Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

National Milk Day : 26 નવેમ્બરે આણંદમાં અમૂલ ક્લીન ફ્યુઅલ રેલીનું આગમન

દેશની શ્વેત ક્રાંતિના જનક ડો. વર્ગિસ કુરિયનની આગામી 26મી નવેમ્બરે જન્મજયંતિ છે અને તેમના મહાન કાર્યોને યાદ રાખવા દેશભરમાં 26 નવેમ્બરે નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે અમૂલ ક્લીન ફ્યુઅલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી મારફતે...
national milk day   26 નવેમ્બરે આણંદમાં અમૂલ ક્લીન ફ્યુઅલ રેલીનું આગમન

દેશની શ્વેત ક્રાંતિના જનક ડો. વર્ગિસ કુરિયનની આગામી 26મી નવેમ્બરે જન્મજયંતિ છે અને તેમના મહાન કાર્યોને યાદ રાખવા દેશભરમાં 26 નવેમ્બરે નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે અમૂલ ક્લીન ફ્યુઅલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી મારફતે ડેરી ઉદ્યોગમાં તથા ભારતમાં કરોડો દૂધ ઉત્પાદકોનું જીવન સુધારવામાં ડો. કુરિયનને શ્રદ્ધાંજલિ અપાશે અને તેમના યોગદાનને બિરદાવાશે.

Advertisement

અમૂલ ડેરીના સહકારી મોડેલે ગ્રામ્ય પ્રદેશોમાં ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાનું ઉત્તમ મોડલ પુરૂ પાડયું

તાજેતરમાં ભારતમાં જી-20 સમિટનું ઈયોજન કરાયું હતું અને તેમાં ભારતે સરક્યુલર ઈકોનોમીને મુખ્ય અગ્રતા ક્ષેત્ર તરીકે અપનાવી હોવાનું અને તેમાં અમૂલ ડેરીના સહકારી મોડેલે ગ્રામ્ય પ્રદેશોમાં ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાનું ઉત્તમ મોડલ પુરૂ પાડયું હોવાની પ્રશંસા થઈ હતી. ખેડૂતોને પ્રાપ્ત થતુ પશુઓનું છાણ હવે ગ્રામ્ય સ્તરે ઓર્ગેનિક ખાતર અને બાયોગેસમાં રૂપાંતર થઈ રહ્યું છે. આ પ્રયાસને કારણે ખેડૂતોને તો બચત થઈ જ રહી છે તથા દેશને પણ મૂલ્યવાન વિદેશી હૂંડીયામણની બચત થઈ રહી છે. આવો પ્રયાસ હાથ ધરવાને કારણે દેશમાં રાસાયણિક ખાતર તથા જમીનમાંથી પ્રાપ્ત થતા બળતણનો ઉપયોગ ઘટી રહ્યો છે. છાણનાં ઉપયોગથી ખેડૂતો માટે આવકનો પર્યાવરણલક્ષી તથા ઉમદા એવો એક નવો સ્ત્રોત ઉભો થયો છે. આ પ્રક્રિયાથી ખેડૂતોનું સશક્તિકરણ તો થાય છે જ પણ સાથે સાથે દેશની ભાવિ પેઢીને તંદુરસ્ત અને પોષક ડેરી પ્રોડકટસ મળી રહી છે.

Advertisement

કાર રેલી મારફતે  નવી ક્રાંતિની સારી બાબતોનો પ્રચાર

Advertisement

આ વર્ષે અમૂલ દ્વારા રાષ્ટ્રીય સ્તરે અમૂલ ક્લીન ફયુઅલ (બાયોસીએનજી) કાર રેલી મારફતે આ નવી ક્રાંતિની સારી બાબતોનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં અમૂલને મારૂતિ સુઝુકી ઈન્ડિયાનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. દેશની અત્યંત વિશ્વાસપાત્ર ફૂડ બ્રાન્ડ અમૂલ અને ભારતમાં સૌથી વધુ પ્રચલિત કાર બ્રાન્ડ મારૂતિ સુઝુકી ઈન્ડિયા આ સંદેશાને દેશના ખૂણે ખૂણે પહોંચાડશે.

