Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Asian Champions Trophy: ભારતીય હોકી ટીમે રચ્યો ઇતિહાસ! 5 વાર બની ચેમ્પિયન્સ

ભારતીય હોકી ટીમે રચ્યો ઇતિહાસ ભારતે ફાઇનલમાં ચીનને 1-0થી હરાવ્યું છેલ્લા ક્વાર્ટરમાં શાનદાર ગોલ કર્યો Asian Champions Trophy:ભારતે ફાઇનલમાં ચીનને 1-0થી હરાવીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી (Asian Champions Trophy)2024નો ખિતાબ જીતી લીધો છે. પ્રથમ ત્રણ ક્વાર્ટર ગોલ રહિત રહ્યા બાદ...
asian champions trophy  ભારતીય હોકી ટીમે રચ્યો ઇતિહાસ  5 વાર બની ચેમ્પિયન્સ
  • ભારતીય હોકી ટીમે રચ્યો ઇતિહાસ
  • ભારતે ફાઇનલમાં ચીનને 1-0થી હરાવ્યું
  • છેલ્લા ક્વાર્ટરમાં શાનદાર ગોલ કર્યો

Asian Champions Trophy:ભારતે ફાઇનલમાં ચીનને 1-0થી હરાવીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી (Asian Champions Trophy)2024નો ખિતાબ જીતી લીધો છે. પ્રથમ ત્રણ ક્વાર્ટર ગોલ રહિત રહ્યા બાદ આખરે ટીમ ઈન્ડિયાએ ચોથા અને છેલ્લા ક્વાર્ટરમાં શાનદાર ગોલ કરીને 1-0ની સરસાઈ મેળવી લીધી હતી જે અંત સુધી ટકી હતી. મેચનો એકમાત્ર ગોલ ભારતના જુગરાજે કર્યો હતો. ઈતિહાસમાં આ પાંચમી વખત છે જ્યારે ભારતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે.

Advertisement

ભારતનો એકમાત્ર ગોલ 51મી મિનિટે થયો

મેચમાં ભારતનો એકમાત્ર ગોલ 51મી મિનિટે થયો હતો, જ્યાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે જુગરાજને પાસ કર્યો હતો અને તેણે બોલને ગોલ પોસ્ટમાં ધકેલીને શાનદાર ગોલ કર્યો હતો. અંતિમ ક્ષણોમાં ચીનના ખેલાડીઓએ લાંબા સમય સુધી બોલ પર કબજો જમાવ્યો હતો, પરંતુ ભારતનું ડિફેન્સ પણ શાનદાર હતું.

Advertisement

આ પણ  વાંચો - ICCની મોટી જાહેરાત, T20 વર્લ્ડકપ વિજેતા ટીમને મળશે આટલા રૂપિયા!

પ્રથમ ત્રણ ક્વાર્ટર સુધી બંને ટીમો તરફથી કોઈ ગોલ થયો ન હતો.

પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમના કોઈપણ ખેલાડી ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ભારતે ગોલ કરવાની તકો ઉભી કરી હતી, પરંતુ ટીમ ગોલ કરવામાં સફળ રહી ન હતી. ભારતને પેનલ્ટી કોર્નર પણ મળ્યો હતો. પરંતુ ભારતીય હોકી ટીમ તેનો ફાયદો ઉઠાવી શકી નથી. બીજા ક્વાર્ટરમાં પણ બંને ટીમો તરફથી કોઈ ગોલ થયો ન હતો. આ ક્વાર્ટરમાં ચીનના ડિફેન્સે સારું પ્રદર્શન કર્યું અને ભારતીય ખેલાડીઓને રોકી રાખ્યા. ત્રીજા ક્વાર્ટરમાં ચીને ગોલ કરવા માટે અનેક હુમલા કર્યા, પરંતુ તેમાંથી એક પણ ભારતીય ગોલકીપર ક્રિષ્ના પાઠક સુધી પહોંચી શક્યું નહીં.

Advertisement

આ પણ  વાંચો - Arjun Tendulkar :સચિન તેંડુલકરના પુત્રએ કર્યો કમાલ! 9 વિકેટ લઈને ટીમને અપાવી જીત

ભારતે ક્યારે ખિતાબ જીત્યો?

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 2011માં થઈ હતી, જ્યાં ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને ટાઈટલ જીત્યું હતું. જે બાદ 2016માં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને 3-2થી હરાવી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. 2018માં ભારત અને પાકિસ્તાનને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. 2023માં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે મલેશિયાને 4-3થી હરાવીને ચોથી વખત આ ટ્રોફી જીતી હતી.

Tags :
Advertisement

.