Asian Games 2023 : સ્ક્વોશમાં ભારતે રચ્યો ઈતિહાસ, પાકિસ્તાનને હરાવી જીત્યો ગોલ્ડ મેડલ
Asian Games 2023માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે Asian Games 2023ના 7મા દિવસે બીજો ગોલ્ડ મેડલ ભારતીય પુરૂષ સ્ક્વોશ ટીમે જીત્યો છે. આ ભારતનો એકંદરે 10મો ગોલ્ડ છે. શનિવારે રોહન બોપન્ના અને રૂતુજા ભોંસલેની જોડીએ ટેનિસમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટેનિસ મિક્સ્ડ ડબલ્સ ઈવેન્ટમાં આ ભારતીય જોડીએ ચાઈનીઝ તાઈપેઈની જોડીને 2-1થી હરાવી હતી.
ભારતે દસમો ગોલ્ડ મેડલ જીત્યો
ભારતે શનિવારે (30 સપ્ટેમ્બર) એશિયન ગેમ્સ 2023ની સાતમી સ્ક્વોશ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને આ ગેમ્સમાં તેનો દસમો ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે ભારતના કુલ મેડલની સંખ્યા વધીને 36 થઈ ગઈ છે અને તે મેડલ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે. અગાઉ, રોહન બોપન્ના અને રુતુજા ભોસલેની જોડીએ ભારત માટે મિક્સ્ડ ડબલ્સ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને આ ગેમ્સનો નવમો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલા ભારતીય શૂટર્સ સરબજોત સિંહ અને દિવ્યા થડીગોલે એશિયન ગેમ્સ 2023માં મેડલ સ્પર્ધાના 7મા દિવસે દેશને પહેલો મેડલ અપાવ્યો હતો. તેણે 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો, જે એશિયન ગેમ્સ 2023માં રમતમાંથી જીતનાર 19મો મેડલ હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે