Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Atiq ની સાથે IPS ઓફિસરનો ઘરોબો છતાં હવાલદારે દમ બતાવ્યો

અહેવાલ : બંકિમ પટેલ, અમદાવાદ ચાર વર્ષ જેટલો સમય અમદાવાદ સેન્ટ્રલ જેલ (Ahmedabad Central Jail) વિતાવનારા UP ના માફિયા અતિક (Mafia Atiq Ahmed) ના અંતથી મોટા સાહેબ ખૂબ જે દુઃખી છે. મોટા સાહેબના મોજશોખ પૂરા કરવામાં અતિક અહેમદે ક્યારેય પણ...
atiq ની સાથે ips ઓફિસરનો ઘરોબો છતાં હવાલદારે દમ બતાવ્યો

અહેવાલ : બંકિમ પટેલ, અમદાવાદ

Advertisement

ચાર વર્ષ જેટલો સમય અમદાવાદ સેન્ટ્રલ જેલ (Ahmedabad Central Jail) વિતાવનારા UP ના માફિયા અતિક (Mafia Atiq Ahmed) ના અંતથી મોટા સાહેબ ખૂબ જે દુઃખી છે. મોટા સાહેબના મોજશોખ પૂરા કરવામાં અતિક અહેમદે ક્યારેય પણ પાછીપાની કરી નથી અને એટલે જ મર્હૂમ અતિકને આજે પણ સાહેબ યાદ કરી રહ્યાં છે. સાહેબ રજા પર હોય કે મહિના માટે બહારગામ ગયા હોય પણ અતિક તેમનું વિશેષ રીતે ધ્યાન રાખવાનું ચૂકતો ન હતો. સાહેબના ચાર હાથ હોવા છતાં એક ફરજ નિષ્ઠ જેલ હવાલદારે (Havaldar) અતિકની હવા કાઢી નાંખી હતી. સાબરમતી જેલ (Sabarmati Jail) ના અતિ ભ્રષ્ટાચારી IPS અધિકારીના કારણે કેટ-કેટલાંય ફરજ પ્રેમી કર્મચારીઓને મોટા સાહેબની હેરાનગતિ સહન કરવી પડે છે.

Advertisement

ડોનનો હત્યારો સાહેબનો મુખ્ય વહીવટદાર
સાબરમતી જેલમાં ચાલતા ભ્રષ્ટાચારનો સંપૂર્ણ દોરી સંચાર શહેરના એક ડોનની હત્યા કેસ (Don Murder Case) નો આરોપી કરી રહ્યો છે. હત્યા કેસમાં સજા પામી ચૂકેલો અને હાલ જામીન પર મુક્ત ગુનેગાર જેલના ઉચ્ચ અધિકારીના હપ્તાનો વહીવટ કરે છે. જ્યુડિશિયલ કસ્ટડી (Judicial Custody) માં આવતા આરોપીને જેલમાં મજા કરવી હોય તો સાહેબ વતી આ ગુનેગાર રૂપિયા ઉઘરાવે છે. સાહેબના મુખ્ય વહીવટદારની નીચે અત્યાર સુધીમાં અડધો ડઝન જેટલા જેલ કર્મચારી અને કેદી પેટા વહીવટદાર તરીકે કામ કરી ચૂક્યાં છે. સરકારમાં છેડા હોવાનો દાવો કરતા ઉચ્ચ પોલીસ અધિકારીએ વહીવટમાં બેફામ બની જતા તેમની ફરિયાદો છેક ઉપર સુધી પહોંચી છે.

