Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amit Shah : વાઇબ્રન્ટનો 20 વર્ષનો કાલખંડ ગુજરાતના વિકાસની દિશા બતાવનાર

Amit Shah : ગાંધીનગરમાં યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સમાપન સમારોહમાં શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) સંબોધન કરતાં કહ્યું કે દેશ-વિદેશના રોકાણકારોની પ્રથમ પસંદગી ગુજરાત બન્યું છે અને આઈડિયા અને ઇનોવેશનને વાઇબ્રન્ટે પ્લેટફોર્મ આપ્યું છે. Amit Shah એ...
amit shah   વાઇબ્રન્ટનો 20 વર્ષનો કાલખંડ ગુજરાતના વિકાસની દિશા બતાવનાર

Amit Shah : ગાંધીનગરમાં યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સમાપન સમારોહમાં શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) સંબોધન કરતાં કહ્યું કે દેશ-વિદેશના રોકાણકારોની પ્રથમ પસંદગી ગુજરાત બન્યું છે અને આઈડિયા અને ઇનોવેશનને વાઇબ્રન્ટે પ્લેટફોર્મ આપ્યું છે. Amit Shah એ કહ્યું કે વાઇબ્રન્ટનો 20 વર્ષ નો કાલખંડ ગુજરાતના વિકાસની દિશા બતાવનાર છે.

Advertisement

વાઇબ્રન્ટનો 20 વર્ષનો કાલખંડ ગુજરાતના વિકાસની દિશા બતાવનાર

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કરતાં કહ્યું કે અમૃતકાળની પહેલી વાઇબ્રન્ટ ગુજરાતમાં યોજાઈ છે અને વાઇબ્રન્ટનો 20 વર્ષ નો કાલખંડ ગુજરાતના વિકાસની દિશા બતાવનાર છે. તેમણે કહ્યું કે ગુજરાતની વાઇબ્રન્ટે દેશને વિકાસની રાહ બતાવી છે. 2047 સુધીમાં આત્મનિર્ભર અને વિકસીત ભારતનું આપણે સ્વપ્ન જોયું છે.

રોકાણને વાઇબ્રન્ટ જમીન પર ઉતાર્યું

તેમણે કહ્યું કે 2014માં ભારતની અર્થવ્યવસ્થા 11માં નંબર પર હતી જ્યારે આજે 5 માં સ્થાને પહોંચી છે અને આગામી સમયમાં ભારત વિશ્વની 3જી અર્થવ્યવસ્થા બનશે. તેમણે કહ્યું કે આઈડિયા અને ઇનોવેશનને વાઇબ્રન્ટે પ્લેટફોર્મ આપ્યું છે અને રોકાણને વાઇબ્રન્ટ જમીન પર ઉતાર્યું છે. ગુજરાતના વાઇબ્રન્ટના મોડલને અન્ય રાજ્યોએ અપનાવ્યું છે તથા વિકસીત ભારતનો દરવાજો ગુજરાતમાંથી ખુલે છે.

Advertisement

હેલ્થ સેક્ટરમાં તથા એજ્યુકેશન સેક્ટરમાં ભારત આગળ વધશે

અમિતભાઇએ વધુમાં કહ્યું કે હેલ્થ સેક્ટરમાં તથા એજ્યુકેશન સેક્ટરમાં ભારત આગળ વધશે. નવી શિક્ષા નીતિ થી ભારત વિશ્વમાં શિક્ષા કેન્દ્ર બનશે . તેમણે કહ્યું કે બાયોફિયોલ કૃષિ પ્રધાન દેશ માટે આશીર્વાદ સમાન છે. તથા ગ્રીન એનર્જી ઉત્પાદન કરી શકીએ તે પ્રકારની દેશની આબોહવા છે. હાલ 9 બિલિયન ડોલર સ્પેસ સેક્ટરનું મૂલ્ય છે છે અને જે 2040 સુધીમાં 40 મિલિયન ડોલર પહોંચવાનો અંદાજ છે.

2047 પહેલા જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનું છે

તેમણે કહ્યું કે 2047 પહેલા જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનું છે અને ભારત દુનિયાનું ત્રીજા નંબરનું અર્થ તંત્ર બનશે તેનો અમને વિશ્વાસ છે.
ગુજરાતીઓ વેપાર માટે જાણીતા છે તથા ગુજરાતના મંચ પરથી મનોજ સિન્હા જમ્મુ કાશ્મીર માટે રોકાણ લઈ ગયા. તેમણે અપીલ કરતાં કહ્યું કે ગુજરાતીઓને મારી અપીલ છે કે નોર્થમાં જો આપે રોકાણ કરવું હોય તો જમ્મુ કાશ્મીરમાં કરો

Advertisement

સાયલન્ટ વડાપ્રધાનથી વિઝનરી વડાપ્રધાનની યાત્રા

તેમણે કહ્યું કે આજે ગિફ્ટસીટી, ધોલેરા, માંડલ બેચરાજી, દહેજ જેવા સ્થળોની કલ્પના સાકાર થઇ છે. અને સાયલન્ટ વડાપ્રધાન થી વિઝનરી વડાપ્રધાનની યાત્રા ભારતે જોઈ છે. પહેલા એવું કહેવાતું કે ગવર્મેન્ટ પેરાલિસિસ થઈ છે પણ આજે કેટલી બધી પોલિસી બનાવી નાખી છે.

આ પણ વાંચો----VGGS 2024 -ગુજરાત- ધ ગ્રીન હાઈડ્રોજન ડેસ્ટીનેશન ઓફ ગુજરાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.