Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amitabh Bachchan : 'પ્રેસિડેન્ટ ઓફ ભારત' ની તરફેણમાં આવ્યા બિગ બી?, ટ્વિટ કરીને લખ્યું- 'ભારત માતા કી જય'

ભારત અને INDIA! દેશને આ બંને નામથી સંબોધવામાં આવે છે. પરંતુ, આજકાલ આ નામો પર જોરદાર રાજકીય ચર્ચા ચાલી રહી છે. મુદ્દો એ છે કે દેશનું એક જ નામ હોવું જોઈએ અને તે નામ ભારત હોવું જોઈએ. હા, છેલ્લા ઘણા...
amitabh bachchan    પ્રેસિડેન્ટ ઓફ ભારત  ની તરફેણમાં આવ્યા બિગ બી   ટ્વિટ કરીને લખ્યું   ભારત માતા કી જય

ભારત અને INDIA! દેશને આ બંને નામથી સંબોધવામાં આવે છે. પરંતુ, આજકાલ આ નામો પર જોરદાર રાજકીય ચર્ચા ચાલી રહી છે. મુદ્દો એ છે કે દેશનું એક જ નામ હોવું જોઈએ અને તે નામ ભારત હોવું જોઈએ. હા, છેલ્લા ઘણા દિવસોથી 'બંધારણ'માંથી દેશનું નામ 'INDIA' હટાવવાની માંગ કરવામાં આવી રહી છે.

Advertisement

તમને જણાવી દઈએ કે, કેટલાક મીડિયામાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે સરકારે 'INDIA'ને બંધારણમાંથી ભૂંસી નાખવાની તૈયારી પણ કરી લીધી છે. જો કે, આ દાવાઓમાં કેટલી સત્યતા છે તે તો આવનારા દિવસોમાં જ સ્પષ્ટ થશે. હાલમાં દેશની નામનાની ચર્ચા રાજકીય ગલિયારાઓમાંથી પસાર થઈને બોલિવૂડ સુધી પહોંચી છે. આજે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને પણ એક ટ્વિટ કર્યું છે, જેને 'પ્રેસિડેન્ટ ઓફ ભારત' સાથે જોડવામાં આવી રહ્યું છે.

Advertisement

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જોકે, તે મોટેભાગે આ પ્લેટફોર્મ પર તેના થ્રોબેક ચિત્રો અને કવિતાઓ શેર કરે છે અને રાજકીય ટિપ્પણીઓથી દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ હાલમાં જ તેણે એક ટ્વિટ કર્યું છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. બિગ બીએ કોઈ લાંબી ટ્વિટ નથી કરી, તેમણે માત્ર એટલું જ લખ્યું, 'ભારત માતા કી જય.' ટ્વીટની ડાબી બાજુએ તેણે ત્રિરંગા ધ્વજનું ઈમોજી બનાવ્યું છે અને જમણી બાજુએ લાલ ધ્વજનું ઈમોજી બનાવ્યું છે.

આ પણ વાંચો : શૈલેન્દ્ર, રાજકપૂરના ચાર સ્તંભોમાંનો એક સ્તંભ, વાંચો રોચક અહેવાલ

Advertisement

Tags :
Advertisement

.