Gujarat ના ઈતિહાસમાં સૌથી મોટા કૌભાંડના આરોપી Naresh Jani ને લઈને વધુ એક મહત્વનો ખુલાસો
Gujarat : ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટા કૌભાંડ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખનીજ વિભાગના અધિકારી નરેશ જાની (Naresh Jani ) ફરાર છે તે મામલે મોટી વિગત સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, નરેશ જાની (Naresh Jani ) ને લઈને વધુ એક મોટો અને મહત્વનો ખુલાસો થયો છે. કૌભાંડી નરેશ જાનીએ કોર્ટમાં આગોતરા જામીન મુક્યા છે. નોંધનીય છે કે, નરેશ જાનીએ ACBથી બચવા આગોતરા જામીન મુક્યા છે. છેલ્લા 19 દિવસથી નરેશ જાની ફરાર છે. હજું સુધી તે પોલીસ પકડમાં આવ્યો નથી.
નરેશ જાની રૂપિયા 2 લાખના લાંચ કેસમાં અત્યારે ફરાર
આ દરમિયાન ACB સામે હાજર થતા પહેલા આગોતરા જામીન મુકી દીધા છે. નોંધનીય છે કે, નરેશ જાની રૂપિયા 2 લાખના લાંચ કેસમાં અત્યારે ફરાર છે. જો કે,અત્યારે ACB નરેશ જાનીનો લક્ઝુરિયસ ફ્લેટ સીલ કરી દેવામાં આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો 11 જૂને ACBએ સુરત ખાતે દરોડા પાડ્યા હતા. છેલ્લા કેટલાય દિવસોથી નરેશ જાની ફરાર ફરી રહ્યો છે. ભરૂચના ઝનોર ગામ ખાતે કરવામાં આવેલી રેડ અને દંડ અંગેની માહિતી માંગી હતી. નાના વાસણા ગામ ખાતેની પણ કરવામાં આવેલી રેડ અને દંડ અંગેની માહિતી માંગી હતી.
88 લાખનો દંડ આપ્યાની ફાઈલ પણ ગાયબ
નોંધનીય છે કે, RTI ના જવાબમાં ફાઈલ ઓફિસમાં ન હોવાનો ખુલાસો થયો છે. મળતી વિગતો પ્રમાણે 88 લાખ કરતાં વધારે રૂપિયાનો દંડ આપ્યાની ફાઈલ પણ ગાયબ થઈ ગઈ છે. અત્યારે આ ફાઈલ ગાયબ થતા અનેક તર્ક વિતર્કો સામે આવ્યા છે. આ સાથે સાથે ફાઇલ ગાયબ કરવામાં આવી કે ઓફિસમાંથી ફાઈલ કોઈ લઈને ગયું? આવા તો અનેક સવાલો થઈ રહ્યા છે. નોંધનીય છે કે, નરેશ જાનીના કાર્યકાળ દરમિયાન રેડ કરવામાં આવી હતી. એક સાથે 2 ફાઈલો અંગે જવાબ ન મળતાં ભરૂચ ખનીજ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.