Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Donald Trump ની હત્યાનો વધુ એક પ્રયાસ!, બંદૂક સાથે એક યુવકની ધરપકડ

Donald Trump પર હુમલો કરવાના કાવતરાને નિષ્ફળ પ્રયાસ રિવરસાઇડ કાઉન્ટી શેરિફ ખાતે રેલીમાંથી એક યુવકની ધરપકડ યુવક પાસેથી બંદૂક અને નકલી પાસપોર્ટ મળી આવ્યો અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) હંમેશા હેડલાઇન્સમાં રહે છે. ફરી...
donald trump ની હત્યાનો વધુ એક પ્રયાસ   બંદૂક સાથે એક યુવકની ધરપકડ
  1. Donald Trump પર હુમલો કરવાના કાવતરાને નિષ્ફળ પ્રયાસ
  2. રિવરસાઇડ કાઉન્ટી શેરિફ ખાતે રેલીમાંથી એક યુવકની ધરપકડ
  3. યુવક પાસેથી બંદૂક અને નકલી પાસપોર્ટ મળી આવ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) હંમેશા હેડલાઇન્સમાં રહે છે. ફરી એક વખત રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પર હુમલો કરવાના કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. તેઓએ રવિવારે રિવરસાઇડ કાઉન્ટી શેરિફ ખાતે રેલી કાઢી હતી. આવી સ્થિતિમાં રેલીની બહારથી એક યુવકની બંદૂક, દારૂગોળો અને નકલી પાસપોર્ટ સાથે ધરપકડ કરવામાં આવી છે. યુવક તેની કારની અંદર બેઠો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી છે. હાલમાં ટ્રમ્પની રેલીના સંબંધમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Advertisement

તમને જણાવી દઈએ કે છેલ્લા બે મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની હત્યાના બે વખત પ્રયાસ કરવામાં આવ્યા છે, પરંતુ સુરક્ષા દળોની સતર્કતાને કારણે આ ષડયંત્ર સફળ થઈ શક્યું નથી. અગાઉ સપ્ટેમ્બરમાં ટ્રમ્પના ઘરની બહાર અંધાધૂંધ ગોળીઓ ચલાવવામાં આવી હતી. જુલાઈમાં એક રેલી દરમિયાન ટ્રમ્પને કાન પાસે ગોળી વાગી હતી. કોચેલ્લામાં રેલી પહેલા ધરપકડ કરાયેલ વ્યક્તિ પોતાને પત્રકાર ગણાવી રહ્યો છે પરંતુ તે પત્રકાર તરીકે પોતાનું ઓળખપત્ર પણ રજૂ કરી શક્યો નથી.

Advertisement

આ પણ વાંચો : Israel એ ફરી વાર માસૂમોના ભોગ લીધા!, બાળકો સહિત 20 ના મોત

આરોપી નંબર વગરની SUV માં આવ્યો હતો...

સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા યુવક લાસ વેગાસનો રહેવાસી છે. તે કાળા રંગની SUV લઈને આવ્યો હતો જેમાં નંબર ન હતો. તેની કારમાં સામાન વેરવિખેર પડ્યો હતો. વાહનની તલાશી દરમિયાન પોલીસને હથિયારો, દારૂગોળો, જુદા જુદા નામના પાસપોર્ટ અને ઘણી વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી.

Advertisement

આ પણ વાંચો : IDF ના હુમલાની ભારતે કરી નિંદા, લેબનોનમાં ભારતના 600 સૈનિકો...

પોલીસે આરોપીઓને છોડી મૂક્યા હતા...

આ મામલે પોલીસે નિવેદન જારી કરીને કહ્યું કે, આ ઘટનાની રાષ્ટ્રપતિ ટ્રમ્પ કે તેમની રેલી પર કોઈ અસર થઈ નથી. ધરપકડ સમયે ટ્રમ્પ રેલીમાં પહોંચ્યા નહતા. પોલીસે જણાવ્યું હતું કે તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો કારણ કે તે 2 જાન્યુઆરી, 2025 ના રોજ કોર્ટમાં હાજર થવાનો છે. આ કેસમાં પોલીસે કહ્યું કે અમને ખબર છે કે અમે કંઇક ખરાબ થતું અટકાવ્યું છે.

આ પણ વાંચો : બ્રાઝિલમાં વિનાશકારી વાવાઝોડું, 7 નાં મોત, લાખો લોકો બેઘર થયાં

Tags :
Advertisement

.