Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ : 'જુઓ બોસ, હું મારા આનંદ માટે દોડું છું', વાંચો અનિલ પંચાલ કોણ છે..?

અહેવાલ-----પ્રદિપ કચીયા, અમદાવાદ મૂળ ગુજરાતના અને હાલમાં મુંબઈના રહેવાશી અનિલ પંચાલે જયારે કોઈ માણસ નિવૃત્તિ જાહેર કરે છે તે ઉંમરે તેમણે મેરેથોન દોડવાનું નક્કી કર્યું અને અત્યાર સુધીમાં અનેક મેરેથોન દોડ પુરી કરી અને પોતે મેરેથોન કોચ પણ બન્યા. ત્યારે...
અમદાવાદ    જુઓ બોસ  હું મારા આનંદ માટે દોડું છું   વાંચો અનિલ પંચાલ કોણ છે

અહેવાલ-----પ્રદિપ કચીયા, અમદાવાદ

Advertisement

મૂળ ગુજરાતના અને હાલમાં મુંબઈના રહેવાશી અનિલ પંચાલે જયારે કોઈ માણસ નિવૃત્તિ જાહેર કરે છે તે ઉંમરે તેમણે મેરેથોન દોડવાનું નક્કી કર્યું અને અત્યાર સુધીમાં અનેક મેરેથોન દોડ પુરી કરી અને પોતે મેરેથોન કોચ પણ બન્યા. ત્યારે કોણ છે અનિલ પંચાલ અને કેટલા ખિતાબો હાંસલ કાર્ય જુઓ આ અહેવાલમાં..

એન્જીયોપ્લાસ્ટી કરાવી છતાં 8 વર્ષમા 45 કરતા વધારે હાફ મેરેથોન

Advertisement

મુંબઈના બોરીવલીના રહેવાસી અનિલ પંચાલ દિલથી ચાલે છે. એન્જીયોપ્લાસ્ટી કરાવ્યા બાદ ત્રણ સ્ટેન્ટ તેમને નાખવામાં આવ્યા છે છતાં 67 વર્ષીય વૃદ્ધ મેરેથોન દોડવાના મિશન પર છે. અનિલ પંચાલ નિવૃત બેંકર છે અને વર્ષ 2015માં મુંબઈમાં તેમની હાર્ટની સર્જરી કરી અને એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી. ત્યાર બાદ ડોક્ટરે સલાહ આપી હતી કે હવે તમારે આરામ કરવો અને નિવૃત જીવન વિતાવવું પરંતુ અનિલ ભાઈએ પોતાની જાતને એક ચેલેન્જ આપી અને 8 વર્ષમા 45 કરતા વધારે હાફ મેરેથોન પુરી કરી છે. અનિલ ભાઈ પાસે 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 15 કિલોમીટરની મેરેથોનની કોઈ ગણતરી કરી જ નથી.

Advertisement

જુઓ બોસ, હું મારા આનંદ માટે દોડું છું

"જુઓ બોસ, હું મારા આનંદ માટે દોડું છું, કોઈની સાથે સ્પર્ધા નથી," "મારે મારા કોઈ રેકોર્ડ નથી તોડવા પણ જ્યાં સુધી દોડીશ ત્યાં સુધી દોડતો રહીશ" તેવું અનિલ પંચાલ કહી રહ્યા છે. તેણે 2015 થી બે ફુલ મેરેથોન (42km) અને 45 થી વધુ હાફ મેરેથોન પૂર્ણ કરી છે. તે હવે મુંબઈ અને અમદાવાદમાં ફુલ મેરેથોન માટે વોર્મ અપ કરી રહ્યા છે. છેલ્લા 8 વર્ષમાં અનિલ પંચાલે મુંબઈ, અમદાવાદ, જયપુર અને દિલ્હીમાં મેરેથોન દોડી ચુક્યા છે. જયારે કેનેડા અને ટોરેન્ટોમાં જઈને તેઓ મેરેથોન દોડી ચુક્યા છે.

મેરેથોન દોડના કોચ પાસેથી ટ્રેનિંગ લઈને ભાગ લેવો જોઈએ

"હું તેનો આનંદ માણું છું, પરંતુ હું ક્યારેય વધારે દબાણ કરતો નથી," તે ભારપૂર્વક જણાવે છે, તેમણે એવી ઉંમરે ભાગ લીધો હતો કે જ્યારે મોટાભાગના અન્ય લોકો નિવૃત્તિ પછીના દિવસોનું આયોજન કરતા, રોકિંગ ખુરશી પર બેસીને ભાગ લેતા હતા. શહેરમાં મેરેથોન સ્પર્ધાઓમાં ભાગ લેનારા વરિષ્ઠ નાગરિકોની સંખ્યામાં છેલ્લા એક દાયકામાં વધારો થયો છે. ત્યારે અનિલ પંચાલે પણ કહ્યું હતું કે તમે મેરેથોનમાં ભાગ લો તે પહેલા તમે ડોક્ટરની સલાહ અને સાથે એક મેરેથોન દોડના કોચ પાસેથી ટ્રેનિંગ લઈને ભાગ લેવો જોઈએ જેથી તમારા શરીરને અને તમને નુકશાન ના પહોંચે.

આ પણ વાંચો----RAIN : આગામી 3 કલાક ભારે, 24 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Tags :
Advertisement

.