ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chhattisgarh માં વધુ એક અથડામણ, સુરક્ષા દળોએ એક નક્સલીને ઠાર માર્યો, હથિયારો અને દારૂગોળો જપ્ત...

છત્તીસગઢ (Chhattisgarh)ના સુકમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે એનકાઉન્ટરના સમાચાર મળ્યા છે. મળતી માહિતી મુજબ સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં એક નક્સલીને ઠાર માર્યો છે. ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યા...
04:32 PM May 25, 2024 IST | Dhruv Parmar

છત્તીસગઢ (Chhattisgarh)ના સુકમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે એનકાઉન્ટરના સમાચાર મળ્યા છે. મળતી માહિતી મુજબ સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં એક નક્સલીને ઠાર માર્યો છે. ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યા છે.

નારાયણપુરમાં સાત નક્સલવાદીઓ માર્યા ગયા...

તમને જણાવી દઈએ કે આ પહેલા ગુરુવારે છત્તીસગઢ (Chhattisgarh)ના નારાયણપુર અને બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારોમાં સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં સાત નક્સલીઓને ઠાર કર્યા હતા. નારાયણપુર જિલ્લાના SP પ્રભાત કુમારે જણાવ્યું કે, નારાયણપુર-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી પર, જિલ્લા રિઝર્વ ગાર્ડ (DRG), બસ્તર ફાઇટર્સ અને નારાયણપુર, દંતેવાડાના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની સંયુક્ત ટીમ અને બસ્તર જિલ્લાઓને 21 મી મેના રોજ પેટ્રોલિંગ માટે મોકલવામાં આવ્યા હતા.

પેટ્રોલિંગ દરમિયાન નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો હતો...

SP એ કહ્યું કે પેટ્રોલિંગ દરમિયાન, જ્યારે આ ટીમ ગુરુવારે સવારે 11 વાગ્યે વિસ્તારમાં હતી ત્યારે નક્સલવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કર્યો ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ લાંબા સમય સુધી ચાલુ રહી. આ એન્કાઉન્ટરમાં સાત નક્સલવાદીઓ માર્યા ગયા હતા. ઘટના સ્થળેથી હથિયારો પણ મળી આવ્યા હતા.

આ વર્ષે 100 થી વધુ નક્સલવાદીઓ માર્યા ગયા...

તમને જણાવી દઈએ કે, આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં સુરક્ષા દળો સાથે અલગ-અલગ એન્કાઉન્ટરમાં 113 નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ પહેલા 10 મેના રોજ બીજાપુર જિલ્લમાં સુરક્ષા દળો સાથેણી અથડામણમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. તે જ સમયે, 30 એપ્રિલના રોજ નારાયણપુર અને કાંકેર જિલ્લાની સરહદ પર સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ મહિલાઓ સહિત 10 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આ સિવાય સુરક્ષા દળોએ 16 એપ્રિલે કાંકેર જિલ્લામાં એન્કાઉન્ટરમાં 29 નક્સલીઓને ઠાર કર્યા હતા.

આ પણ વાંચો : Patanjali : રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સામે ફોજદારી કેસ દાખલ કરવાની મંજૂરી

આ પણ વાંચો : Chhattisgarh : ગનપાવડર ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, 10ના મોત

આ પણ વાંચો : West Bengal : ચૂંટણી વચ્ચે TMC અને BJP કાર્યકરો વચ્ચેની અથડામણમાં 1નું મોત

Tags :
Arms and ammunition recoveredChhattisgarh encounterEncounter sukmaGujarati NewsIndiaNationalsecurity forces killed Naxalite
Next Article