ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : શહીદ મહિપાલસિંહ વાળાનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલિન, હજ્જારો લોકો અંતિમ યાત્રામાં જોડાયા

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતા શહીદી વહોરનારા વીર શહીદ મહિપાલસિંહ વાળાના આજે અમદાવાદામાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણમાં સુરક્ષા દળના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે શ્રીનગરની સૈન્ય હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર...
07:28 PM Aug 06, 2023 IST | Viral Joshi

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતા શહીદી વહોરનારા વીર શહીદ મહિપાલસિંહ વાળાના આજે અમદાવાદામાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણમાં સુરક્ષા દળના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે શ્રીનગરની સૈન્ય હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેય જવાનોએ અંતિમશ્વાસ લીધો હતો. આ ત્રણ જવાનોમાં મૂળ સુરેન્દ્રનગર અને હાલ અમદાવાદના રહેવાસી જવાન મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા પણ શહિદ થયા હતા.

શહીદ મહિપાલસિંહ વાળાને CM ભુપેન્દ્રભાઈ પટેલે પાઠવી શ્રદ્ધાંજલિ

 

રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર

મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલ પરિવાર સાથે અમદાવાદ શહેરના વિરાટનગર વિસ્તારમાં રહેતા શહીદવીર મહિપાલસિંહ વાળા જમ્મુ કાશ્મીરના કુલગામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહિદી વહોરી છે. વાયુસેનાના વિશેષ વિમાન મારફત હવાઈ માર્ગે તેમના પાર્થિવદેહને વતનમાં લાવવામાં આવ્યો હતો. વિરાટનગર ખાતે તેમના નિવાસસ્થાને તેમના પાર્થિવ દેહ લાવ્યા બાદ લીલાનગર સ્મશાન ખાતે પુરા રાજકિય સમ્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ રૂબરૂ આવી શ્રદ્ધાંજલિ આપી

દેશની માટે પોતાના જીવ ન્યોછાવર કરી દેનારા વીર શહિદ મહિપાલસિંહ વાળાને શ્રદ્ધાંજલિ આપવા મુખ્યમંત્રી પોતે તેમના નિવાસસ્થાને પહોંચી શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા. તેમની સાથે રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદ શહેરના તમામ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતા અને શહીદવીરના બલિદાન માટે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

હજ્જારો લોકોએ ઉપસ્થિત, વિરાટનગરના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો

વિરાટનગર વિસ્તારમાં વીર શહિદ મહિપાલસિંહ વાળાને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા. દેશની રક્ષા કાજે બલિદાન આપી દેવારા આ વીર જવાનને અંતિમ વિદાય આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બીજ તરફ વિરાટનગર વિસ્તારના વેપારીઓએ શહીદ વીર મહિપાલસિંહ વાળાના સમ્માનમાં પોતાના વેપાર ધંધા બંધ રાખી તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા.

પરિવારજનોનું હૈયાફાટ રૂદન

મહિપાલસિંહ વાળા આશરે પાંચ વર્ષ પહેલા ભારતીય સેનામાં જોડાયા હતા જબલપુર ખાતે તાલીમ લીધી હતી અને 34 રાષ્ટ્રીય રાઈફલમાં તેમનું પોસ્ટિંગ થયું હતું. તેમણે અલગ-અલગ સ્થળોએ ફરજ નિભાવી છેલ્લે 6 મહિના પહેલા જ તેમની જમ્મુ કાશ્મીર ખાતે બદલી થઈ હતી. તેમના પત્નિ ગર્ભવતિ હોવાથી હાલ હોસ્પિટલમાં છે તો બીજી તરફ આ દુ:ખદ સમાચાર આવતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ હતી. પરિવારજનોના હૈયાફાટ રૂદને વાતાવરણ ગમગીન બનાવી દીધું.

શહીદ મહિપાલસિંહ વાળાને અપાયું ગાર્ડ ઓફ ઓનર

 

રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં શહીદ જવાનને શ્રદ્ધાંજલિ પાઠવવા પહોંચ્યા હતા. આપણા રક્ષણ માટે પોતાનો જીવ આપી દેનારા જવાનના સમ્માનમાં લોકોની ભીડ ઉમટી હતી.

શહીદ જવાન મહિપાલસિંહના રાષ્ટ્રીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જે દર્શાવે છે કે દેશ માટે બલિદાન આપનારા જવાન તેમના માટે કેટલો મહત્વનો છે.

ભારત માતા કી જય... જવાનો અમર રહો... વંદે માતરમ.... ના નાદ સાથે લોકોએ વીર જવાનને અંતિમ વિદાય આપી હતી અને જવાનની અંતિમ યાત્રામાં જોડાયા હતા.

લીલાનગર સ્મશાન ગૃહ ખાતે આસામ રાઈફલ્સ દ્વારા શહીદ વીર મહિપાલસિંહને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી. દેશના સપૂતને શ્રદ્ધાંજલિ આપવા લીલાનગર સ્મશાન ખાતે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો : JAMMU AND KASHMIR : કુલગામમાં આતંકીઓ સાથે અથડામણ, સેનાના 3 જવાન શહીદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AhmedabadCM Bhupendra PatelGujarati NewsIndian-ArmyJammu and KashmirMartyr Mahipal Singh WalaViratnagar
Next Article