ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એશિયન ગેમ્સ 2023: દિવસ 9 લાઇવમાં મહિલા સ્ટેપલચેજમાં ભારતે જીત્યા 2 મેડલ, ભારતીય પુરુષ હોકી ટીમે બાંગ્લાદેશ સામે 12-0થી વિજય

એશિયન ગેમ્સ 2023ના 9માં દિવસ ભારતની સંજના, કાર્તિકા, હિરલ, આરતીએ મહિલા સ્પીડ સ્કેટિંગની 3000 મીટરની રિલે રેસમાં 4:34.861ના સમય સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.ત્યાર બાદ ભારતીય પુરુષ ટીમે પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.ભારતે હોકીમાં બાંગ્લાદેશને 12-0થી હરાવ્યું છે. આ જીતની...
07:06 PM Oct 02, 2023 IST | Hardik Shah

એશિયન ગેમ્સ 2023ના 9માં દિવસ ભારતની સંજના, કાર્તિકા, હિરલ, આરતીએ મહિલા સ્પીડ સ્કેટિંગની 3000 મીટરની રિલે રેસમાં 4:34.861ના સમય સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.ત્યાર બાદ ભારતીય પુરુષ ટીમે પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.ભારતે હોકીમાં બાંગ્લાદેશને 12-0થી હરાવ્યું છે. આ જીતની સાથે જ ભારતીય ટીમ હોકી સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહ અને મનદી સિંહે 3-3 ગોલ કર્યા હતા.સાથે જ અભિષેકે 2 ગોલ અને નીલકાંત શર્મા, અમિત રોહિદાસ, ગુરજંત સિંહ અને લલિત ઉપાધ્યાયે 1-1 ગોલ કર્યા હતા.

મહિલા સ્ટેપલચેજમાં ભારત બે મેડલ

મહિલા સ્ટેપલચેજમાં ભારત બે મેડલ જીતવામાં સફળ રહ્યું છે. પારુલ ચૌધરીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. જ્યારે હરમનપ્રીતિ સિંહે અંતિમ ક્ષણોમાં બહેરીનની ખેલાડીને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

રોલર સ્કેટિંગમાં અને ટેનિસ ટેનિસમાં ભારતે જીત્યો બ્રોન્ઝ

ભારતની સંજના, કાર્તિકા, હિરલ અને આરતીની જોડીએ મહિલાઓની સ્પીડ સ્કેટિંગની 3000 મીટરની રિલે રેસમાં 4:34.861ના સમય સાથે ત્રીજા સ્થાને રહી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ તાઈવાને અને સિલ્વર મેડલ સાઉથ કોરિયાએ જીત્યો હતો.સુતીર્થા મુખર્જી અને અહિકા મુખર્જીએ ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ જીત્યો છે. સુતીર્થા-અહિકા એશિયન ગેમ્સમાં ટેબલ ટેનિસ મહિલા ડબલ્સ સ્પર્ધામાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય જોડી બની છે. સુતીર્થા-અહિકા મુખર્જીનો સેમિ ફાઇનલમાં ઉત્તર કોરિયાના સુયોંગ ચા અને સુયોંગ પાક સામે 4-3 થી પરાજય થયો હતો. આ હાર છતાં સુતીર્થા-અહિકા ઈતિહાસ રચવામાં સફળ રહ્યા હતા.

ભારતીય કમ્પાઉન્ડ તીરંદાજ ક્વાર્ટર ફાઇનલમાં,ટેબલ ટેનિસ મહિલા ડબલ્સ- ભારતીય જોડીનો સેમિ ફાઇનલમાં પરાજય

ભારતના ચાર કમ્પાઉન્ડ તીરંદાજો (જ્યોતિ, અદિતિ, અભિષેક અને ઓજસ) ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશી ચૂક્યા છે. સેમિ ફાઈનલમાં ભારતની દિગ્ગજ ખેલાડીઓ જ્યોતિ સુરેખા અને અદિતિ આમને-સામને ટકરાશે.ટેબલ ટેનિસમાં ઉત્તર કોરિયાની જોડીએ ભારતીય જોડીને 4-3થી પરાજય આપ્યો હતો. ભારતીય જોડીએ આખી મેચમાં જોરદાર લડત આપી હતી પરંતુ છેલ્લી ગેમમાં ઉત્તર કોરિયાની જોડીએ પૂરી તાકાત લગાવીને એકતરફી અંદાજમાં ગેમ જીતી લીધી હતી. ભારત આ મેચમાં 11-7, 8-11, 11-7, 8-11, 9-11, 11-5, 2-11થી હાર્યું હતુ. ભારતીય જોડીએ બ્રોન્ઝથી સંતોષ કરવો પડ્યો છે.

આ પણ વાંચો---ASIAN GAMES 2023 : ભારતે 9માં દિવસની શરૂઆત બ્રોન્ઝ મેડલ જીતીને કરી

Next Article