Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીએ જીવ ગુમાવ્યો, અમદાવાદના હિરેન ગજેરાની અપહરણ બાદ હત્યા

દેશ છોડી વિદેશ જનારા જુવાનીયાની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે. હાલના સમયમાં માતા પિતાનું માનવું છે કે, ‘અમારે અમારા દીકરાને વિદેશ મોકલવો છે!’ આ જ માનસિકતા સાથે છેલ્લા બે થી ત્રણ વર્ષમાં કેટલાય યુવકો દેશ છોડીને વિદેશમાં...
વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીએ જીવ ગુમાવ્યો  અમદાવાદના હિરેન ગજેરાની અપહરણ બાદ હત્યા

દેશ છોડી વિદેશ જનારા જુવાનીયાની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે. હાલના સમયમાં માતા પિતાનું માનવું છે કે, ‘અમારે અમારા દીકરાને વિદેશ મોકલવો છે!’ આ જ માનસિકતા સાથે છેલ્લા બે થી ત્રણ વર્ષમાં કેટલાય યુવકો દેશ છોડીને વિદેશમાં ભણવા માટે અથવા તો ધંધાર્થે જતા હોય છે.' ત્યારે આ બધાની વચ્ચે એક દુઃખદ સમાચાર અમેરિકાની સામે આવ્યા છે. વધુ એક ગુજરાતીની હત્યા થઇ હોય તેવું જાણવા મળ્યું છે.

Advertisement

તેમને જણાવી દઈએ કે, અમદાવાદના હિરેન ગજેરા નામના યુવકની હત્યા કરાઇ છે. ત્રાસવાદીઓએ દ્વારા પહેલા હિરેનનું અપહરણ કરવામાં આવ્યુ અને બાદમાં ખંડણી માંગી હત્યા કરી દેવામાં આવી હતી. ત્રાસવાદીઓએ 1 લાખ યૂએસ ડૉલર અથવા 70 કિલો ડ્રગ્સની ખંડણી માંગી હતી. હિરેન ગજેરા 2006માં અમેરીકા ગયો હતો અને ત્યાં અમેરિકાના એમ્પાલમ શહેરમાં સાગના લાકડાનો બિઝનેસ કરી રહ્યો હતો.

Advertisement

જોકે ખંડણી માગનારે એક ખાસ શરત મૂકી હતી કે, રૂપિયા યુવાનની પત્ની એકલી લઈને આવે તેની સાથે કોઈ ન હોવું જોઈએ. જે વાત પત્નીને સ્વીકારી ન હતી અને પોતે બીમાર હોવાનું જણાવી અન્ય સાથે ખંડણી મોકલવા જણાવ્યું. બાદમાં ખંડણી માગનારનો સંપર્ક ન થતા પરિવારે આખરે પોલીસે ફરિયાદ કરી હતી. બાદમાં 3 દિવસ બાદ હિરેનનો મૃતદેહ મળી આવ્યો હતો.

હિરેનભાઈ ગજેરાએ 2006થી 2014 દરમિયાન એલ એમ્પાલમે શહેરમાં સાગના લાકડાના એક્સપોર્ટનો ધંધો વિકસાવ્યો હતો. ઘણા વર્ષો ત્યાં રહ્યા અને છેલ્લા આઠ વર્ષથી તે અમદાવાદ આવી ગયા હતા. બાદમાં માર્ચ -2022 માં તેઓ ઇકવાડોર પરત ફર્યા હતા. જમવાની અગવડતા પડતી હોવાથી પત્ની જીયાબેન ગજેરા પોતાની 12 વર્ષની દિકરીને દાદા પાસે મેમનગર સ્થિત ઘરે મૂકી ઓગસ્ટ- 2022માં ત્યાં પહોંચ્યા હતાં. તેઓ જુના સરનામે જ રહેતા હતા. જો કે બાદમાં ક્રાઈમ રેશિયો વધતા ગજેરા દંપતીએ રહેઠાણ એલ એમ્પાલમે શહેરથી આશરે 500 કી.મી. દૂર ક્યુએન્કા શહેરમાં શિફ્ટ કર્યુ હતું.

Advertisement

આ પણ વાંચો : પુતિનના દિવસો ભરાઈ ગયા ?, હોટ ડોગ વેચનારે પુતિનને આપી દીધી ધમકી

Tags :
Advertisement

.