Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સમુદ્રમાં ઉતરશે ફરી એક ટાઈટેનિક, નામ છે Icon Of The Seas, જાણો વિશેષતાઓ

દુનિયાનું સૌથી મોટું લક્ઝુરિયસ ક્રુઝ શિપ બનીને તૈયાર થઈ ગયુ છે. રોયલ કેરેબિયન ઈન્ટરનેશનલ દ્વારા બનાવવામાં આવેલા ટાઈટેનિક જહાજ કરતા પણ મોટા આ ક્રૂઝનું નામ 'આઈકન ઓફ ધ સી' છે. આ શિપની લંબાઈ 1200 ફૂટ છે. તેમજ તેનું વજન આશરે...
સમુદ્રમાં ઉતરશે ફરી એક ટાઈટેનિક  નામ છે icon of the seas  જાણો વિશેષતાઓ

દુનિયાનું સૌથી મોટું લક્ઝુરિયસ ક્રુઝ શિપ બનીને તૈયાર થઈ ગયુ છે. રોયલ કેરેબિયન ઈન્ટરનેશનલ દ્વારા બનાવવામાં આવેલા ટાઈટેનિક જહાજ કરતા પણ મોટા આ ક્રૂઝનું નામ 'આઈકન ઓફ ધ સી' છે. આ શિપની લંબાઈ 1200 ફૂટ છે. તેમજ તેનું વજન આશરે 2,50,800 ટન છે. આ એક પરફેક્ટ હોલિડે ડેસ્ટિનેશન ક્રુઝ શિપ છે. આ ઉપરાંત જહાજમાં તમામ લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમા બાળકોથી લઈને યુવાનો અને વડીલોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. જેથી પરિવાર સાથે ક્યાંક ફરવાના શોખીન લોકોને તેની મુસાફરી કરી શકે છે.

Advertisement

Inside the world's biggest cruise ship worth £2billion with huge waterpark & ice rink - and it sets sail in 2024 | The Irish Sun

કંપનીનો દાવો છે કે ક્રૂઝ પર વધુમાં વધુ 5,610 લોકો અને 2,350 ક્રૂ આવી શકે છે

આ લક્ઝુરિયસ ક્રૂઝ પર વોટરપાર્કથી લઈને એડવેન્ચર એક્ટિવિટી, પબ, બાર, રેસ્ટોરન્ટ દરેક વસ્તુઓ સાથે ઉપલબ્ધ છે. કંપનીનો દાવો છે કે ક્રૂઝ પર વધુમાં વધુ 5,610 લોકો અને 2,350 ક્રૂ આવી શકે છે. તેમાં 7 પૂલ તેમજ 9 વર્લપુલ છે. તેમાં સૌથી મોટુ વોટરપાર્ક પણ છે, જેને કેટેગરી-6 નામ આપવામાં આવ્યું છે. તેમાં કુલ છ વોટર-સ્લાઈડ્સ છે. અને તેમા એક સ્લાઇડ્સ વિશ્વની સૌથી ઊંચી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Advertisement

Icon of the Seas Cruise Ship Details | Priceline Cruises

જાન્યુઆરી 2024 માટે બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે

રોયલ કેરેબિયન ઈન્ટરનેશનલનું 'આઈકન ઓફ ધ સી' યુરોપિયન દેશ ફિનલેન્ડમાં બનાવવામાં આવી રહ્યું છે. કંપનીનું કહેવું છે કે તેઓ તેને સંપૂર્ણ ફેમિલી વેકેશન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યું છે. ગત તા. 22 જૂનના રોજ તેની પ્રથમ ટ્રાયલ કરવામાં આવી હતી. પ્રથમ ટ્રાયલ દરમિયાન આ ક્રુઝ જહાજમાં કેટલાય માઈલ સુધી મુસાફરી કરાવવામાં આવી હતી.આ દરમિયાન તેનું મુખ્ય એન્જિન, રડર, બ્રેક સિસ્ટમ, સ્ટીયરિંગ, અવાજ અને વાઇબ્રેશન લેવલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને નવા વર્ષની શરૂઆતથી 2024 માટે લોકો માટે 'આઇકન ઓફ ધ સી' ઉપલબ્ધ થશે. જાન્યુઆરી 2024 માટે બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

Advertisement

The New 'Icon of the Seas' Will Have a 55-foot Waterfall, the Largest Waterpark at Sea, and Its Own 'Central Park'

જહાજ પર મિયામીથી પૂર્વીય કેરેબિયન સુધીની સાત રાતની મુસાફરીનો ખર્ચ વ્યક્તિ દીઠ $4,674

હાલમાં જાન્યુઆરી 2024 માટે ક્રૂઝ બુકિંગ લેવામાં આવી રહ્યુ છે. જો કે તે ઘણું મોંઘું હશે. તેમાં મુસાફરી કરવા માટે તમારે ખાસ્સી એવી રકમ ખર્ચ કરવી પડશે. જહાજ પર મિયામીથી પૂર્વીય કેરેબિયન સુધીની સાત રાતની મુસાફરીનો ખર્ચ વ્યક્તિ દીઠ $4,674 છે. આ રકમ પર બાલ્કની સાથેનો રૂમ આપવામાં આવશે. પરંતુ જો તમે ફેબ્રુઆરી સુધી રાહ જોશો તો પ્રતિ વ્યક્તિએ આ ટિકિટ અડધાથી પણ ઓછી હોઈ શકે છે. વાસ્તવમાં ક્રૂઝ શરૂ થવાને કારણે જાન્યુઆરીમાં તેની ટિકિટો ખૂબ મોંઘી છે. ફેબ્રુઆરી મહિનામાં પ્રતિ વ્યક્તિ $2,000માં ટિકિટ મળી શકે છે. જો તમે પણ આ લક્ઝુરિયસ ક્રૂઝની મજા લેવા માંગતા હોવ તો આ માટે તમારે કંપનીની સાઈટ Royal Carbine.com પર જઈને બુકિંગ કરવું પડશે.

આ પણ વાંચો- પાકિસ્તાનમાં આર્મી કેમ્પ પર સૌથી મોટો આતંકી હુમલો, અનેક સૈનિકોના મોત 

Tags :
Advertisement

.