Radhanpur : સર્વોદય આંખની હોસ્પિટલમાં 7 દર્દીઓને દેખાવાનું ઓછું થઇ ગયું
Radhanpur : તાજેતરમાં વિરમગામના માંડલ ખાતે આંખની સારવાર બાદ દર્દીઓએ આંખ ગુમાવી દીધી હોવાનો બનાવ બહાર આવ્યા બાદ આવો જ બીજો અંધાપાકાંડ રાધનપુર (Radhanpur)ની માણેકલાલ નાથાલાલ વખારીયા સર્વોદય આંખની હોસ્પિટલમાં બહાર આવ્યો છે. આ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 7 દર્દીઓને આંખનું ઇન્ફેક્શન થતાં તેમને દેખાવાનું ઓછું થઇ ગયું છે અને તેમને અમદાવાદ વધુ સારવાર માટે રિફર કરાયા છે.
માંડલ ખાતે અંધાપાકાંડનો મામલો સામે આવ્યો હતો
અમદાવાદના (Ahmedabad) વિરમગામના માંડલ ખાતે અંધાપાકાંડનો મામલો સામે આવ્યો હતો. ટ્રસ્ટ સંચાલિત રામાનંદ હોસ્પિટલમાં સારવાર બાદ દર્દીઓએ પોતાની દ્રષ્ટિ ગુમાવી હતી. આ મામલો સામે આવતા માંડલ પોલીસે હોસ્પિટલના ડોક્ટર સહિત 11 લોકો સામે ગુનો નોંધ્યો હતો. હવે આવો બીજો ચોંકાવનારો બનાવ રાધનપુરથી બહાર આવ્યો છે.
7 દર્દીઓને આંખનું ઇન્ફેક્શન થતાં આંખે દેખાવાનું ઓછું થઇ ગયું
રાધનપુરની માણેકલાલ નાથાલાલ વખારીયા સર્વોદય આંખની હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. સર્વોદય આંખની હોસ્પિટલમાં ગત 2જી ફેબ્રુઆરીએ 13 ગરીબ વૃદ્ધ દર્દીઓના મોતિયાના ઓપરેશન કરાયા હતા. દર્દીઓને આ ઓપરેશન કરાયા બાદ 7 દર્દીઓને આંખનું ઇન્ફેક્શન થતાં આંખે દેખાવાનું ઓછું થઇ ગયું હોવાનું બહાર આવ્યું છે. આ સમાચારે સૌને ચોંકાવી દીધા છે. આ દર્દીઓને અમદાવાદ વધુ સારવાર માટે ખસેડાયા છે.
મામલાને દબાવી દેવા માટે જિલ્લા આરોગ્ય વિભાગે ભરપૂર પ્રયાસો શરુ કર્યા
સમગ્ર મામલો બહાર આવતાં મામલાને દબાવી દેવા માટે જિલ્લા આરોગ્ય વિભાગે ભરપૂર પ્રયાસો શરુ કર્યા છે અને મીડિયાને આ બાબતે મહિતી આપવાને બદલે અંધારામાં રાખવાનો પ્રયાસ કર્યો છે. હાલ સર્વોદય આંખની હોસ્પિટલમાં એકપણ દર્દી સારવાર હેઠળ ના હોવાનું બહાર આવ્યું છે. એક પણ દર્દી પણ સામે આવ્યો નથી અને સમગ્ર મામલે પોલીસમાં પણ ફરિયાદ નોંધાઇ નથી. સર્વોદય આંખની હોસ્પિટલ હાલ ખાલીખમ જોવા મળી રહી છે અને એક પણ દર્દી કે જવાબદાર વ્યક્તિ હોસ્પિટલમાં જોવા મળી નથી.
આ પણ વાંચો----AHMEDABAD : ‘વિરમગામ અંધાપાકાંડ’ મામલે સુઓમોટો, રાજ્યના તમામ ક્લિનિક-હોસ્પિટલો માટે રજિસ્ટ્રેશન ફરજિયાત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ--અખ્તર મનસુરી, પાટણ