ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બોલ માડી અંબે..! 36 વર્ષની પરંપરા મુજબ શ્રી સિદ્ધી ગૃપ પરિવાર સંઘનું  મા અંબાના ધામમાં જવા માટે પ્રયાણ

ખોરજ ગામથી પગપાળા 36 વર્ષ જૂની સંઘ લઈને ધજા સાથે મા અંબાના ધામમાં જવાની પરંપરા આજે પણ યથાવત  શ્રી સિદ્ધિ મિડીયા ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ, એમડી જસ્મીનભાઈ પટેલ અને તેમના પરિવારની વર્ષો જૂની પરંપરા મા અંબાના ધામમાં જવા માટે...
07:02 PM Sep 20, 2023 IST | Vipul Pandya

શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે શક્તિપીઠ અંબાજી. અંબાજીમાં બિરાજતા મા અંબાના દર્શન કરવાની તત્પરતા દેરક શ્રદ્ધાળુની હોય છે. મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવવાની લાગણી જ અનેરી હોય છે. દર વર્ષે ભાદરવી પૂનમે મા અંબાના દર્શન કરવા અને માતાજીના મંદિરે ધજા ચઢાવવી તેવું દરેક ભક્ત ઇચ્છતો હોય છે. છેલ્લા 36 વર્ષથી ખોરજ ગામથી સંઘ લઈને ધજા સાથે મા અંબાના ધામમાં જવાની પરંપરા આજે પણ યથાવત રહી છે.  શ્રી સિદ્ધિ મિડીયા ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ, એમડી જસ્મીનભાઈ પટેલ અને તેમના પરિવારની વર્ષો જૂની પરંપરા મુજબ સંઘે આજે પણ મા અંબાના દર્શન કરવા અંબાજી તરફ પગપાળા પ્રયાણ કર્યું હતું.
ભાદરવી પૂનમનો મેળો એટલે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશિર્વાદ મેળવવાનો લ્હાવો
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમ્યાન યોજાનાર છે. ભાદરવી પૂનમનો મેળો એટલે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશિર્વાદ મેળવવાનો લ્હાવો. માઇ ભક્તો ગરમી ઠંડી અને વરસાદની પરવા કર્યા વગર પગપાળા અંબાજી જાય છે અને મા અંબાના ધામમાં પહોંચે ત્યારે મા ના દર્શન કરીને તેમનો થાક પણ ઉતરી જાય છે. ભાદરવી પૂનમના મેળામાં લાખો પદયાત્રી પહોંચે છે.
શ્રી સિદ્ધિ મિડીયા ગ્રુપ પરિવારનું પ્રયાણ
 છેલ્લા 36 વર્ષથી ખોરજ ગામથી સંઘ લઈને ધજા સાથે મા અંબાના ધામમાં જવાની પરંપરા આજે પણ યથાવત છે. જાણીતા શ્રી સિદ્ધિ મિડીયા ગ્રુપના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ, એમડી જસ્મીનભાઈ પટેલ અને તેમના પરિવારની આ વર્ષો જૂની પરંપરા છે. મુકેશભાઇ પટેલ અને તેમનો પરિવાર પરંપરા મુજબ મા અંબાના ધામમાં જાય છે અને ધજા ચઢાવીને મા અંબાના દર્શન કરી તેમના ચરણોમાં શીશ ઝુકાવે છે.
ઢોલ નગારાના નાદ સાથે સંઘે અંબાજી તરફ પ્રયાણ કર્યું
આજે આ પરંપરા મુજબ  મા અંબાના ધામમાં જવા માટે સંઘે સાયન્સ સીટી સ્થિત સિદ્ધિ મેન્શન બંગલોથી 37 માં વર્ષે  પ્રયાણ કર્યું હતું. ઢોલ નગારાના નાદ સાથે સંઘે અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી મુકેશભાઇ પટેલે કહ્યું કે  મા અંબા ની પ્રેરણા અને શક્તિ થકી અમારી આ પરંપરા આજે પણ યથાવત છે.  અગિયારસના દિવસે સંઘ અંબાજી પહોંચશે અને બારસના દિવસે ધજાને મા અંબાના શિખર પર ચઢાવાશે.
આ પણ વાંચો----ભાદરવી પૂનમ મહામેળો 2023 : યાત્રાધામ અંબાજી ખાતે પ્રવાસન સચિવ હારિત શુક્લાના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમ મહામેળાની બેઠક યોજાઈ
Tags :
Ambajijasmin bhai patelmukesh bhai patelold traditionSri Siddhi GroupSri Siddhi media Group
Next Article