Atal bridge Mumbai : જાણો Atal Setu માં જવા માટે કોને આપવામાં આવશે મંજૂરી, કેટલો TOLL વસૂલવામાં આવશે...!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન (Atal bridge Mumbai ) કર્યું. આ સમુદ્ર પર બનેલો દેશનો સૌથી લાંબો પુલ છે. હવે આ બ્રિજ દ્વારા દક્ષિણ મુંબઈથી નવી મુંબઈ પહોંચવામાં માત્ર 20 મિનિટનો સમય લાગશે. અગાઉ બે કલાક જેટલો સમય લાગતો હતો. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકને 'અટલ સેતુ' ((Atal bridge Mumbai )) તરીકે પણ ઓળખવામાં આવશે. ડિસેમ્બર 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો પાયો નાખ્યો હતો. તે સાડા ચાર વર્ષમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ કોવિડ રોગચાળાને કારણે તેમાં સમય લાગ્યો. આ પુલથી મુંબઈ અને પુણે વચ્ચે લાગતો સમય પણ ઘટશે. આ ઉપરાંત તે મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ વચ્ચે સારી કનેક્ટિવિટી પણ પ્રદાન કરશે. નવી મુંબઈમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ બનાવવામાં આવી રહ્યું છે.
હવે જ્યારે આ બ્રિજ પૂર્ણ થઈ ગયો છે અને તેના પર ટ્રાફિક શરૂ થઈ ગયો છે ત્યારે તેને લગતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઉદાહરણ તરીકે, પુલ પર કયા વાહનો દોડી શકશે? આનાથી શું ફાયદો થશે? કેટલો થશે ટોલ? જાણો આવા તમામ સવાલોના જવાબ...
1. ક્યાંથી ક્યાં સુધી હશે બ્રિજ?
આ બ્રિજ દક્ષિણ મુંબઈમાં સેવરીથી શરૂ થશે અને નવી મુંબઈના ન્હાવા શેવા સુધી જશે. તેનાથી દક્ષિણ મુંબઈ અને નવી મુંબઈ પહોંચવામાં લાગતો સમય એક ચતુર્થાંશ જેટલો ઘટશે. પહેલા બે કલાક લાગતા હતા, પરંતુ હવે 20 મિનિટમાં પહોંચી શકાય છે.

PM Narendra MOdi
2. આ પુલ બીજા કોને જોડશે?
મુખ્યમંત્રી એકનાથ શિંદેના જણાવ્યા અનુસાર, આ પુલ મુંબઈને મુંબઈ-ગોવા હાઈવે, વસઈ અને વિરાર, નવી મુંબઈ અને રાયગઢ જિલ્લા સાથે જોડશે. આ સાથે અનેક નવા પ્રોજેક્ટ અને મોટી કંપનીઓ નવી મુંબઈમાં આવવાની ધારણા છે.
3. આ પુલ કેટલો લાંબો છે?
અટલ સેતુ (Atal bridge Mumbai ) છ લેનમાં બનેલ છે. આ આખો પુલ 21.8 કિલોમીટર લાંબો છે. તેનો 16.5 કિમી ભાગ સમુદ્રણી ઉપર બનેલો છે અને લગભગ 5.5 કિમી જમીનણી ઉપર બનેલો છે. આ પુલ દરિયાની સપાટીથી 15 મીટરની ઉંચાઈ પર બનાવવામાં આવ્યો છે. દરિયાઈ ભાગમાં, એન્જિનિયરો અને કામદારોએ સમુદ્ર તટ પર લગભગ 47 મીટર ખોદકામ કર્યું હતું.
4. પુલની બનવામાં કેટલો ખર્ચો થયો છે?
આ પુલ પર 17,840 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અટલ સેતુ (Atal bridge Mumbai ) બનાવવા માટે 1,77,903 મેટ્રિક ટન સ્ટીલ અને 5,04,253 મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દાવો કરવામાં આવે છે કે આ બ્રિજ 100 વર્ષ સુધી આવો જ રહેશે.
5. આ પુલ શા માટે ખાસ છે?
ઘણી વસ્તુઓ આ પુલને ખાસ બનાવે છે. આ માત્ર દેશનો સૌથી લાંબો પુલ નથી, પરંતુ સમુદ્ર પર બનેલો ભારતનો સૌથી લાંબો પુલ પણ છે. આ પુલ પર ઓટોમેટેડ ટોલ કલેક્શન અને ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પણ છે. આ ઉપરાંત આ પુલના નિર્માણમાં લાંબા ઓર્થોટ્રોપિક સ્ટીલ ડેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે પુલ બનાવવા માટે વધુ પિલરની જરૂર નથી. તેનો ફાયદો એ છે કે તે દરિયાઈ માર્ગમાં કોઈ અવરોધ ઉભો કરતું નથી. ભારતમાં તેનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે.

mthl-bridge-mumbai-will-be-completed-in-20-minutes-a-journey-of-two-hours
6. કયા વાહનો દોડી શકશે?
મુંબઈ ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, કાર, ટેક્સી, લાઇટ મોટર વ્હીકલ, મિની બસ, ટુ-એક્સલ બસ, નાની ટ્રકો ફરી શકશે.
7. કયા વાહનોને મંજૂરી આપવામાં આવશે નહીં?
મોટર સાયકલ, મોપેડ, થ્રી-વ્હીલર ટેમ્પો, ઓટો રીક્ષા, ટ્રેક્ટર, ધીમી ગતિએ ચાલતા વાહનોને મંજૂરી આપવામાં આવશે નહીં.
8. ટોલ કેટલો હશે?
દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બ્રિજ પરથી મુસાફરી કરવાથી એક જ પ્રવાસમાં 500 રૂપિયાના ઈંધણની બચત થશે. જોકે, બ્રિજ પરથી મુસાફરી કરવા માટે પણ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. પેસેન્જર કાર પર એક વખતની મુસાફરી માટે 250 રૂપિયાનો ટોલ લાગશે. તે જ સમયે, જો તમે પાછા ફરો તો પણ તમારે કુલ 375 રૂપિયાનો ટોલ ચૂકવવો પડશે.
9. દૈનિક કે માસિક પાસ હશે?
દૈનિક મુસાફરો માટે દૈનિક અને માસિક પાસ પણ ઉપલબ્ધ છે. કારમાં મુસાફરી કરનારાઓ માટે દૈનિક પાસ 625 રૂપિયામાં અને માસિક પાસ 12,500 રૂપિયામાં આપવામાં આવશે.
10. ઝડપ મર્યાદા શું હશે?
મુંબઈ પોલીસે આ પુલ પર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની મર્યાદા નક્કી કરી છે. જોકે, બ્રિજ પર ચડતી અને ઉતરતી વખતે તેની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
આ પણ વાંચો : Atal Setu : 100ની ઝડપ, બે કલાકનું અંતર 20 મિનિટમાં કવર થશે, દેશને સૌથી લાંબો દરિયાઈ પુલ મળ્યો