ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Assam: ગેંગરેપનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગ્યો અને...

આસામના ધિંગ ગેંગરેપ કેસમાં ચોંકાવનારો વળાંક આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગીને તળાવમાં કુદ્યો તળાવમાં ડૂબી જવાથી આરોપીનું મોત Assam : આસામ (Assam) ના ધિંગ ગેંગરેપ કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. ધિંગ ગેંગરેપ કેસના મુખ્ય આરોપી તફજુલ ઈસ્લામનું મોત થયું છે....
09:09 AM Aug 24, 2024 IST | Vipul Pandya
Assam Thing gangrape case pc google

Assam : આસામ (Assam) ના ધિંગ ગેંગરેપ કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. ધિંગ ગેંગરેપ કેસના મુખ્ય આરોપી તફજુલ ઈસ્લામનું મોત થયું છે. ગુનાનો ક્રાઇમ સીન રીક્રીએટ કરવા માટે પોલીસ આજે સવારે 4 વાગ્યે આરોપીને ક્રાઈમ સીન પર લઈ જઈ રહી હતી. આ દરમિયાન તેણે તળાવમાં કૂદીને પોલીસ કસ્ટડીમાંથી બચવાનો પ્રયાસ કર્યો હતો. 2 કલાક સુધી ચાલેલા સઘન બચાવ અભિયાન બાદ આરોપીનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઇસ્લામ ગુનાની જગ્યા નજીકના તળાવમાં કુદ્યો

પોલીસના જણાવ્યા અનુસાર, આજે સવારે 4 વાગ્યે તપાસ દરમિયાન ઇસ્લામે ગુનાની જગ્યા નજીકના તળાવમાં કૂદીને પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેના ડૂબી જવાની શક્યતાને કારણે પોલીસે તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. બે કલાક બાદ રેસ્ક્યુ ટીમે પાણીમાંથી ઈસ્લામનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

આ પણ વાંચો---Attack: કોલકાતામાં ગુંડારાજ, આ અભિનેત્રી પર કરાયો હુમલો

ગેંગ રેપમાં સામેલ ત્રીજો આરોપી હતો

સઘન તપાસ બાદ પોલીસે શુક્રવારે જ ઈસ્લામની ધરપકડ કરી હતી. તેની ઓળખ ગેંગ રેપમાં સામેલ ત્રીજા આરોપી તરીકે થઈ હતી. બીજી તરફ આ કૃત્યમાં સંડોવાયેલા અન્ય બે ગુનેગારોની શોધખોળ ચાલુ છે. નાગાંવના એસપી સ્વપ્નિલ ડેકાએ કહ્યું, 'પોલીસે આ કેસમાં અગાઉ પણ તેની ધરપકડ કરી હતી. ગઈકાલે રાત્રે જ્યારે પોલીસની ટીમ તેને તપાસ માટે ઘટનાસ્થળે લઈ ગઈ ત્યારે મુખ્ય આરોપી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને સ્થળની નજીક સ્થિત તળાવમાં કૂદી ગયો હતો. અમારા પોલીસ કર્મચારીઓ સર્ચ ઓપરેશનમાં રોકાયેલા હતા અને SDRF ટીમની મદદથી અમે આજે સવારે તળાવમાંથી તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

સગીરા ટ્યુશનથી પરત ફરી રહી હતી

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ધીંગ વિસ્તારમાં બની જ્યારે સગીરા ગુરુવારે સાંજે ટ્યુશનથી ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન રસ્તામાં ત્રણ લોકોએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. સગીરા બેભાન અવસ્થામાં રોડ કિનારે મળી આવી હતી. જે બાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો---Kolkata ની ઘટનાના નરાધમની પ્રથમ તસવીર આવી સામે

લોકો રસ્તા પર ઉતરી આવ્યા

દરમિયાન, શુક્રવારે સવારે સમાજના વિવિધ વર્ગના લોકો ગુનેગારોની ધરપકડની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ઘટનાને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. વિદ્યાર્થી સંઘે બંધનું એલાન આપ્યું હતું અને સામાજિક અને રાજકીય સંગઠનોએ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અને મહિલાઓ અને છોકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી.

મુખ્યમંત્રીએ પણ પોસ્ટ કરી હતી

મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ કહ્યું કે, 'ધીંગમાં એક સગીરા સાથે બનેલી ભયાનક ઘટના માનવતા વિરુદ્ધનો ગુનો છે અને આપણા બધાના અંતરાત્માને હચમચાવી નાખ્યો છે.' શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું હતું કે, 'અમે કોઈને બક્ષશું નહીં અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવીશું. મેં આસામ પોલીસના પોલીસ મહાનિર્દેશકને સ્થળની મુલાકાત લેવા અને આવા રાક્ષસો સામે ત્વરિત કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો----Assam rape case: આસામમાં સગીરા સાથે હૈવાનિયત! સ્થાનિક લોકો રસ્તા પર ઉતાર્યા

Tags :
accusedAssampolice custodyTafjul IslamThing gangrape case
Next Article