12 બાયોસીએનજી કાર અને સાયકલોની સંયુક્ત રેલી

12 બાયોસીએનજી કારની રેલીનો 20 નવેમ્બરના રોજ પુનાથી પ્રારંભ થયો છે. આ રેલી 1400 કિ.મિ. નો પ્રવાસ ખેડીને મુંબઈ, વલસાડ, સુરત, વડોદરા, હિંમતનગર, પાલનપુર, મહેસાણા અને અમદાવાદના ડેરી પ્લાન્ટસની મુલાકાત લઈને 26 નવેમ્બર, 2023ના રોજ આણંદ પહોંચી રહી છે. આ રેલી ડેરી ક્ષેત્રના ખેડૂતો અને પ્રોફેશનલ્સ સાથે મળીને તેમણે ડેરી ક્ષેત્રમાં આપેલા મૂલ્યવાન યોગદાનને બિરદાવી રહી છે. આણંદમાં નેશનલ મિલ્ક ડે પ્રંસગે આ 12 બાયોસીએનજી કાર અને સાયકલોની સંયુક્ત રેલીનું 26 નવેમ્બર, 2023 ના રોજ આયોજન કરવામાં આવ્યુ છે. ડૉ.કુરિયને આણંદ અને આસપાસમાં સ્થાપેલી તમામ સંસ્થાઓ આ રેલીમાં ભાગ લેશે.

ઈન્સ્ટીટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટથી પ્રારંભ

આ સંયુક્ત કાર અને સાયકલની રેલીને સવારે 7-00 વાગે ઈન્સ્ટીટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (ઈરમા), આણંદ ખાતેથી પ્રારંભ કરવામાં આવશે. આશરે 20 કિ.મીની આ રેલી આનંદાલય સ્કૂલ, એનડીડીબી, વિદ્યા ડેરી, આઈડીએમસી, જીસીએમએમએફ ઓફિસ થી પસાર થઈને 8-30 કલાકે અમૂલ ડેરી ખાતે પહોંચશે.

મહાનુભાવો રહેશે હાજર

નેશનલ મિલ્ક ડે પ્રંસગે 26 નવેમ્બર 2023ના રોજ ઈરમા ખાતે સવારે 7 કલાકે યોજાનાર આ રેલીના પ્રારંભ સમારોહમાં તેમજ સરદાર પટેલ ઓડિટોરિયમ, અમૂલ ડેરી ખાતે 8-45 કલાકે સમાપન સમારોહમાં એનડીડીબીના ચેરમેન શ્રી મિનેશ શાહ, સમાપન સમારોહના મુખ્ય મહેમાન રેહશે. આ સમારોહમાં તેમની સાથે ખેડા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ, જીલ્લા કલેકટર શ્રી પ્રવિણ ચૌધરી (આઈએએસ), જીલ્લા વિકાસ અધિકારી (આઈએએસ) શ્રી મિલિંદ બાપના, શ્રી પ્રવિણ કુમાર (આઈપીએસ), સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલિસ, મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિ. ના ડિરેકટર (સસ્ટેઈનેબિલીટી) શ્રી કેનિચીરો ટોયોફૂકુ અને જીસીએમએમએફના એમડી શ્રી જયેન મહેતા પણ ઉપસ્થિત રહેશે. આ સમાપન સમારોહમાં અમૂલ ડેરી, જીસીએમએમએફ, એનસીડીએફઆઈ, એફઈએસ, આઈડીએમસી, ઈરમા, વિદ્યા ડેરી, આનંદાલય સ્કૂલ વગેરે સંસ્થાઓના વડાઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ પણ હાજરી આપશે.

આ પણ વાંચો---NITIN GADKARI : ‘પેટ્રોલ પંપ પર ટૂંક સમયમાં શરુ થશે ઇથેનોલ પંપ’

Tags :
Advertisement

.