Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

America : જો બિડેનની ચીનને ધમકી, 'જો દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સને કંઈ પણ થયું તો...

America : સાઉથ ચાઈના સાગરમાં ચીનની દાદાગીરીથી દુનિયા વાકેફ છે. ચીન ઘણીવાર ફિલિપાઇન્સ અને આ ક્ષેત્રના અન્ય દેશો માટે મુશ્કેલી ઊભી કરવાની કોઈ તક છોડતું નથી. ચીન દક્ષિણ ચીન સાગરના 90 ટકાથી વધુ વિસ્તાર પર દાવો કરે છે. ડ્રેગને આ...
america   જો બિડેનની ચીનને ધમકી   જો દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સને કંઈ પણ થયું તો

America : સાઉથ ચાઈના સાગરમાં ચીનની દાદાગીરીથી દુનિયા વાકેફ છે. ચીન ઘણીવાર ફિલિપાઇન્સ અને આ ક્ષેત્રના અન્ય દેશો માટે મુશ્કેલી ઊભી કરવાની કોઈ તક છોડતું નથી. ચીન દક્ષિણ ચીન સાગરના 90 ટકાથી વધુ વિસ્તાર પર દાવો કરે છે. ડ્રેગને આ વિસ્તારમાં અનેક કૃત્રિમ ટાપુઓ તેમજ સૈન્ય મથકો પણ બનાવ્યા છે. ચીન દ્વારા અપનાવવામાં આવતા આવા આક્રમક વલણથી ક્ષેત્રીય સુરક્ષા માટે ખતરો વધી ગયો છે. તાજેતરના દિવસોમાં ચીને આ વિસ્તારમાં ફિલિપાઈન્સની બોટને નિશાન બનાવી હતી.

Advertisement

અમેરિકા (America) ફિલિપાઈન્સની રક્ષા કરશે

દક્ષિણ ચીન સાગરમાં ચીનની આક્રમક ગતિવિધિઓનો અમેરિકા (America)એ હંમેશા વિરોધ કર્યો છે. હવે ફરી એકવાર અમેરિકા (America)એ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ફિલિપાઈન્સને દક્ષિણ ચીન સાગરમાં કોઈપણ હુમલાથી બચાવવાનું વચન આપ્યું છે. બેઇજિંગ સાથે વધી રહેલા તણાવ વચ્ચે ટોક્યો અને મનીલા સાથે સંયુક્ત સમિટની યજમાની કરતી વખતે રાષ્ટ્રપતિ બિડેને આ વાત કહી.

Advertisement

દક્ષિણ ચીન સમુદ્રમાં લશ્કરી કવાયત

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ફિલિપાઈન્સ, અમેરિકા (America), જાપાન અને ઓસ્ટ્રેલિયા દક્ષિણ ચીન સાગરમાં એકસાથે આવ્યા છે અને આ દરિયાઈ વિસ્તારમાં નૌકા અને દરિયાઈ કવાયત હાથ ધરી છે. અમેરિકા (America)ના નેતૃત્વમાં ચાર દેશોની આ સૈન્ય કવાયત ફિલિપાઈન્સના વ્યૂહાત્મક દરિયાઈ વિસ્તારમાં કરવામાં આવી રહી છે જેમાં નૌકાદળના યુદ્ધ જહાજો અને ફાઈટર જેટ્સનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે તણાવ ચરમસીમા પર છે.

શું છે વિવાદ ?

જો આપણે સાઉથ ચાઈના સીને લઈને વિવાદની વાત કરીએ તો ઈન્ડોનેશિયા અને વિયેતનામ વચ્ચે આવેલો આ દરિયાઈ વિસ્તાર 35 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. આ સમુદ્ર ઇન્ડોનેશિયા, ચીન, ફિલિપાઇન્સ, તાઇવાન, વિયેતનામ, મલેશિયા અને બ્રુનેઇથી ઘેરાયેલો છે. આ વિસ્તારને લઈને ચીનનો લગભગ દરેક દેશ સાથે વિવાદ છે. ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે સ્કારબોરો અને સ્પ્રેટલી આઈલેન્ડને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ચીન તેમને પોતાનો ભાગ માને છે. જ્યારે, ફિલિપાઈન્સનું કહેવું છે કે આ બંને ટાપુ અમારા ભાગ છે.

Advertisement

આ પણ વાંચો : Vietnam દેશનો સૌથી મોટા Scam! કોર્ટે એવી સજા ફટકારી કે આત્મા પણ કકળી ઉઠે

આ પણ વાંચો : FOGA USA : અમેરિકામાં વસતા 17 લાખ ગુજરાતીઓને એક મંચ પર લાવવા પ્રયાસ

આ પણ વાંચો : Pakistan: પાકિસ્તાની આર્મીની દાદાગીરી, પોતાના જ દેશની પોલીસના કર્યા આવા હાલ!

Tags :
Advertisement

.