Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ashwini Vaishnaw એ ભારતમાં બનેલા સૌથી ઉંચા રેલવે બ્રિજનો વીડિયો કર્યો શેર

રેલવે મંત્રી Ashwini Vaishnaw એ Chenab bridge નો વીડિયો શેર કર્યો અત્યાર સુધીમાં આ વીડિયોને 3 લાખ લોકોએ નિહાળ્યો ચેનાબ નદી પર 1,178 ફૂટની ઉંચાઈ પર બનેલો છે Chenab bridge Viral Video : ભારતની અંદર વિશ્વનો સૌથી મોટો રેલ...
ashwini vaishnaw એ ભારતમાં બનેલા સૌથી ઉંચા રેલવે બ્રિજનો વીડિયો કર્યો શેર
  • રેલવે મંત્રી Ashwini Vaishnaw એ Chenab bridge નો વીડિયો શેર કર્યો
  • અત્યાર સુધીમાં આ વીડિયોને 3 લાખ લોકોએ નિહાળ્યો
  • ચેનાબ નદી પર 1,178 ફૂટની ઉંચાઈ પર બનેલો છે

Chenab bridge Viral Video : ભારતની અંદર વિશ્વનો સૌથી મોટો રેલ બ્રિજ જમ્મુ-કાશ્મીરમાં તૈયાર કરવામાં આવ્યો છે. તો પુલનું નામ ચેનાબ રેલ્વે બ્રિજ છે. તે ઉપરાંત આ પુલ પર રેલવે માટે ટ્રાયલ હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં ટ્રેનોની અવરજવર માટે તૈયાર થઈ જશે. ત્યારે આ પુલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વીડિયો રેલવે મંત્રી Ashwini Vaishnaw એ ખુદ શરૂ કર્યો છે.

Advertisement

અત્યાર સુધીમાં આ વીડિયોને 3 લાખ લોકોએ નિહાળ્યો

રેલવે મંત્રી Ashwini Vaishnaw એ Chenab bridge નો વીડિયો શેર કર્યો છે. અને વીડિયો શેર કરતી વખતે રેલ્વે મંત્ Ashwini Vaishnaw એ X પર કેપ્શન લખ્યું છે કે "હેલિકોપ્ટર શૉટ - ચેનાબ બ્રિજ. ત્યારે આ વાયરલ વીડિયોમાં Chenab bridge ની ભવ્યતા જોઈ શકાય છે. તો વીડિયોમાં પહાડોની વચ્ચેથી વહેતી ચિનાબ નદી અને બંને બાજુના ટેકરીઓ પર બનેલો વિશાળ ચિનાબ પુલ નિહાળી શકાય છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 3 લાખ લોકોએ નિહાળ્યો છે.

આ પણ વાંચો: ક્રિકેટ સ્ટેડિયમમાં બેંગલ ટાઈગરને ભારતીયોએ સિંહ બનીને મેથીપાક આપ્યો, જુઓ વીડિયો

Advertisement

ચેનાબ નદી પર 1,178 ફૂટની ઉંચાઈ પર બનેલો છે

તે ઉપરાંત આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયા આપી છે. અને અનેક લોકોએ આ Chenab bridge ની ભવ્યતાની પ્રશંસા કરી છે. તો તમને જણાવી દઈએ કે વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ ચિનાબ રેલ્વે બ્રિજ સ્ટીલ અને આર્ચ બ્રિજ છે. આ પુલ જમ્મુ અને કાશ્મીરના જમ્મુ વિભાગના રિયાસી જિલ્લામાં બક્કલ અને કૌરીને જોડે છે. તે સિંગલ-ટ્રેક રેલ્વે લાઇન છે. આ પુલ ચેનાબ નદી પર 1,178 ફૂટની ઉંચાઈ પર બનેલો છે, તે વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે પુલ અને વિશ્વનો સૌથી ઉંચો કમાન પુલ છે.

Advertisement

આ પણ વાંચો: Indore Video : જાહેરમાં અંગ પ્રદર્શન કરતી યુવતીએ માંગી માફી, કહ્યું - ગલતી સે મિસ્ટેક હો ગઇ...

Tags :
Advertisement

.