Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Araria : જમીન વિવાદને લઈને પોલીસ ટીમ પર હુમલો, મહિલા સબ ઈન્સ્પેક્ટર ગંભીર રીતે ઘાયલ

જમીનના વિવાદને લઈને બે પક્ષો વચ્ચે મારામારી... પોલીસને જોઈને લોકો ગુસ્સે થઈ ગયા અને હુમલો કર્યો ચાર લોકોની ધરપકડ કરી, પોલીસે FIR દાખલ કરી અરરિયા (Araria)ના જોકીહાટમાં જમીન વિવાદ પર ગુસ્સે ભરાયેલા ટોળાએ તીર, ધનુષ અને લાકડીઓ વડે પોલીસ...
araria   જમીન વિવાદને લઈને પોલીસ ટીમ પર હુમલો  મહિલા સબ ઈન્સ્પેક્ટર ગંભીર રીતે ઘાયલ
  1. જમીનના વિવાદને લઈને બે પક્ષો વચ્ચે મારામારી...
  2. પોલીસને જોઈને લોકો ગુસ્સે થઈ ગયા અને હુમલો કર્યો
  3. ચાર લોકોની ધરપકડ કરી, પોલીસે FIR દાખલ કરી

અરરિયા (Araria)ના જોકીહાટમાં જમીન વિવાદ પર ગુસ્સે ભરાયેલા ટોળાએ તીર, ધનુષ અને લાકડીઓ વડે પોલીસ ટીમ પર હુમલો કર્યો. હુમલામાં એક મહિલા સબ ઈન્સ્પેક્ટરને તેના ગાલ પર ત્રણ ઘા થયા અને અન્ય એક પોલીસકર્મી ઘાયલ થયો. બંને પોલીસકર્મીઓને પૂર્ણિયાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં બંનેની હાલત સ્થિર છે. પોલીસના જણાવ્યા અનુસાર, સરકારી કામમાં અવરોધ અને પોલીસકર્મીઓ પર હુમલાની કલમો હેઠળ FIR નોંધીને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

જમીનના વિવાદને લઈને બે પક્ષો વચ્ચે મારામારી...

મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલો મહાલગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના પોખરિયા ગામનો છે. અહીંથી સોમવારે સવારે 3 વાગ્યાના સુમારે જમીનના વિવાદને લઈને બે પક્ષો વચ્ચે મારામારી થઈ હોવાની માહિતી મળી હતી. જ્યારે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ટોળાએ પોલીસ ટીમનો વિરોધ કર્યો હતો. વધુ પોલીસ ફોર્સ પોલીસ સ્ટેશને પહોંચે તે પહેલા જ રોષે ભરાયેલા લોકોએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો : Madhya Pradesh નો એક દુર્લભ કિસ્સો, 3 દિવસ પહેલા જન્મેલા બાળકના પેટમાંથી મળ્યું બાળક

ચાર લોકોની ધરપકડ કરી...

લોકોએ લાકડીઓ, તીર અને ધનુષ વડે પોલીસ પર હુમલો કર્યો. આ હુમલામાં સબ ઈન્સ્પેક્ટર નુસરત જહાંના ચહેરા પર તીર વાગ્યું હતું અને અન્ય પોલીસકર્મી વીરેન્દ્ર કુમાર નાત ઘાયલ થયા હતા. અરરિયા (Araria)ના SP અમિત રંજનના જણાવ્યા અનુસાર પોલીસે આ ઘટના સંદર્ભે કેસ નોંધ્યો છે. હાલ ચાર લોકોની ઓળખ કરીને ધરપકડ કરવામાં આવી છે. હજુ વધુ લોકોની ધરપકડ કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો : Chandrayaan 3 : Pragyan rover એ ફરી એક વાર ચંદ્ર પર કર્યું પરાક્રમ, શોધી કાઢી આ અદ્ભુત વસ્તુ...

પોલીસને જોઈને લોકો ગુસ્સે થઈ ગયા...

ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે. પોલીસના જણાવ્યા અનુસાર પોખરીયા ગામમાં 18 એકર જમીનને લઈને કેટલાક લોકો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ જમીન પર લોકોએ ગેરકાયદે કબજો જમાવ્યો છે. આ જમીન પર મહાદલિત સમુદાયના લોકો રહે છે, જેઓ પોલીસ ટીમને જોઈને ગુસ્સે થઈ ગયા અને તેમના પર હુમલો કર્યો.

આ પણ વાંચો : Badlapur ના આરોપીનું પોલીસ કસ્ટડીમાં ગોળી વાગવાથી મોત, જાણો કેવી રીતે વાગી ગોળી?

Tags :
Advertisement

.