ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શ્રી સિદ્ધિ ગ્રુપ અને AMCના સહકારથી તૈયાર થયેલા રેલવે બ્રિજનું અમિત શાહે કર્યુ લોકાર્પણ 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અમદાવાદવાસીઓને આપી વિકાસની ભેટ અમદાવાદમાં વધુ એક બ્રિજનું અમિત શાહે કર્યું લોકાર્પણ AMC અને શ્રી સિદ્ધિ ગ્રુપના સહકારથી તૈયાર થયો છે બ્રિજ અમદાવાદના વિકાસ માટે શ્રી સિદ્ધિ ગ્રુપની એક મોટી પહેલ AMC ના વિકાસકાર્યમાં શ્રી...
11:29 AM Jun 20, 2023 IST | Vipul Pandya
અમદાવાદના જગતપુર વિસ્તારમાં AMC અને શ્રી સિદ્ધિ ગ્રુપના સહકારથી તૈયાર કરાયેલા રેલવે ઓવર બ્રિજનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે આજે લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શ્રી સિદ્ધી ગૃપના જસ્મીનભાઇ પટેલ હાજર રહ્યા હતા.

શ્રી સિદ્ધિ ગ્રુપ ની સિદ્ધિમાં એક નવો  વધારો
વર્ષ 1994 થી રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી શ્રી સિદ્ધિ ગ્રુપની યશકલગીમાં વધુ એક મોરપિંછ ઉમેરાયું છે. મંગળવારે  અમદાવાદના જગતપુર વિસ્તારમાં રેલવે બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના (Amit Shah) હસ્તે કરાયું છે ત્યારે આ બ્રિજ પાછળ શ્રી સિદ્ધિ ગ્રુપનું (Shri Siddhi Group) ખૂબ જ મહત્વનું યોગદાન રહેલું છે.
આ બ્રિજથી દૈનિક 3 લાખ શહેરીજનોને લાભ થશે
શ્રીસિદ્ધિ ગ્રુપ બ્રિજનું (Shri Siddhi Group Bridge) અષાઢી બીજના પાવન અવસરે લોકાર્પણ થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીઅમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ થયેલો આ બ્રિજ ચાંદખેડા ન્યુ-રાણીપ અને કાળીગામને એસ.જી હાઇવે સાથે ગણતરીની મિનિટોમાં જ કનેક્ટ કરશે. આ બ્રિજથી દૈનિક 3 લાખ શહેરીજનોને લાભ થશે.
શ્રી સિદ્ધિ ગ્રુપ સતત લોકોપયોગી કાર્ય કરતું રહ્યું છે
વર્ષ 1994થી શ્રી સિદ્ધિ ગ્રુપ સતત લોકોપયોગી કાર્ય કરતું રહ્યું છે. જગતપુર વિસ્તારમાં વિકાસે પકડેલી રફતાર પાછળ શ્રી સિદ્ધિ ગ્રૂપનો સિંહફાળો રહ્યો છે. શ્રી સિદ્ધિ ગ્રૂપનો આ શ્રી સિદ્ધિ બ્રિજ હજારો લોકો માટે વરદાનરૂપ સાબિત થશે કારણકે બ્રિજ બનવાના લીધે વારંવાર ફાટક બંધ થવાથી થતી સમસ્યા, અને ટ્રાફિકની સમસ્યાથી લોકોને કાયમ માટે છુટકારો મળશે, સાથે જ ઈંધણ અને સમયની પણ બચત થશે. અગાઉ પણ શ્રી સિદ્ધિ ગ્રુપ દ્વારા એસજી હાઈવે થી ચેનપુર ગરનાળા સુધીનો ફોરલેન રોડ બનાવવામાં આવ્યો હતો જેનો સીધો જ લાભ લાખો લોકોને થયો હતો ત્યારે હવે આ બ્રિજથી પણ લાખો લોકોને સીધો જ લાભ પહોંચશે.
રિયલ એસ્ટેટના આકાશમાં શ્રી સિદ્ધિ ગ્રુપ તારાની જેમ ચમકી રહ્યું છે
ગુજરાતની સૌપ્રથમ આયોજનબદ્ધ ગોદરેજ ગાર્ડનસિટી ટાઉનશિપ અને એસ. જી હાઇવેથી ચેનપુર ગરનાળા સુધીનો ફોરલેન હાઇ-વે બનાવ્યા બાદ, એક પછી એક પોતાના કામથી રિયલ એસ્ટેટના આકાશમાં શ્રી સિદ્ધિ ગ્રુપ તારાની જેમ ચમકી રહ્યું છે. પોતાના કામને જ ઈશ્વરમાની ને કામ કરતાં શ્રીસિદ્ધિ ગ્રુપે લોકોમાં, પોતાના પ્રતિ વિશ્વાસ ઊભો કર્યો છે. શરૂઆતથી જ આકર્ષણનું કેન્દ્ર બનેલા બ્રિજના લોકાર્પણ બાદ, રાજ્યની વિકાસગાથામાં વધુ એક આધ્યાયનો ઉમેરો થશે. અને શ્રી સિદ્ધિ ગ્રૂપના કામને વર્ષો સુધી લોકો યાદ રાખશે.

જગતપુર વિસ્તારના વિકાસ માટે શ્રી સિદ્ધી ગૃપનો સહકાર
શ્રી સિદ્ધી ગૃપ દ્વારા આ બ્રિજ બનવામાં ખુબ જ મોટો સહયોગ આપવામાં આવ્યો છે. શ્રી સિદ્ધી ગૃપના મુકેશભાઇ પટેલ અને જસ્મીનભાઇ પટેલે ખુબ સહકાર આપ્યો છે.  ગોદરેજ ગાર્ડન સિટી સહિતના પ્રોજેક્ટ સિદ્ધી ગૃપે અહીં શરુ કર્યા હતા. આ બ્રિજ ખુબ જ મહત્વનો છે અને તે ચૈનપુરથી એસજી હાઇવેને કનેક્ટ કરશે. આ વિસ્તાર માટે શ્રી સિદ્ધી ગૃપે મહત્વની ભૂમિકા ભજવી છે. ચૈનપુર ગરનાળાથી એસજી હાઇવે સુધી ફોર લેન રસ્તો પણ બનાવાયો હતો જેથી લોકોને સુવિધા મળી હતી. આ બ્રિજ બનવાથી લોકોને સમય અને ઇંધણની બચત થશે અને બ્રિજ લોકો માટે આશિર્વાદરુપ સાબિત થશે. આ પ્રસંગે શ્રી સિદ્ધી ગૃપ પરિવાર તરફથી જસ્મીનભાઇ પટેલ હાજર રહ્યા હતા.
ટ્રાફિકની સમસ્યાથી લોકોને છુટકારો મળશે
સાડી સાતસો મીટર લાંબો ફોર લેન રેલવે બ્રિજ તૈયાર કરાયો છે. જેનાથી ટ્રાફિકની સમસ્યાથી લોકોને છુટકારો મળશે. એએમસી અને શ્રી સિદ્ધી ગૃપના સહયોગથી બ્રિજનું નિર્માણ થયું છે.   66 કરોડથી વધુના ખર્ચે બ્રિજ ઝડપથી તૈયાર કરાયો છે.
આ પણ વાંચો----AHMEDABAD : કેન્દ્રીય ગૃહમંત્રી AMIT SHAH શ્રી સિદ્ધિ ગ્રુપ બ્રિજનું લોકાર્પણ કરશે
Tags :
AhmedabadAMCAmit ShahBridgeShri Siddhi Group
Next Article