Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Asian Games, Indian Hockey Team : ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ... જાપાનને હરાવીને ગોલ્ડ જીત્યો, પેરિસ ઓલિમ્પિકની ટિકિટ મેળવી

ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. શુક્રવારે (6 ઓક્ટોબર) રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાનને 5-1થી હરાવ્યું હતું. ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે સૌથી વધુ બે ગોલ કર્યા હતા. જ્યારે...
asian games  indian hockey team   ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ    જાપાનને હરાવીને ગોલ્ડ જીત્યો  પેરિસ ઓલિમ્પિકની ટિકિટ મેળવી

ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. શુક્રવારે (6 ઓક્ટોબર) રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાનને 5-1થી હરાવ્યું હતું. ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે સૌથી વધુ બે ગોલ કર્યા હતા. જ્યારે મનપ્રીત સિંહ, અભિષેક અને અમિત રોહિદાસે એક-એક ગોલ કર્યા હતા. જાપાન માટે એકમાત્ર ગોલ સેરેન તનાકાએ કર્યો હતો. આ જીત સાથે ભારતીય હોકી ટીમે આવતા વર્ષે પેરિસ ઓલિમ્પિકની ટિકિટ મેળવી લીધી છે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી રમાશે.

Advertisement

અંતિમ મેચ દરમિયાન, પ્રથમ ક્વાર્ટરમાં કોઈપણ ટીમ દ્વારા કોઈ ગોલ થઈ શક્યો ન હતો. લાંબી રાહ જોયા બાદ ભારત રમતની 25 મી મિનિટે ગોલ કરવામાં સફળ રહ્યું હતું. ભારત માટે આ ગોલ મનપ્રીત સિંહે કર્યો હતો. હાફ ટાઈમ સુધી ભારત 1-0 થી આગળ હતું. ત્યારબાદ ત્રીજા ક્વાર્ટરમાં ભારતે સતત બે ગોલ કર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત સિંહે 32 મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. ત્યારબાદ ચાર મિનિટ બાદ (36મી મિનિટે) અમિત રોહિદાસે પણ પેનલ્ટી કોર્નર પરથી ગોલ કર્યો હતો.

Advertisement

આ પછી ચોથા ક્વાર્ટરમાં પણ ભારતે બે ગોલ કર્યા હતા. પ્રથમ 48 મી મિનિટમાં અભિષેકે શાનદાર ફિલ્ડ ગોલ કર્યો હતો. જોકે, સેરેન તનાકાએ 51મી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી સ્કોર 4-1 કર્યો હતો. ત્યારપછી હરમનપ્રીતે 59મી મિનિટે પેનલ્ટી કોર્નરથી શાનદાર ગોલ કરીને ભારતને 5-1 થી શાનદાર જીત અપાવી હતી.

ભારતે ચોથી વખત ગોલ્ડ જીત્યો

Advertisement

ભારતીય ટીમે એશિયન ગેમ્સમાં ચોથી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા તેણે 1966, 1998 અને 2014 માં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય ભારતીય હોકી ટીમે 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ પણ જીત્યા છે. ભારત અને જાપાન વચ્ચે 2013 થી અત્યાર સુધી 28 મેચ રમાઈ છે જેમાંથી ભારતે 23 મેચ જીતી છે. જ્યારે જાપાને ત્રણ મેચ જીતી હતી અને બે મેચ ડ્રો રહી હતી. આ પહેલા ભારતે પૂલ સ્ટેજમાં પણ જાપાનને 4-2થી હરાવ્યું હતું. જો જોવામાં આવે તો આ એશિયન ગેમ્સમાં ભારત એક પણ મેચ હાર્યું નથી.

પૂલ તબક્કામાં ભારતે 58 ગોલ કર્યા અને માત્ર 5 માં હારનો સામનો કરવો પડ્યો. ભારતે સેમિફાઇનલ મેચમાં દક્ષિણ કોરિયાને 5-3 થી હરાવ્યું હતું. ભારતે પૂલ સ્ટેજમાં જાપાનને 4-2 થી હરાવ્યું હતું. પદકવીર ભારતીય હોકી ટીમઃ હરમનપ્રીત સિંહ (કેપ્ટન), પીઆર શ્રીજેશ (ગોલકીપર), કૃષ્ણ પાઠક (ગોલકીપર), વરુણ કુમાર, અમિત રોહિદાસ, જર્મનપ્રીત સિંહ, સંજય, સુમિત, નીલકાંત શર્મા, હાર્દિક સિંહ (વાઈસ-કેપ્ટન), મનપ્રીત સિંહ, વિવેક સાગર પ્રસાદ, શમશેર સિંહ, અભિષેક, ગુરજંત સિંહ, મનદીપ સિંહ, સુખજીત સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય.

આ પણ વાંચો : Asian Games 2023 : ભારત 100 મેડલ જીતવાની નજીક, અત્યાર સુધીનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન

Tags :
Advertisement

.