Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

odisha માં વધુ એક ટ્રેન દુર્ઘટના, બારગઢમાં માલગાડીના 5 ડબા પાટા પરથી ખડી પડ્યાં

ઓડિશામાં ફરી ટ્રેન પાટા પરથી ઉતરી હોવાના સમાચાર મળી રહ્યા છે. બારગઢમાં માલગાડી પાટા પરથી ઉતરી હોવાની માહિતી મળી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, માલગાડીમાં ચુનાનો પથ્થર ભરાયો હતો અને તેના 5 કોચ બારગઢ ખાતે પાટા પરથી ઉતરી...
odisha માં વધુ એક ટ્રેન દુર્ઘટના  બારગઢમાં માલગાડીના 5 ડબા પાટા પરથી ખડી પડ્યાં

ઓડિશામાં ફરી ટ્રેન પાટા પરથી ઉતરી હોવાના સમાચાર મળી રહ્યા છે. બારગઢમાં માલગાડી પાટા પરથી ઉતરી હોવાની માહિતી મળી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, માલગાડીમાં ચુનાનો પથ્થર ભરાયો હતો અને તેના 5 કોચ બારગઢ ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે આ દુર્ઘટનામાં કોઈને નુકસાન થયું હોવાની કોઈ માહિતી નથી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે, ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે રાત્રે થયેલી ટ્રેન દુર્ઘટનામાં 288થી વધુ લોકોના મોત થયા છે. દેશની સૌથી ભયાનક ટ્રેન દુર્ઘટનાઓમાંની એક આ દુર્ઘટનામાં 1100થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.

Advertisement

Advertisement

સંપૂર્ણ ઘટના કેવી રીતે બની?

મળતી માહિતી અનુસાર, ડુંગરી લાઈમસ્ટોન ખાણ અને ACC બારગઢના સિમેન્ટ પ્લાન્ટ વચ્ચે ખાનગી નેરોગેજ રેલ લાઈન છે. અહીં લાઇન, વેગન, લોકો બધું જ ખાનગી છે. આ ટ્રેક કોઈપણ રીતે ભારતીય રેલ્વે સિસ્ટમ સાથે જોડાયેલ નથી. આજે વહેલી સવારે તે રેલ્વે લાઇન પરથી ડબા પાટા પરથી ઉતરી જવાની ઘટના બની છે

Advertisement

આપણ  વાંચો-ટ્રેન દુર્ઘટના બાદ પાટાઓ પર પ્રેમ કવિતાઓના પાના વિખેરાયેલા મળ્યા, વાંચીને લોકો થયા ભાવુક

Tags :
Advertisement

.