Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Assembly Elections 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ક્યારે યોજાશે ચૂંટણી?

હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણીની તારીખ જાહેર મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી ક્યારે યોજાશે? જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં મતદાન Assembly Elections 2024: હરિયાણા, મહારાષ્ટ્ર , જમ્મુ કાશ્મીર અને ઝારખંડ આ ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ચૂંટણી પંચે હરિયાણા...
assembly elections 2024  મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ક્યારે યોજાશે ચૂંટણી
  1. હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણીની તારીખ જાહેર
  2. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી ક્યારે યોજાશે?
  3. જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં મતદાન

Assembly Elections 2024: હરિયાણા, મહારાષ્ટ્ર , જમ્મુ કાશ્મીર અને ઝારખંડ આ ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ચૂંટણી પંચે હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જો કે મહારાષ્ટ્રની ચૂંટણી તારીખો જાહેર થાય તેવી આશા હતી પરંતુ હાલ મહારાષ્ટ્રમાં હાલ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે આ અંગે સવાલ કરાતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનું શું છે કહેવુ, આવો જાણીએ.

Advertisement

રાજ્યોમાં જાહેર કરી છે ચૂંટણી

આ અંગે રાજીવ કુમારે જણાવ્યું કે પહેલા મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી એક સાથે થઇ હતી. તે સમયે જમ્મુ કાશ્મીર હતુ નહી. જો કે આ વર્ષે 4 ચૂંટણી છે અને તેની પછી 5મી ચૂંટણી પણ કરવામાં આવશે. જે પ્રદેશોમાં વિધાનસભા ચૂંટણી છે તેમાં જમ્મુ કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડનો દિલ્હીનો સમાવેશ થાય છે. અમે 2 ચૂંટણી સાથે કરવાનો નિર્ણય લીધો છે જ્યારે જમ્મુ કાશ્મીરની ચૂંટણી ચાલી રહી હોય ત્યારે બીજી ચૂંટણી જાહેર કરીએ તેવુ ન બની શકે.

Advertisement

જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં મતદાન

આ પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરની સ્થિતિમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. તેમણે કહ્યું કે આયોગને રાજ્યની જનતામાં સંપૂર્ણ વિશ્વાસ છે. આ સંદર્ભે કડક સુરક્ષા વચ્ચે ત્રણ તબક્કામાં મતદાન યોજાશે. તેમણે કહ્યું કે આયોગે અમરનાથ યાત્રા સાથે સફરજનના ખેડૂતો અને વેપારીઓની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. CECએ કહ્યું કે લોકશાહીને સમર્પિત લોકો સાથે મળીને તમામ પડકારોનો સામનો કરશે.

જમ્મુ કાશ્મીરના 90 બેઠકો માટે 87 લાખ મતદારો તૈયાર

જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. આ રાજ્યોમાં ચૂંટણીને લઈને ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકો ચિત્ર બદલવા માંગે છે. જમ્મુ-કાશ્મીરના લોકોએ હિંસા નકારી કાઢી છે. તેમણે કહ્યું કે, લોકોએ ચૂંટણી માટે ઉત્સાહ દર્શાવ્યો છે. ચૂંટણી પંચ ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખો વિશે કંઈ સ્પષ્ટ નથી. આ ઉપરાંત દેશના કેટલાક રાજ્યોમાં વિધાનસભા પેટાચૂંટણી યોજાવાની છે. વાયનાડ લોકસભા પેટાચૂંટણી પણ યોજાવાની છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 18મી સપ્ટેમ્બરે થશે. બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે યોજાશે. જમ્મુ કાશ્મીરની વિધાનસભા માટે કુલ 90 બેઠકો માટે ચૂંટણી યોજાશે, જેમાંથી 74 બેઠક સામાન્ય શ્રેણી માટે, 9 ST (અનુસૂચિત જનજાતિ) માટે, અને 8 SC (અનુસૂચિત જાતિ) માટે અનામત છે. જમ્મુ કાશ્મીરમાં કુલ 87.09 લાખ મતદારો મતદાન કરશે, જેમાંથી 44.46 લાખ પુરુષ અને 42.62 લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આમાં 3.71 લાખ પ્રથમવારના મતદારો સામેલ છે, તેમજ 20થી 29 વર્ષની વય ધરાવતા યુવા મતદારની સંખ્યા 20.70 લાખ છે. આ ઉપરાંત, 82590 દિવ્યાંગ અને 2660 શતાયુ મતદારો પણ મતદાન કરશે. કલમ 370 હટ્યા બાદ, જમ્મુ કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે, જેના કારણે આ ચૂંટણીને ખાસ મહત્વ પ્રાપ્ત છે.

Advertisement

Tags :
Advertisement

.