Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ, Bhuj ના તત્કાલિન નાયબ કલેક્ટરની બહુચરાજીથી ધરપકડ

Bhuj Land Scam: આજથી 16 વર્ષ પહેલા ભુજ (Bhuj)ના નાયબ કલેક્ટર (Deputy Collector) તરીકે ફરજ બજાવતા જે.ડી.જોશી (JD Joshi)એ પોતાની સત્તાની ફરજોથી ઉપરવટ જઈને જમીનોના હુકમ કરી સરકાર સાથે 79.68 લાખનું નુકસાન પહોંચાડવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મહેસૂલ વિભાગની...
વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ  bhuj ના તત્કાલિન નાયબ કલેક્ટરની બહુચરાજીથી ધરપકડ

Bhuj Land Scam: આજથી 16 વર્ષ પહેલા ભુજ (Bhuj)ના નાયબ કલેક્ટર (Deputy Collector) તરીકે ફરજ બજાવતા જે.ડી.જોશી (JD Joshi)એ પોતાની સત્તાની ફરજોથી ઉપરવટ જઈને જમીનોના હુકમ કરી સરકાર સાથે 79.68 લાખનું નુકસાન પહોંચાડવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મહેસૂલ વિભાગની તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આજે બહુચરાજીથી ધરપકડ કરવામાં આવી છે. આ સાથે સાથે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
છે.

Advertisement

79.68 લાખના કૌભાંડની પોલીસ ફરિયાદ નોંધાઈ

ભુજ ગ્રામ્યના મામલતદાર ભરતભાઈ શાહે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, મહેસુલ તપાસણી કમિશનરના હુકમથી ભુજ પ્રાંત અધિકારીની કચેરીમાં ગત તારીખ 31/05 થી 03/06 દરમિયાન આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તત્કાલિન પ્રાંત અધિકારી જે.ડી.જોશીએ પોતે રાજ્ય સેવક હોવા છતાં સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી ફરિયાદ નોંધાવાઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.

સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું

ભુજ તાલુકાના માધાપર ગામના અરજદાર રામજી શામજી પીંડોરીયાની માધાપરના જુના સર્વે નંબર 1044 અને નવા સર્વે નંબર 365/1 એકર 7.30 ગુંઠા જમીન જે શ્રી સરકાર હતી જે જમીન અંગે દબાણો નિયમબદ્ધ કરી આપવા બાબતે લેન્ડ રેવન્યુ કોડની કલમ 135 (એમ) હેઠળ ગેરકાયદે કેસ ચલાવી શ્રી સરકાર થયેલી જમીન અરજદારને વિનામૂલ્યે આપી સરકારને ₹3,54,400 નું આર્થિક નુકશાન પહોંચાડ્યું હતું. અન્ય અરજદાર એશિયા મોટર વર્કસ લિમિટેડ બિનખેડૂત હોવા છતાં તારીખ 31/01/2006 ના કરવામાં આવેલી અરજીના આધારે અરજદારની ખેતીની જમીન એકર 2.01 ગુંઠા વધારા બાબતે પોતાની પાસે અધિકાર ન હોવા છતાં જમીનનું દબાણ નિયમબદ્ધ કરવાની સ્થાયી સૂચના મુજબ અઢી ગણું પ્રીમિયમ લેવાને બદલે માત્ર 81,950 નજીવી રકમ લઈ અરજદારને આર્થિક ફાયદો પહોંચાડવા સારું સરકારને 39,26,600 નું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

Advertisement

સરકારને લાખો રૂપિયાનો ચૂનો લગાડ્યો

ત્રીજા અરજદાર દિલીપકુમાર શ્યામદાસ કબીરપંથીએ ગત તારીખ 20/02/2007ના કરેલી અરજીમાં ભુજ સર્વે નંબર નવા 839/1 એકર 8.23 ગુંઠા અને 832/2 માં 2.23 ગુંઠા મળી કુલ 11.06 ગુંઠામાં માપણી વધારો અને 3 એકર ગુઠા જમીન નિયમિત કરી આપવાની માગણી વધારો સામે જોગવાઈ ન હોવા છતાં ગેરકાયદે હુકમ કરીને સરકારને દબાણ નિયમિત કરવાના અઢી ગણાં દંડની રકમ રૂપિયા 15,78,225 ના વસુલી સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. તેવી જ રીતે સૃજન ટ્રસ્ટ વતી મેનેજિંગ ટ્રસ્ટી ચંદાબેન શ્રોફે ગત તારીખ 22/01/2008 ના રોજ અરજી કરી હતી. જેમાં પધ્ધરના જુના સર્વે નંબર 47 પૈકી એકર 4.06 ગુઠા તથા જુના સર્વે નંબર 47 પૈકી 4.05 ગુઠા કુલ જમીન એકર 8.11 ગુંઠા અને નવા સર્વે નંબર 705 પૈકી એકર 4.07 ગુંઠા તથા 705 પૈકી બે 4.08 ગુઠા કુલ ક્ષેત્રફળ એકર 8.15 માં માપણી વધારો એકર 0.04 ગુઠા નિયમિત કરવા માંગણી મુક્તી અરજી કરવામાં આવી હતી.

એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ હતી

આ અરજી કામે દબાણ નિયમબદ્ધ કરવાની માંગણી અંગે જરૂરી કાર્યવાહી ન કરી જમીનનું દબાણ નિયમિત કરી 1.08 લાખ પ્રીમિયમ લેવાના બદલે માત્ર 10 રૂપિયા જેવી નજીવી રકમ વસૂલી સરકારને 1.08 લાખનું આર્થિક નુકસાન કર્યું હતું. આરોપીએ ઉપરોક્ત 4 અરજદારોની અરજી સંદર્ભે સરકારી ધારા ધોરણો અને નીતિ નિયમ મુજબ કરવાની થતી કાર્યવાહી ન કરી! રાજ્ય સેવકની ફરજ ન નિભાવી, કાયદાના આદેશની અવજ્ઞા કરી સરકારને કુલ રૂપિયા 79,67,555 નું આર્થિક નુકસાન પહોંચાડી સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જેથી ભુજ ગ્રામ્ય મામલતદાર દ્વારા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement

કલેકટરના હુકમથી નોંધાઈ ફોજદારી

ગુજરાત સરકારના મહેસુલ વિભાગના સંયુક્ત સચિવ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. તેઓ દ્વારા ફરિયાદ દાખલ કરવા સૂચના અપાતા કચ્છ કલેકટર દ્વારા ભુજ ગ્રામ્ય મામલતદારને પોલીસમાં ફરિયાદ નોંધાવવા સૂચના અપાઈ હતી. જે બાદ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. નોંધનીય છે કે, આરોપી પ્રાંત અધિકારી હાલમાં નિવૃત્ત છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 28 માર્ચ 2007 થી 30 એપ્રિલ 2008 દરમિયાન તત્કાલીન પ્રાંત અધિકારીએ આ જમીન કૌભાંડ આચર્યું હતું. હાલમાં તેઓ નિવૃત્ત હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલઃ કૌશિક છાંયા, કચ્છ

આ પણ વાંચો: Rajkot: ‘મારાથી ભૂલ થઈ છે’ દક્ષિણ આફ્રિકામાં યુવકને બંધક બનાવ્યાની ઘટનામાં નવો વળાંક

આ પણ વાંચો: Gujarat First નું Mega Operation! ભરૂચના અંકલેશ્વર પંથકમાં નવી નકોર સાયકલોને ભંગારમાં ખપાવાઈ

આ પણ વાંચો: Gujarat: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી કાર્યકર્તાને ધમકી!

Tags :
Advertisement

.