરમિયાન માથામાં મારી ગોળી, CCTV Viral

Advertisement

ટ્રેનના ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક લગાવી

ટ્રેક પર સિલિન્ડર પડેલો જોઈને પસાર થઈ રહેલી ટ્રેનના ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક લગાવી હતી. પરંતુ સ્પીડના કારણે ટ્રેનનું એન્જીન સિલિન્ડર સાથે અથડાયું અને તે દૂર પડી ગયું સદ્નસીબે ટ્રેન સાથે અથડાતા સિલિન્ડર ફાટ્યો ન હતો, નહીં તો વિસ્ફોટ સાથે રેલવે ટ્રેક ઉખડી ગયો હોત. એન્જિનની સાથે બોગી પાટા પરથી ઉતરી ગઈ હોત

તપાસ શરૂ થઈ અને ટ્રેક પણ શરૂ થયો

અકસ્માત દરમિયાન ટ્રેનને એક કલાક માટે રોકી દેવામાં આવી હતી અને અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જે બાદ ટ્રેનમાં બેઠેલા તમામ મુસાફરો ડરી ગયા હતા અને સ્થળ પર જ પોલીસ અને જીઆરપી અધિકારીઓની સાથે વધારાના રેલવે અધિકારીઓએ પણ પોતાનો કેમ્પ લગાવી દીધો. તપાસ શરૂ કરી અને પુરાવા એકત્ર કર્યા બાદ ગેસ સિલિન્ડર અને બોરીમાં રહેલ આઠ ઔંસ કેમિકલ અને સફેદ પાવડર પણ કબજે કર્યો હતો.

Advertisement

આતંકવાદી ષડયંત્રના કારણે તપાસ શરૂ

આતંકવાદી ષડયંત્રના કારણે તપાસ શરૂ કરવામાં આવી છે. ફોરેન્સિક ટીમ અને ડોગ સ્કવોડ પણ ઘટનાસ્થળે હાજર છે. આ ઘટના બાદ એડિશનલ પોલીસ કમિશનર હરીશ ચંદ્રાએ કહ્યું કે કોઈ નુકશાન થયું નથી. રેલવે લાઇન ચાલુ કર્યા બાદ ટ્રેન ચાલુ કરવામાં આવી છે અને શંકાસ્પદ સામગ્રી જપ્ત કરી તપાસ હાથ ધરવામાં આવી છે. રેલવેની ટીમ પણ તમામ પાસાઓ પર ચાંપતી નજર રાખીને તપાસ કરી રહી છે.

કોઇ ષડયંત્રની આશંકા

આ ઘટના પહેલા ગુજની રેલ્વે ટ્રેક પર 40 ફૂટની ઉંચાઈથી એક ટ્રક રેલ્વે લાઈન પર પડી હતી. જેમાંથી ચિત્રકૂટ એક્સપ્રેસ પસાર થવા જઈ રહી હતી. જો ટ્રેન પસાર થતી હતી ત્યારે ટ્રક નીચે પડી હોત તો મોટો અકસ્માત થયો હોત. અગાઉ, ગોવિંદપુરી સ્ટેશન પાસે શંકાસ્પદ સંજોગોમાં કોઈ વસ્તુ સાથે અથડાવાને કારણે સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ બધી ઘટનાઓ મોટું ષડયંત્ર સૂચવે છે? તેવો સવાલો ઉભા થઇ રહ્યા છે.

આ પણ વાંચો----Jammu and Kashmir : નૌશેરામાં આતંકી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, 2 આતંકી ઠાર, ઓપરેશન ચાલુ

Tags :
Advertisement

.