Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Russia Terrorist Attack : અમેરિકાએ આપી હતી હુમલાની ચેતવણી, જાણો શું કહ્યું હતું અમેરિકન અધિકારીએ?

Russia Terrorist Attack : રશિયાની રાજધાની મોસ્કોમાં આતંકવાદી હુમલાના સમાચારથી અત્યારે વિશ્વભરના દેશો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં આ હુમલામાં 80 લોકોના મોતના સમાચાર સામે આવ્યાં છે. આ સાથે 150 લોકો ગંભીર રીતે ઘાયલ પણ...
russia terrorist attack   અમેરિકાએ આપી હતી હુમલાની ચેતવણી  જાણો શું કહ્યું હતું અમેરિકન અધિકારીએ

Russia Terrorist Attack : રશિયાની રાજધાની મોસ્કોમાં આતંકવાદી હુમલાના સમાચારથી અત્યારે વિશ્વભરના દેશો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં આ હુમલામાં 80 લોકોના મોતના સમાચાર સામે આવ્યાં છે. આ સાથે 150 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થતા તેમને હોસ્પિટલમાં ઘસેડવામાં આવ્યાં છે. આ હુમલાને લઈને અમેરિકાએ એક મોટો દાવો કર્યો છે. અમેરિકાનું કહેવું છે કે, મોસ્કો પર થયેલા હુમલાને લઈને પહેલા જ રશિયાને અમે ચેતવણી આપી હતી. વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા એડ્રિન વોટસને કહ્યું કે, અમેરિકાએ રશિયાને મોસ્કોમાં હુમલાની સંભાવના અંગે ચેતવણી આપી હતી.

Advertisement

રશિયાને અમેરિકાએ આપી હતી ચેતવણી

અમેરિકાએ કહ્યું હતું કે, ‘આ મહિનાની શરુઆતમાં જ અમેરિકાની સરકારને જાણકારી મળી હતીં કે, આતંકવાદીઓ રશિયા પર હુમલાની તૈયારીઓ કરી રહ્યાં છે. એવી પણ જાણકારી મળી હતીં કે, આતંકવાદીઓ રશિયામાં કોઈ મોટી સભા કે, કોન્સર્ટને નિશાનો બનાવી શકે છે. આ જ કારણે અમેરિકાએ રશિયામાં રહેતા નાગરિકોને ભીડવાળી જગ્યાઓ પર ના જવાની ચેતવણી આપી હતી. આ સાથે આ જાણકારી રશિયન અધિકારીઓને પણ આપી હતીં. ખાસ કરીને વાત કરવામાં આવે તો નામ જાહેર ના કરવાની શરતે અમેરિકન અધિકારીએ કહ્યું કે, ‘અમે રશિયાને આ બાબતે ચેતવણી આપી હતી.’

આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી

આ હુમલાની વિગતે વાત કરવામાં આવે તો મોસ્કોના ક્રોકસ સિટી મોલમાં એક કોન્સર્ટ દરમિયાન આતંકવાદીઓએ અંધાધૂન ગોળીબાર અને બોમ્બથી હુમલો કર્યો હતો. મીડિયા દ્વારા મળતી જાણકારી પ્રમાણે અત્યાર સુધીમાં 80 લોકોના મોત થયા અને 150 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. આતંકવાદીઓએ હુમલો કર્યા પછી આ મોલમાં આગ પણ લાગી ગઈ હતી. હુમલા બાદ પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતીં. ઉલ્લેખનીય છે કે, આ હુમલાની આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે જવાબદારી લીધી છે. આઈએસે આ મામલે એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી છે.

Advertisement

વધુ વિગતે વાત કરવામાં આવે તો મોસ્કોમાં થયેલા હુમલા અંગે વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારી જ્હોન કિર્બીએ કહ્યું કે, ‘આ સમયે એવા કોઈ સંકેત નથી કે યુક્રેન કે યુક્રેનિયન લોકો ગોળીબારમાં સામેલ હોય. અમે હુમલા પર નજર રાખી રહ્યા છીએ, પરંતુ હું આ સમયે યુક્રેન સાથેના કોઈપણ જોડાણ વિશે કોઈ માહિતી આપી શકતો નથી.’

Advertisement

આ પણ વાંચો: Russia Terrorist Attack : ISIS એ લીધી આ હુમલાની જવાબદારી, સામે આવી આતંકવાદીઓની તસવીરો

આ પણ વાંચો: Russia Terrorist Attack : જાણો કેમ અમેરિકાએ કરી હતી ભવિષ્યવાણી? 14 દિવસ પછી જ થયો આતંકી હુમલો

આ પણ વાંચો: Terrorist Attack : મોસ્કોમાં થયો ઘાતકી આતંકી હુમલો, ફાયરિંગ અને બ્લાસ્ટમાં 60 મોત અને 145 ઘાયલ

Tags :
Advertisement

.