Advertisement

અતિકને હવાલદારે લાકડીથી ફટકાર્યો
અમદાવાદની સાબરમતી જેલમાં અતિકનું રાજ હતું. જેલમાં રહેલા કેદી હોય કે સ્ટાફ હોય સૌ કોઈ મેવા માટે તેની સેવામાં તત્પર રહેતા હતા. ગેંગસ્ટર અતિક (Gangster Atiq) ની સામે બોલવાનું તો ઠીક પણ ઉંચી નજરે જોવાની કોઈનામાં હિંમત ન હતી. જેલમાં ફરજ બજાવતાં એક હવાલદારે અતિકને યુપીના આરોપી બડેઆલમ સાથે અતિકને બેરેકની બારીમાંથી વાતચીત કરતાં જોઈ લીધો અને અતિકને પડકાર્યો. અતિક અહેમદે પોતાનો રૂઆબ બતાવવા જતાં હવાલદારે લાકડીથી ફટકાર્યો હતો. આ વાત બહાર જાય તો અતિકની આબરૂના લીરેલીરા ઉડી જાય એટલે તેણે વાતને વિરામ આપી દીધો. હવાલદારને સબક શિખવાડવા અતિકે જેલના મોટા સાહેબને ખાનગીમાં વાત કરતાં હવાલદારની બદલી કરી દેવામાં આવી.

સાહેબ હવે કોની સાથે ચાલશે ?
ગાંધી છાપ નોટોના કારણે અતિકનો જેલમાં સિક્કો પડતો. નાના-મોટા સૌ કોઈ તેના શરણમાં રહેવા માંગતા હતા. અતિકની યુપીમાં હત્યા (Atiq Murder) થયા બાદ સેન્ટ્રલ જેલમાં એક જ ચર્ચા છે કે, સાહેબ હવે કોની સાથે ચાલવા નીકળશે ? અતિક જેલમાં કેદ હતો ત્યારે આ સાહેબ નિયમિત રીતે અતિકની સાથે ટહેલવા નીકળતા. સાહેબ અને અતિકની જોડીની વાત ગાંધીનગર સુધી પહોંચી ગઈ છે. હવે જોવાનું રહેશે કે, સાહેબનું શું થાય છે ?

CCTV કેમેરા કેમ રહે છે બંધ ?
જેલમાં ઢગલાબંધ CCTV કેમેરા સુરક્ષાના કારણોસર લાગેલા છે. જો કે, આ તમામ કેમેરાનું નિયંત્રણ સાહેબના હાથમાં રહે છે. પ્રતિબંધિત વિસ્તારમાં કોઈને ગેરકાયદેસર પ્રવેશ કરવા હોય તો આ CCTV કેમેરાની આંખો સામે થઈ શકે છે. જેલની દિવાલો પાછળ અનેક કાળા કામ થઈ રહ્યાં છે, છતાં તેના પૂરાવાઓ મેળવવા મુશ્કેલ છે. જેલ ઓથોરિટી (Jail Authority) ચોક્કસ કેમેરા બંધ કરી દઈ અથવા તો તેને ડિસ્ટર્બ કરી તેના પૂરાવાઓનો નાશ કરતી આવી છે. આવી જ વાત કંઈ, જેલમાં લાગેલા જામરની છે. જેલમાં લાગેલું જામર અને CCTV કેમેરા માત્ર શોભાના ગાંઠીયા છે.

અતિકના મોતથી ભ્રષ્ટાચારીઓને ભારે નુકસાન
અતિકના મોત બાદ જેલના કેટલાંક ભ્રષ્ટાચારી સાહેબો અને સ્ટાફ ખૂબ દુઃખી છે. મહિને લાખો રૂપિયા હપ્તા અને સાહેબની વર્દી ભરવામાં અતિક ક્યારેય પણ પાછીપાની કરતો નહીં. અતિકની ગેરહાજરી ભ્રષ્ટાચારીઓને ખૂબ સતાવી રહી છે. એક કેદીના મોતથી થયેલાં લાખો રૂપિયાના નુકસાને અનેક લાંચીયાઓને વ્યથિત કરી નાંખ્યા છે. ભ્રષ્ટાચારનો ખૂબ મોટો અડ્ડો બની ગયેલી સાબરમતી જેલની વાતોથી સંત્રીથી લઈને સરકાર સુધીના સૌ કોઈ વાકેફ છે.

આ પણ વાંચો : માફિયા ATIQ અમદાવાદના ટપોરીઓ સાથે ખંડણી ઉઘરાવવા ગેંગ બનાવવાનો હતો

Tags :
Advertisement

.