શોકમાં Arora પરિવાર! પિતાના નિધન બાદ Malaika Arora ની પ્રથમ પોસ્ટ
- બોલીવુડ અભિનેત્રીઓ મલાઈકા અરોરાના પિતાનું નિધન
- પિતાના અવસાનથી મલાઈકા અરોરા શોકમાં
- પિતાના નિધન બાદ Malaikaની પ્રથમ પોસ્ટ
Entertainment: બોલીવુડ (Entertainment) અભિનેત્રીઓ મલાઈકા અરોરા (Malaika Arora)અને અમૃતા અરોરાના સાવકા પિતા અનિલ મહેતા(Anil Mehta Death)નું મુંબઈમાં અવસાન થયું છે. બાંદ્રામાં તેમના ઘરની બાલ્કનીમાંથી કૂદીને તેમણે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં જ મુંબઈ પોલીસ તપાસમાં લાગેલી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. ફોરેન્સિક ટીમ પણ સ્થળ પર હાજર રહી હતી. મલાઈકા અને અમૃતા અરોરાને સાંત્વના આપવા મનોરંજન જગતના ઘણા લોકો પહોંચી રહ્યા છે.ત્યારે મલાઇકા અરોરાએ તેનાં પિતાના નિધન પર એક ઈમોશનલ પોસ્ટ(Malaika Arora First post) શેર કરી છે.
પિતાના અવસાન બાદ મલાઈકાએ પોતાની પહેલી પોસ્ટ શેર કરી છે.
મલાઈકા અરોરાએ તેના પિતા અનિલ મહેતાના નિધન પર તેણી અને તેના પરિવારનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને આ દુઃખની ઘડીમાં પરિવાર માટે ગોપનીયતા માટે વિનંતી કરતી જોવા મળી હતી. તેમણે લોકોને આ મુશ્કેલ સમયમાં તેમને અને તેમના પરિવારને ગોપનીયતા આપવા અપીલ કરી હતી. અભિનેત્રીની આ પોસ્ટ જોયા બાદ તેના ચાહકો અને સ્ટાર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને શોક વ્યક્ત કરી રહ્યા છે.
View this post on Instagram
આ પણ વાંચો -Malaika Arora ના પિતાએ છઠ્ઠા માળેથી કુદીને.....
મલાઈકા અરોરાની પોસ્ટ
મલાઈકાએ પોતાની પોસ્ટમાં લખ્યું- 'અમે અમારા પ્રિય પિતા અનિલ મહેતાના નિધનની જાહેરાત કરતા ખૂબ જ દુખી છીએ. તે સૌમ્ય આત્મા, સમર્પિત દાદા, પ્રેમાળ પતિ અને અમારા શ્રેષ્ઠ મિત્ર હતા. અમારા પરિવારને આ નુકસાનથી ખૂબ જ આઘાત લાગ્યો છે અને અમે આ મુશ્કેલ સમયે મીડિયા અને શુભેચ્છકો પાસેથી ગોપનીયતાની વિનંતી કરીએ છીએ. અમે તમારી સમજણ, સમર્થન અને આદરની પ્રશંસા કરીએ છીએ. કૃતજ્ઞતા સાથે, જોયસ, મલાઈકા, અમૃતા, શકીલ, અરહાન, અઝાન, રેયાન, કેસ્પર, એક્સેલ અને ડફી. અનિલ કુલદીપ મહેતા 22/02/1962 થી 11/09/2024.'
આ પણ વાંચો -અમિત શાહે Amitabh Bachchan ને કેમ કહ્યું...Thank You..!
ચાહકો અને સ્ટાર્સ શોક વ્યક્ત કરી રહ્યા છે
પોસ્ટ શેર કરતી વખતે, મલાઈકાએ કેપ્શનમાં ફોલ્ડ હેન્ડ ઈમોજીનો પણ ઉપયોગ કર્યો છે. પોસ્ટ જોઈને ચાહકોની સાથે સ્ટાર્સ પણ મલાઈકાના પિતાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા અને આ દુઃખની ઘડીમાં અરોરા પરિવારને સાંત્વના આપતા જોવા મળે છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું મૃત્યુ "પ્રથમ દૃષ્ટિએ" આત્મહત્યા હોવાનું જણાય છે અને કેસના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.