Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AMERICA માં વધુ એક ભારતીયની સરેઆમ હત્યા, VIDEO થયો વાયરલ

AMERICA માં વધુ એક ગુજરાતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નજીવી બાબત ઉપર થયેલી દલીલના કારણે ભારતીય ગુજરાતીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. મૃતક મૂળ નવસારીનો રહેવાસી હતો અને તે અમેરિકામાં ઓક્લાહોમા સિટી મોટેલ ચલાવતો હતો. નવસારીના હેમંત મિસ્ત્રી AMERICA માં...
america માં વધુ એક ભારતીયની સરેઆમ હત્યા  video થયો વાયરલ

AMERICA માં વધુ એક ગુજરાતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નજીવી બાબત ઉપર થયેલી દલીલના કારણે ભારતીય ગુજરાતીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. મૃતક મૂળ નવસારીનો રહેવાસી હતો અને તે અમેરિકામાં ઓક્લાહોમા સિટી મોટેલ ચલાવતો હતો.

Advertisement

નવસારીના હેમંત મિસ્ત્રી AMERICA માં મોટેલ ચલાવતા હતા

મળતી માહતી અનુસાર, ગુજરાતના નવસારીના રહેવાસી હેમંત મિસ્ત્રી પોતાની MOTEL ચલાવતા હતા. ઘટનાના દિવસે તેમને સ્થાનિક વ્યક્તિ સાથે કચરો ઉપાડવાને લઈને ઝઘડો થયો હતો. થોડીવાર વાત કર્યા બાદ સ્થાનિક વ્યક્તિએ ભારતીય વ્યક્તિ પર હુમલો કર્યો હતો. આરોપીએ હેમંતના ચહેરા પર જોરથી મુક્કો માર્યો, જેના કારણે તે બેભાન થઈ ગયા હતા. બેભાન થઈ ગયા બાદ હેમંત ભાઈને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હેમંતના મૃત્યુના સમાચાર સાંભળીને આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. અમેરિકાથી નવસારી સુધી શોકનું મોજું ફરી વળ્યું હતું. મુક્કો મારનાર વ્યક્તિનું નામ રિચર્ડ લેવિસ હોવાનું કહેવાય છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

Advertisement

સમગ્ર ઘટનાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે

હેમંત મિસ્ત્રીની સ્થાનિક સાથે થયેલી બોલાચાલી અને મુક્કા માર્યાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં હેમંતને એક પુરુષ સાથે ઝઘડો કરતો જોઈ શકાય છે. દરમિયાન અચાનક રિચાર્ડ લુઈસે હેમંતના ચહેરા પર મુક્કો માર્યો હતો.વિડીયોમાં આપણને એ પણ દેખાય છે કે, મુક્કો વાગ્યા બાદ હેમંત તરત જ જમીન ઉપર પડી જાય છે. ઉલ્લેખનીય છે કે, 21 જૂને જ અમેરિકાના ટેક્સાસમાં કેટલાક ગુંડાઓ એક દુકાનમાં ઘૂસ્યા હતા, જે દરમિયાન 32 વર્ષીય ભારતીય નાગરિકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મૃતકની ઓળખ દાસારી ગોપીકૃષ્ણ તરીકે થઈ છે, જે આંધ્રપ્રદેશના બાપટલાનો રહેવાસી હતો.

Advertisement

આ પણ વાંચો : આ દેશ હેલીકોપ્ટરથી આકાશમાં છોડી રહ્યું છે કરોડો મચ્છર, જાણો શું છે કારણ

Tags :
Advertisement

.