Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાયબર ક્રાઇમ અને ડાર્ક વેબ સામે સચેત રહેવું અત્યંત જરુરી: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah)  દિલ્હી (delhi) ની હોટેલ ગ્રાન્ડ હયાતમાં યોજાયેલી બે દિવસીય G-20 બેઠક (G-20 meeting)માં હાજરી આપી હતી. આ બેઠકમાં અમિત શાહે ઈન્ટરનેટ દ્વારા આતંકવાદી ગતિવિધિઓ (terrorist activities)ને અંજામ આપવા પર ચિંતા વ્યક્ત કરી હતી....
08:13 PM Jul 13, 2023 IST | Vipul Pandya
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah)  દિલ્હી (delhi) ની હોટેલ ગ્રાન્ડ હયાતમાં યોજાયેલી બે દિવસીય G-20 બેઠક (G-20 meeting)માં હાજરી આપી હતી. આ બેઠકમાં અમિત શાહે ઈન્ટરનેટ દ્વારા આતંકવાદી ગતિવિધિઓ (terrorist activities)ને અંજામ આપવા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે NFTs, AI અને Metaverse ના યુગમાં અપરાધ અને સુરક્ષા વિષય પર વાત કરી હતી. ગૃહમંત્રીએ સાયબર ક્રાઈમના વધતા જતા જોખમ અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
વિશ્વના ઘણા દેશો સાયબર ક્રાઈમનો શિકાર 
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે વિશ્વની તમામ મોટી અર્થવ્યવસ્થાઓ સાયબર ક્રાઈમના ખતરાનો સામનો કરી રહી છે. વિશ્વના ઘણા દેશો સાયબર ક્રાઈમનો શિકાર બની રહ્યા છે.
અમિત શાહે ડાર્ક નેટ પર ચિંતા વ્યક્ત કરી
અમિત શાહે વધુમાં કહ્યું કે, આતંકવાદીઓ પોતાની ઓળખ છુપાવવા અને કટ્ટરપંથી વિચારધારા ફેલાવવા માટે ડાર્ક વેબનો ઉપયોગ કરી રહ્યા છે અને આપણે ડાર્ક વેબ પર ચાલી રહેલી આ પ્રવૃત્તિઓની પેટર્નને સમજવી પડશે અને તેના ઉકેલો શોધવા પડશે. શાહે કહ્યું કે મેટાવર્સ દ્વારા, આતંકવાદી સંગઠનો માટે નબળા લોકોને પસંદ કરવાનું અને નિશાન બનાવવું અને તેમની નબળાઈઓ અનુસાર સામગ્રી તૈયાર કરવાનું સરળ બનશે.
આખરે ડાર્ક નેટ શું છે?
ડાર્ક નેટને ડાર્ક વેબનો પ્રથમ તબક્કો પણ કહી શકાય. ડાર્ક વેબ એ ઈન્ટરનેટનો તે ભાગ છે જ્યાં કાનૂની અને ગેરકાયદેસર બંને પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. 96 ટકા ઈન્ટરનેટ ડીપ વેબ અને ડાર્ક વેબ હેઠળ આવે છે.
નાગરિકોને ડિજિટલ પ્લેટફોર્મમાં વિશ્વાસ હોવો જોઈએઃ અમિત શાહ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે ગંભીર અંગત ડેટાનું વેચાણ, ઓનલાઈન ઉત્પીડન અને બાળ શોષણ જેવા ગુનાઓ થઈ રહ્યા છે. તે જ સમયે, ઇન્ટરનેટ દ્વારા ફેક ન્યૂઝ પણ વ્યાપકપણે ફેલાવવામાં આવી રહ્યા છે, જે રાષ્ટ્રીય ચિંતાનો વિષય છે. અમિત શાહે વધુમાં કહ્યું કે આજે વિશ્વની તમામ સરકારો શાસન અને જન કલ્યાણમાં ડિજિટલ માધ્યમોને પ્રોત્સાહન આપી રહી છે, તેથી નાગરિકોને ડિજિટલ પ્લેટફોર્મમાં વિશ્વાસ હોય તે જરૂરી છે.
આ પણ વાંચો----SEEMA HAIDER ને PAKISTAN નહી મોકલો તો 26/11 જેવા હુમલા માટે તૈયાર રહેજો
Tags :
Amit Shahcyber crimedark webG-20 meeting
Next Article