Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અશ્વિનની શાનદાર બોલિંગે ભારતને અપાવી જીત, ભારતે 23મી વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. તેણે આ મેચ એક ઇનિંગ્સ અને 141 રનથી જીતી લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં સારી શરૂઆત કરી છે. ભારતે વેસ્ટ...
અશ્વિનની શાનદાર બોલિંગે ભારતને અપાવી જીત  ભારતે 23મી વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. તેણે આ મેચ એક ઇનિંગ્સ અને 141 રનથી જીતી લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં સારી શરૂઆત કરી છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ઈતિહાસમાં 23મી જીત હાંસલ કરી છે. ભારતે ઓસ્ટ્રેલિયા (32) અને ઈંગ્લેન્ડ (31) સામે જ વધુ ટેસ્ટ જીતી છે. તેણે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાને 22-22 મેચમાં હરાવ્યું છે.મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે પ્રથમ દાવમાં પાંચ વિકેટે 429 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને 271 રનની લીડ મળી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ બીજા દાવમાં 130 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ મેચ જીતી લીધી હતી. આ જીત સાથે રોહિત શર્માની ટીમ સિરીઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી મેચ 20 જુલાઈથી ત્રિનિદાદમાં રમાશે. ભારતની એશિયા બહાર ઇનિંગ્સના માર્જિનથી સૌથી મોટી જીત છે.ભારત એશિયા બહાર ઇનિંગ્સના માર્જિનથી જીત્યુંકોણી સામે                        ક્યાં                      વર્ષ          જીતઓસ્ટ્રેલિયા                        સિડની              1978        ઇનિંગ્સ અને બે રનઈંગ્લેન્ડ                              હેડિંગ્લે              2002       ઇનિંગ્સ અને 46 રનઝિમ્બાબ્વે                         બુલાવાયો          2005       ઇનિંગ્સ અને 90 રનવેસ્ટ ઈન્ડિઝ                      નોર્થ સાઉન્ડ       2016       ઇનિંગ્સ અને 92 રનવેસ્ટ ઈન્ડિઝ                      ડોમિનિકા          2023       ઈનિંગ્સ અને 141 રનયશસ્વી પ્લેયર ઓફ ધ મેચભારત તરફથી મેચમાં યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ સદીની ઇનિંગ્સ રમી હતી. વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાને માત્ર એક જ દાવમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. બોલિંગમાં ટીમ ઈન્ડિયા માટે રવિચંદ્રન અશ્વિને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પ્રથમ દાવમાં પાંચ અને બીજી ઈનિંગમાં સાત વિકેટ ઝડપી હતી. યશસ્વીને પ્રથમ દાવમાં 171 રન બનાવવા બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.અશ્વિને ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતીઅશ્વિને આ મેચમાં કુલ 12 વિકેટ લીધી હતી. તેણે ભારત માટે આઠમી વખત એક મેચમાં 10 કે તેથી વધુ વિકેટ લીધી છે. આ કિસ્સામાં અશ્વિને અનિલ કુંબલે (આઠ)ની બરાબરી કરી હતી. હરભજન સિંહે પાંચ વખત મેચમાં 10 કે તેથી વધુ વિકેટ લીધી હતી. આ સિવાય અશ્વિને વેસ્ટ ઈન્ડિઝ સામે છઠ્ઠી વખત ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી હતી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટમાં આવું કરનાર તે બીજો બોલર બન્યો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર માલ્કમ માર્શલને પાછળ છોડી દીધો. હરભજન સિંહે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટમાં પાંચ વખત એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી હતી.ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરખેલાડી                                        વિકેટકપિલ દેવ                                      89માલ્કમ માર્શલ                               76અનિલ કુંબલે                                 74રવિચંદ્રન અશ્વિન                            72શ્રીનિવાસ વેંકટરાઘવન                   68બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો રન કરી શક્યા ન હતાબીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝનો કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહોતો. તેના તરફથી એલીક નાથાનેગે સૌથી વધુ 28 રન બનાવ્યા હતા. જેસન હોલ્ડરે અણનમ 20 રન બનાવ્યા હતા. જોમેલ વોરિકન 18, અલ્ઝારી જોસેફે 13 અને જોશુઆ ડી સિલ્વા 13 રન બનાવીને આઉટ થયા હતા. રેમન રેફરે 11 રન બનાવ્યા હતા. ક્રેગ બ્રેથવેટ અને તેજનારીન ચંદ્રપોલ સાત-સાત રન બનાવીને આઉટ થયા હતા. જર્માઈન બ્લેકવુડ પાંચ અને રહકીમ કોર્નવોલ માત્ર ચાર રન બનાવી શક્યા હતા. કેમાર રોચ પોતાનું ખાતું ખોલાવી શક્યો ન હતો. ભારત તરફથી અશ્વિન સિવાય રવિન્દ્ર જાડેજાએ બે વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજને પણ સફળતા મળી હતી.યશસ્વી ઉપરાંત રોહિત અને કોહલીએ સારી બેટિંગ કરી હતીઆ પહેલા પ્રથમ દાવમાં ભારત તરફથી યશસ્વી જયસ્વાલ, કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ્સ રમી હતી. યશસ્વીએ 171 રન બનાવ્યા હતા. આ તેની ડેબ્યૂ ટેસ્ટ હતી. આ સાથે જ કેપ્ટન રોહિતે 104 રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી સદી ફટકારી શક્યો ન હતો અને 76 રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજા 37 અને ઈશાન કિશન એક રન બનાવીને અણનમ રહ્યા હતા. શુભમન ગીલે છ અને અજિંક્ય રહાણેએ ત્રણ રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેમાર રોચ, અલઝારી જોસેફ, રહકીમ કોર્નવોલ, જોમેલ વોરિકન અને એલિક એથાનેગે એક-એક વિકેટ લીધી હતી.

Advertisement

આ પણ વાંચો – આ શું? માત્ર 24 કલાકમાં જ Tamim Iqbal એ સન્યાસના નિર્ણય પર લીધો U Turn

આ પણ વાંચો – MS Dhoni Birthday: MS ધોની જે બેટથી બન્યા હતા વિશ્વના નંબર 1, તે બેટ તેમને કોને આપી દીધું? વાંચો આ અહેવાલ…

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.