Aravalli: જીલ્લા પંચાયત સદસ્યોએ DDO પર કર્યા આક્ષેપ, સામાન્ય સભાનો બહિષ્કાર કરવાની ચીમકી
- અરવલ્લી જીલ્લા પંચાયત સદસ્યો અને ડીડીઓ વચ્ચે ખટરાગ
- જીલ્લા પંચાયત DO સામે મનસ્વી વહીવટનો આક્ષેપ
- ભાજપના જી.પં.સદસ્યો સાથે સંકલન નહીં રખાતા હોવાનો આક્ષેપ
- બજેટ માટે યોજાનાર સમાન્ય સભાનો થશે બહિષ્કાર: સદસ્યો
ભાજપ શાસિત અરવલ્લી જીલ્લા પંચાયતમાં ડીડીઓ તેમજ જીલ્લા પંચાયતનાં સદસ્યો વચ્ચે અંદરો અંદરો ખટરાગ સામે આવી રહ્યો છે. જીલ્લા પંચાયતનાં સદસ્યો દ્વારા ડીડીઓ દીપેશ કેડિયા સામે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, ભાજપનાં જીલ્લા પંચાયતનાં સદસ્યો સાથે સંકલન નહી રાખતા હોવાનો આક્ષેપ સદસ્યો દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ આગામી તા. 27 માર્ચે યોજાનાર સામાન્ય સભા રદ્દ કરવા રજૂઆત થઈ છે. તેમજ બજેટ માટે યોજાનાર સામાન્ય સભાનો બહિષ્કાર કરવામાં આવશે. આ બાબતે ડીડીઓને મળીને જીલ્લા પંચાયત સદસ્યોએ લેખિતમાં જાણ કરી હતી. તમામ સદસ્યો જીલ્લા પંચાયતનાં તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરશે. જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમોનો અને સદસ્યો તમામ મીટિગનો બહિષ્કાર કરશે. તેમજ બદલી સહિતની કામગીરીમાં સંકલનનાં અભાવનો આક્ષેપ જીલ્લા પંચાયતનાં સદસ્યો દ્વારા કરવામાં આવ્યો છે.
DDO દ્વારા સદસ્યો સાથે સંકલન રાખવામાં આવતું નથીઃ પ્રિયંકાબેન ડામોર
અરવલ્લી જીલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોરે બળાપો કાઢતા કહ્યું હતું કે, જીલ્લા પંચાયતનાં ડીડીઓ દીપેશ કેડિયા દ્વારા સદસ્યો સાથે કોઈ પણ જાતનું સંકલન રાખવામાં આવતું નથી. જેથી અમે આગામી સામાન્ય સભાનો બહિષ્કાર કરીએ છીએ. તેમજ આગામી કોઈ પણ સામાન્ય સભામાં અમે ઉપસ્થિત રહેશું નહી. તેમજ આગામી સમયમાં યોજાનાર જીલ્લા પંચાયતનાં કોઈ પણ સરકારી કાર્યક્રમમાં અમે હાજરી આપશું નહી.
આ પણ વાંચોઃ VADODARA : હોટલમાં ચાલતી મહેફિલ પર રેડ, અડધો ડઝન આરોપી ઝબ્બે
કર્મચારીઓ કોઈ પણ બાબતે સંકલનમાં રહેતા નથીઃ નિર્ભયસિંહ રાઠોડ
અરવલ્લી જીલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, આજે અમે તમામ પ્રમુખ, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ, સદસ્યો બધા મળ્યા હતા અને તા. 27 નાં રોજ યોજાનાર બજેટની મીટીંગ યોજાનાર છે. તે કેન્સલ કરવામાં આવે. તેમજ જીલ્લા પંચાયતનાં કર્મચારીઓ તેમજ કોઈ પણ બદલીઓ વખતે કે અન્ય કોઈ પણ બાબતે અમારા સદસ્યો, પ્રમુખ તેમજ ચેરમેનનાં સંકલનમાં રહેતા નથી. જેનાં કારણે અમે આ મીટીંગ બંધ રાખી છે. અને તમામ લોકો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે જીલ્લા પંચાયતનાં કોઈ પણ કાર્યક્રમમાં પ્રમુખ, ચેરમેન કે સદસ્યોએ હાજર નહી રહેવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચોઃ 2 કરોડના લૂંટ કેસમાં પૂરવ પટેલ DCP Ravindra Patel ના સંપર્કમાં આવ્યો, શેરબજારની લાલચ ભારે પડી