Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ! ઇડર APMC માં ગેરકાયદેસર ભરતી મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રીને રજૂઆત

Idar APMC Recruitment Scam: ઈડર તાલુકામાં છેલ્લાં કેટલાંક દિવસોથી શહેરમાં આવેલ અનાજ માર્કેટ ખાતે ભરતી પ્રક્રિયા મામલે ચકચાર મચી છે. એક એક અખબારમાં જાહેરાત આપી સીઝનેબલ હંગામી ધોરણે સ્ટાફની જરૂરિયાત હોવાથી રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ 14-03-24 સુધીમાં અરજી કરવાની જણાવતા...
07:01 PM May 13, 2024 IST | VIMAL PRAJAPATI
Idar APMC Recruitment Scam in Gujarat

Idar APMC Recruitment Scam: ઈડર તાલુકામાં છેલ્લાં કેટલાંક દિવસોથી શહેરમાં આવેલ અનાજ માર્કેટ ખાતે ભરતી પ્રક્રિયા મામલે ચકચાર મચી છે. એક એક અખબારમાં જાહેરાત આપી સીઝનેબલ હંગામી ધોરણે સ્ટાફની જરૂરિયાત હોવાથી રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ 14-03-24 સુધીમાં અરજી કરવાની જણાવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતે અનાજ માર્કેટના ચેરમેન દ્વારા આ વાતને વખોડી કાઢતા કહ્યું કે, ‘આ વાત તદ્દન પાયાવિહોણી અને અમોને બદનામ કરવાની છે.’ આ બાબતે તાલુકાના એક જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રી ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં લેખિતમાં અરજી કરી જણાવાયું કે, અનાજ માર્કેટ યાર્ડ ખાતે ચેરમેન તેમજ ડિરેક્ટરો દ્વારા ક્લાર્ક અને હરાજી ક્લાર્કની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ભાજપ પૂર્વ પ્રમુખ સાબરકાંઠા પી.સી પટેલે લખ્યો પત્ર

ભરતી પ્રક્રિયા બંધ કરવા લેખિતમાં અરજી કરાઈ

ઇડર ખેતી વાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અશોકભાઈ જોડે વાત થતા જણાવ્યું હતું કે, આજે રવિવારે છે હું ઘરે જમવા બેઠો છું અને હું મહેસાણા ગયો નથી આતો અગાઉ કરેલ પ્રકિયા સંદર્ભે જે એજન્સીને ભરતી પ્રક્રિયા આપવામાં આવી છે તે એજન્સી દ્વારા જર્મની અરજી આવી હશે તેમને એજન્સી આપેલ સરનામું ઉપર બોલાવ્યા હશે. વધુમાં જણાવ્યું હતું કે, ભરતી પ્રકિયા ઇડર ખેતી વાડી ઉત્પન્ન બજારના બોર્ડ કરવાની હોય છે એટલે અમારે હાલ પૂરતી કોઈ ભરતી કરવાની રહેતી નથી.’

જાણો સાબરકાંઠા ભાજપ પૂર્વ પ્રમુખ પી.સી પટેલે શું કહ્યું

આ બાબતે સાબરકાંઠા ભાજપ પૂર્વ પ્રમુખ પી.સી પટેલે કહ્યું હતું કે, ભારતીય કિસાન સંઘની ઇડર એપીએમસી (Idar APMC) માર્કેટ ખાતે સોમવારે 11.30 કલાકે બેઠક હતી તેની માહિતી મળતા હું માર્કેટ ગયો હતો. કિસાન સંઘના કાર્યકર્તા અને હોદેદારો સાથે ઇડર એપીએમસી માર્કેટમાં ગેરકાયદેસર ભરતી કરવા જઈ રહ્યા હોવાની માહિતી મળી હતી. જેના આધારે મેં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ગૃહઅને સહકાર મંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ખેતી નિયામક ગાંધીનગર, સાબરકાંઠા અને રાજ્ય રજીસ્ટાર તેમજ ધારાસભ્ય રમણલાલ વોરા સહિતને ઇડર એપીએમસી માર્કેટમાં ગેરકાયદેસર ભરતી થવાની છે અને જેમાં ડિરેક્ટરોના સગા સંબંધીઓને લેવા છે. એક ઉમેદવાર પાસેથી 20થી 25 લાખ લેવા છે તેવું જણાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડથી ચેરમેનને બેસડાવા આવેલા છે. જો ભ્રસ્ટાચાર કરવામાં આવે અને પાર્ટીના ધ્યાને આવે તો ભારતીય જનતા પાર્ટી મેન્ડેડ પાછો પણ લઈ શકે છે. મારા ધ્યાને આ સમગ્ર ઘટના આવતા મેન્ડેડથી બેઠેલા એપીએમસી માર્કેટના ચેરમેન અશોકભાઈ પટેલ કુલડીમાં ગોર ભાગતા હોય તેવું જણાઈ રહ્યું છે. ઈડર એપીએમસી માર્કેટમાં ભરતી બંધ રાખવામાં આવે તેવી કાર્યવાહી કરવામાં આવે છે.

ભારતીય કિસાન સંઘ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

કિસાન સંઘના જિલ્લા પ્રમુખ ઇશ્વરભાઇ પટેલે જણાવ્યું હતું કે, ઈડર એપીએમસી ખાતે ભારતીય કિસાન સંઘની તાલુકા લેવલની મીટીંગ હતી. જેમાં ઈડર એપીએમસી માર્કેટમાં ગેરકાયદેસર ભરતી થવાની હોવાની તેમજ તેમાં મોટો ભ્રષ્ટાચાર થવાનો છે. તેવી માહિતી મળી હતી ઇડર અનાજ માર્કેટ દ્વારા પૈસા લઈને ખોટી ભરતી કરીને જો આ રીતે કોઈપણ જાતનો ભ્રષ્ટાચાર કરવામાં આવશે તો આગામી સમયમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

અહેવાલ - યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો: NEET Exam Scam: 10 લાખમાં ડોક્ટર બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ, તપાસ માટે SIT ની રચના

આ પણ વાંચો: NEET Exam Scam: જય જલારામ સ્કૂલના ચેરમેને NEET કાંડ મામલે કર્યો વધુ એક ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો:  Sabarkantha: સાબરકાંઠામાં સર્વત્ર વૈશાખી માવઠું; હિંમતનગર, ઇડર, વડાલી અને ખેડબ્રહ્મામાં પડ્યા કરા

Tags :
Gujarati NewsIdar APMC MarketIdar APMC NewsIdar APMC Recruitment ScamIdar Newslatest newsLocal Gujarati NewsVimal Prajapati
Next Article