ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Asia Cup 2024: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીને મળી કપ્તાની

એશિયા કપ 2024 માટે ભારતીય A ટીમની જાહેરાત મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન તિલક વર્મા બન્યો કેપ્ટન આ ટુર્નામેન્ટ ઓમાનમાં આયોજન કરવામાં આવ્યું છે Asia Cup 2024: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઇમર્જિંગ Asia Cup 2024 માટે ભારતીય A ટીમની જાહેરાત કરી...
08:40 AM Oct 13, 2024 IST | Hiren Dave

Asia Cup 2024: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઇમર્જિંગ Asia Cup 2024 માટે ભારતીય A ટીમની જાહેરાત કરી છે. ટૂર્નામેન્ટની કપ્તાની મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન તિલક વર્માને આપવામાં આવી છે. તેમના સિવાય બોર્ડે આ ટૂર્નામેન્ટ માટે ઘણા યુવા ખેલાડીઓને પણ તક આપી છે. આ ટૂર્નામેન્ટમાં ઘણા એવા ખેલાડીઓ હશે જે પહેલીવાર ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે. આ ટુર્નામેન્ટ 18 ઓક્ટોબરથી શરૂ થવાની છે જ્યારે છેલ્લી મેચ 27 ઓક્ટોબરે રમાશે. ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ ઓમાનમાં યોજાવાની છે.

 

ટીમ ઈન્ડિયા ફાઇનલમાં હારી ગઈ હતી

ઓપનર અભિષેક શર્મા બીજી વખત ઇમર્જિંગ એશિયા કપ 2024માં ભાગ લેશે. એશિયા કપ 2023માં અભિષેક શર્મા, સાઈ સુદર્શન ઉપરાંત હર્ષિત રાણાને પણ તક આપવામાં આવી હતી. યુવા ટીમે શાનદાર પ્રદર્શન કરી ટાઈટલ જીત્યું હતું. છેલ્લી વખત ભારતની કપ્તાની યશ ધુલે સંભાળી હતી. જો કે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે ટાઈટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ભારતીય ટીમે આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો -Indian Team:T20 માં ભારતનો દબદબો, નવા રેકોર્ડ સાથે નંબર-1 પર

ઘણા યુવા ખેલાડીઓને તક મળે છે

આ વખતે બોર્ડે ઘણા યુવા ખેલાડીઓને તક આપી છે, જેમાં આયુષ બદોની સિવાય અનુજ રાવત, રમનદીપ સિંહ, નેહલ વાઢેરા, આકિબ ખાન વૈભવ અરોરા જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.આ ખેલાડીઓ સિવાય અભિષેક શર્મા પણ આ ટૂર્નામેન્ટમાં પોતાની આગવી ઓળખ બનાવશે. હાલમાં જ તેને બાંગ્લાદેશ સામે રમાયેલી 3 મેચની T-20 શ્રેણીમાં તક મળી હતી. પરંતુ તે ત્રણેય મેચમાં ખરાબ પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો. હવે ફરી એકવાર અભિષેક પાસે તેની પ્રતિભા દર્શાવવાની સુવર્ણ તક છે.આ વખતે તમામની નજર લખનૌ સુપર જાયન્ટ્સના બેટ્સમેન આયુષ બદોની પર પણ રહેશે, જેણે IPL 2024 સિવાય દિલ્હી પ્રીમિયર લીગ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો -NCP ના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં થઈ હત્યા, પોલીસે ત્રણ લોકોની કરી ધરપકડ

એશિયા કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની ટીમ

તિલક વર્મા (કેપ્ટન), અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, આયુષ બદોની, નિશાંત સિંધુ, રમનદીપ સિંહ, અનુજ રાવત, નેહલ વાઢેરા, અંશુલ કંબોજ, હૃતિક શૌકીન, વૈભવ અરોરા, રસિક સલામ, સાઈ કિશોર, રાહુલ ચાહર, આકિબ ખાન.

 

Tags :
india announcedSportsT20 Emerging Asia Cup 2024Team IndiaTilak Varma
Next Article