Nepal : 40 ભારતીયોને લઈ જતી બસ નદીમાં ખાબકી, 14ના મોત
- નેપાળના તનાહુનમાં સૌથી મોટી દુર્ઘટના
- ભારતીય બસ માર્સ્યાગદી નદીમાં ખાબકી
- બસમાં સવાર 14 ભારતીયના મોતની પુષ્ટિ
- 16 મુસાફરને બસમાંથી બચાવવામાં આવ્યા
- દુર્ઘટના સમયે કુલ 40 મુસાફર સવાર હતા
- પોખરાથી કાઠમંડુ તરફ જઈ રહી હતી બસ
Nepal : નેપાળ ( Nepal)માં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. 40 ભારતીયોને લઈ જતી બસ નદીમાં પડી ગઇ હતી જેથી સ્થાનિક પ્રશાસન દ્વારા તત્કાળ બચાવ કાર્ય ચાલુ કરાયુ છે. જેમાં 14 ભારતીયના મોતની પુષ્ટિ થઇ છે જ્યારે 16 મુસાફરને બચાવાયા છે.
40 લોકોને લઈને જતી એક ભારતીય પેસેન્જર બસ મર્સ્યાંગડી નદીમાં પડી
નેપાળ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે 40 લોકોને લઈને જતી એક ભારતીય પેસેન્જર બસ તનાહુન જિલ્લામાં મર્સ્યાંગડી નદીમાં પડી છે. જિલ્લા પોલીસ કચેરી તનાહુનના ડીએસપી દીપકુમાર રાયાએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે નંબર પ્લેટ UP FT 7623 વાળી બસ નદીમાં પડી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી.
આ પણ વાંચો---Supreme Court: કેજરીવાલને હજું પણ રહેવું પડશે જેલમાં...
બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી
40 મુસાફરોને લઈને જતી એક ભારતીય બસ નેપાળની મર્સ્યાંગડી નદીમાં પડી હતી. દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે. આ અકસ્માત તનાહુન જિલ્લામાં થયો હતો.
સેના અને સશસ્ત્ર દળોને જાણ કરવામાં આવી
શુક્રવારે ગોરખપુરથી નેપાળ જઈ રહેલી મુસાફરોને લઈને જઈ રહેલી ભારતીય બસને અકસ્માત નડ્યો હતો. બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. રસ્તામાં તનહુનના અબુખૈરેની પાસે બસ મરસ્યાંગદી નદીમાં પડી હતી. બસ મર્સ્યાંગડી અંબુખૈરેની ગ્રામીણ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં સ્થિત આઈન પહારા પાસે નદીમાં પડી હતી. સ્થાનિક પોલીસ ઓફિસના ઈન્સ્પેક્ટર અબુ ખૈરેની ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સેના અને સશસ્ત્ર દળોને જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો---Yogi: દીકરીઓ સાથે કંઇ પણ કર્યું તો યમરાજા મળશે....!