Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Asian Games 2023 : ટીમ ઈન્ડિયાએ નેપાળને 23 રને હરાવી સેમીફાઈનલમાં બનાવી જગ્યા

Asian Games 2023 માં ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમની પ્રથમ મેચ નેપાળ સામે રમાઈ જેમા ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે.  ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતે નેપાળને 23 રને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 202...
asian games 2023   ટીમ ઈન્ડિયાએ નેપાળને 23 રને હરાવી સેમીફાઈનલમાં બનાવી જગ્યા

Asian Games 2023 માં ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમની પ્રથમ મેચ નેપાળ સામે રમાઈ જેમા ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે.  ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતે નેપાળને 23 રને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 202 રન બનાવ્યા હતા. જવાબમાં નેપાળની ટીમ 179 રન જ બનાવી શકી હતી.

Advertisement

ભારતીય ક્રિકેટ ટીમે નેપાળને 23 રને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો

એશિયન ગેમ્સ 2023 માં ભારતીય ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમે નેપાળને 23 રને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 100 રન બનાવ્યા હતા. જયસ્વાલે તોફાની ઇનિંગ્સ રમીને ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા. અહીં તમને એ પણ જણાવી દઇએ કે, ભારત ભલે અહીં મેચ જીતી ગયું હોય પરંતુ નેપાળની ટીમે પોતાની રમતથી દિલ જીતી લીધું છે. તેણે 200 ને પાર કરવાનો ટાર્ગેટ હાંસલ કરવા માટે હિંમતભરી રમત બતાવી હતી. વિશ્વની મોટી અને અનુભવી ટીમો આવા મોટા લક્ષ્યોનો પીછો કરતી વખતે ઘણીવાર દબાણમાં આવી જાય છે, પરંતુ નેપાળે અંત સુધી હાર ન માનીને ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા.

Advertisement

જયસ્વાલે શાનદાર બેટિંગ કરતા ફટકારી સદી
આ મેચની વાત કરીએ તો ભારત માટે યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ (25)ની જોડીએ 10મી ઓવર સુધી બેટિંગ કરીને 103 રનની ભાગીદારી કરી હતી. જો કે, અહીં ઋતુરાજ માત્ર 25 રન બનાવીને જયસ્વાલને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો, જ્યારે જયસ્વાલે રનરેટ વધારવાની જવાબદારી લીધી હતી. ગાયકવાડના આઉટ થયા બાદ તિલક વર્મા (2) અને જીતેશ શર્મા (5) કંઈ ખાસ કરી શક્યા ન હતા. પરંતુ આ પછી શિવમ દુબે (25*) એ જયસ્વાલને સપોર્ટ કર્યો. ઈનિંગની 17મી ઓવરમાં પોતાની સદી પૂરી કર્યા બાદ જયસ્વાલ આઉટ થયો હતો અને અહીંથી રિંકુ સિંહ ક્રિઝ પર આવ્યો હતો અને પોતાની વિસ્ફોટક શૈલીમાં ભારતના સ્કોરને 200ની પાર લઈ ગયો હતો.
નેપાળની કેવી રહી શરૂઆત ?
203 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા આવેલી નેપાળની ટીમની શરૂઆત બહુ સારી રહી ન હતી અને 29 રનના કુલ સ્કોર પર તેણે પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કુશલ ભુર્તેલ (32)ને ડેબ્યૂ કરી રહેલા સાઈ કિશોરે આઉટ કર્યો હતો. રવિ બિશ્નોઈએ તેની એક જ ઓવરમાં બે વિકેટ લઈને તેને બેકફૂટ પર ધકેલી દીધો, જ્યારે તેણે કુશલ મલ્લા (29) અને કેપ્ટન રોહિત પૌડેલ (3)ને પોતાનો શિકાર બનાવ્યો. આ પછી દીપેન્દ્ર સિંહ એરીએ પોતાની નીડર શૈલી ચાલુ રાખી અને 15 બોલની ઈનિંગમાં 4 છગ્ગાની મદદથી ટીમનો સ્કોર 122 સુધી પહોંચાડ્યો. આ સ્કોર પર તે રવિ બિશ્નોઈનો ત્રીજો શિકાર બન્યો હતો. તેના પછી સંદીપ જોરાએ 12 બોલમાં 3 સિક્સરની મદદથી 29 રન બનાવ્યા હતા. પરંતુ તે અર્શદીપના ધીમા બોલમાં ફસાઈ ગયો અને આઉટ થતા જ નેપાળની આશાઓ પર પાણી ફરી વળ્યું.

આ પણ વાંચો - Asian Games : નેપાળ વિરુદ્ધ Yashasvi Jaiswal ની શાનદાર સદી, મેદાનમાં જોવા મળ્યો ચોક્કા-છક્કાનો વરસાદ

Advertisement

આ પણ વાંચો - એશિયન ગેમ્સ 2023: દિવસ 9 લાઇવમાં મહિલા સ્ટેપલચેજમાં ભારતે જીત્યા 2 મેડલ, ભારતીય પુરુષ હોકી ટીમે બાંગ્લાદેશ સામે 12-0થી વિજય

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.